Sunday, 19 August 2018

ગર્ભમા દીકરો છે કે દીકરી…?????

🙏To be different 👉 Unstoppable🙏

ગર્ભમા દીકરો છે કે દીકરી…?????


આજે દરેક સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન જાણવા માંગે છે કે એના પેટમાં ઉછરી રહેલ સંતાન દીકરો છે કે દીકરી? એવામાં વિજ્ઞાન પણ ખૂબ આગળ વધી ગયું છે. જેના દ્વારા સરળતાથી જાણી શકાય છે કે, ગર્ભમાં બાબો છે કે બેબી. પણ ભારતીય ઇતિહાસમાં વર્ષોથી આ વિશે જાણવા માટે અમુક લક્ષણોને પારખીને જ કહી શકાય છે કે, ગર્ભમાં રહેલ શિશુ દિકરી છે કે દિકરો અને જૂના જમાનામાં કરાયેલ આવી ભવિષ્યવાણી કોઈ દિવસ ખોટી નથી પડી.
*(ગર્ભ પરીક્ષણ કરવું કે કરાવવુ એ દંડનીય અપરાધ છે)*
આજે અમે તમને આના વિશે જણાવવા જઇ રહ્યા છીએ. એક મહિલા માટે માતૃત્વ સુખ જેવું બીજું કોઈ સુખ નથી હોતું. માં બનવું એ સૌભાગ્ય ની વાત છે. સંતાન સુખ એ બધા માટે એક ખુબસુરત અહેસાસ હોય છે. જોકે કેટલાક લોકો આ એહસાસથી વંચિત પણ રહેતા હોય છે. પણ જેમને આ સુખ મળે એમને દુનિયાનાં બધા જ સુખ નાના લાગે. જો કે બાળકનાં જન્મ પહેલાં દરેકનાં મનમાં એક પ્રશ્ન ઉછળતો હોય છે કે ગર્ભમાં શું હશે? બાબો કે બેબી?
ગર્ભમાં ઉછરી રહેલ બાળકની ઓળખ કરવી એ અશક્ય કામ છે અને ભારતીય સંવિધાન મુજબ ગુનો પણ છે. આપણા પૂર્વજો ગર્ભવતી સ્ત્રીનાં શરીર પર થતા અમુક ફેરફારો જોઈને અનુમાન લગાવતા કે ગર્ભમાં શું છે? તો ચાલો જાણીએ એવી જ કેટલીક નિશાનીઓ જેના દ્વારા આપણા વડીલો ભવિષ્યવાણી કરતા હતા કે ગર્ભમાં શું છે?


(1) જો સ્ત્રી જરૂરત કરતા વધુ મુડી સ્વભાવની થઈ ગઈ હોય તો એવું મનાય છે કે, એ કન્યાને જન્મ આપશે કારણ કે આનાથી ફિમેલ હોર્મોન્સ માં વધરો થઇ જાય છે.
(2) જો સ્ત્રીનું ડાબુ સ્તન જમણા સ્તન કરતા મોટું હોય તો તમે દીકરીને જન્મ આપશો. એવી જ રીતે જો ગર્ભમાં છોકરો હોય તો જમણું સ્તન ડાબા કરતા મોટુ હશે.

(3) જો સ્ત્રીનાં સ્તન ની ડીટી જરૂરત કરતા વધારે કાળા થઈ જાય તો માનવામાં આવે છે કે દીકરો આવશે.
(4) જો સ્ત્રીનાં પેશાબ નો રંગ સાવ પીળો હોય તો બાબો અને આછો પીળો હોય તો બેબી.


(5) જો સ્ત્રીનાં હૃદયના ધબકારા સામાન્ય હોય તો દીકરો અને ધબકારા ૧૪૦ સુધી હોય તો પુત્રીનો જન્મ થશે.
(6) જો સ્ત્રીને ખારું ખાવાનું મન થાય તો દીકરો આવશે અને મીઠી વસ્તું ખાવાની ઈચ્છા થાય તો દીકરી આવશે.


(7) આ બધીજ નિશાનીઓ માં સૌથી મોટી અને પ્રવીણ માનવામાં આવે છે કે, જો પિતાનું વજન વધે તો દીકરી નો જન્મ થવાની શક્યતા વધી જાય અને જો સામાન્ય હોય તો દીકરાનો જન્મ થાય.
(8) ગર્ભવસ્થા સમયે પગના વાળ વધી ગયા હોય તો દીકરો થવાની શક્યતા વધુ રહે છે


(9) જો સ્ત્રીના નાકનો આકાર વધી જાય તો બાબાની સંભાવન વધુ છે.
(10) જો ગર્ભમા બાળક વધુ ઉછળ-કૂદ કરતુ હોય તો એવુ માનવામા આવે છે કે, એ દીકરો હોય શકે છે.
નોંધ : ગર્ભ નુ પરીક્ષણ કરવું કે કરાવવું એ સજાપાત્ર ગંભીર ગુનો બને છે.
અમે કોઈપણ પ્રકારે ગર્ભ પરીક્ષણને પ્રોત્સાહન આપતા નથી.

1 comment: