Friday 7 September 2018

Science fair- 2018 -2019

🙏To be different 👉 Unstoppable🙏
Science fair- 2018 -2019

āŠđાāŠēāŠŪાં āŠœ āŠ—āŠĢિāŠĪ, āŠĩિāŠœ્āŠžાāŠĻ āŠ…āŠĻે āŠŠāŠ°્āŠŊાāŠĩāŠ°āŠĢ āŠŠ્āŠ°āŠĶāŠ°્āŠķāŠĻ āŦĻāŦĶāŦ§āŦŪ-āŦĻāŦĶāŦ§āŦŊ āŠ†āŠĶāŠ°્āŠķ āŠĻિāŠĩાāŠļી āŠķાāŠģા āŠ‰āŠŪāŠ°āŠ—ોāŠŸ āŠ‰āŠŪāŠ°āŠŠાāŠĄા āŠŪા āŠĨāŠŊેāŠē āŠđāŠĪો. āŠœેāŠŪા āŠĩિāŠ­ાāŠ— āŦĻ,āŠĩિāŠ­ાāŠ— āŦŦ(āŠ…), āŠĩિāŠ­ાāŠ— āŦŦ(āŠŽ) āŠĩāŠ—ેāŠ°ે āŠŪ āŠ…āŠŪાāŠ°ી āŠķાāŠģા āŠĻો āŠ…āŠĻુāŠ•્āŠ°āŠŪે āŠŠāŠđેāŠēો ,āŠŽીāŠœો āŠĪ્āŠ°ીāŠœો āŠ†āŠĩેāŠē āŠ›ે. āŠĪેāŠĻા āŠŠ્āŠ°ોāŠœેāŠ•્āŠŸ āŠ…āŠĻે āŠ†āŠˆāŠĄીāŠŊાāŠŪાં āŠ‰āŠŠāŠŊોāŠ—ી āŠĨાāŠŊ āŠĪે āŠŪાāŠŸે  āŠĻીāŠšે āŠŪુāŠ•ેāŠē āŠ›ે.
āŠ† āŠŽ્āŠēોāŠ— āŠŠāŠ° āŠ† āŠœ āŠŠ્āŠ°āŠ•ાāŠ°āŠĻા āŠķૈāŠ•્āŠ·āŠĢિāŠ• āŠ…āŠĻે āŠļāŠ°્āŠœāŠĻાāŠĪ્āŠŪāŠ• āŠŪાāŠđિāŠĪીāŠ“ āŠĻિāŠŊāŠŪિāŠĪ āŠ°ીāŠĪે āŠŪુāŠ•āŠĩાāŠŪાં āŠ†āŠĩāŠĪી āŠđોāŠŊ āŠ›ે. āŠ…āŠŪાāŠ°ો āŠŪોāŠŽાāŠˆāŠē āŠĻંāŠŽāŠ° āŦŊāŦŠāŦĻāŦŽāŦŦāŦ­āŦĻāŦŦāŦĐāŦŊ āŠ†āŠŠāŠĻા āŠŪોāŠŽાāŠˆāŠē āŠŪા āŠļેāŠĩ āŠ•āŠ°ી āŠ°ાāŠ–ો āŠ…āŠĻે āŠ† āŠŠ્āŠ°āŠ•ાāŠ°āŠĻા āŠļāŠŪાāŠšાāŠ°ો āŠ…āŠĻે āŠŠોāŠļ્āŠŸ āŠ†āŠŠāŠĻા āŠ—્āŠ°ુāŠŠāŠĻા āŠ…āŠĻ્āŠŊ āŠļāŠ­્āŠŊો āŠļુāŠ§ી āŠŠāŠĢ āŠŠāŠđોāŠšે āŠāŠĩી āŠ†āŠŠāŠĻી āŠˆāŠš્āŠ›ા āŠđોāŠŊ āŠĪો āŠ…āŠŪાāŠ°ો āŠĻંāŠŽāŠ° āŠ†āŠŠāŠĻા āŠ—્āŠ°ુāŠŠāŠŪાં āŠāŠĄ āŠ•āŠ°ી āŠķāŠ•ો āŠ›ો. āŠ…āŠŪાāŠ°ા āŠŽ્āŠēોāŠ— āŠŠāŠ° āŠŪુāŠ•āŠĩાāŠŪાં āŠ†āŠĩāŠĪી āŠĪāŠŪાāŠŪ āŠŪાāŠđિāŠĪી āŠļંāŠŠૂāŠ°્āŠĢāŠŠāŠĢે āŠ“āŠŦિāŠļિāŠŊāŠē āŠœ āŠđોāŠŊ āŠ›ે. āŠ•ોāŠˆ āŠŠāŠĢ āŠŠ્āŠ°āŠ•ાāŠ°āŠĻી āŠ…āŠŦāŠĩા, āŠ“āŠŦāŠ° āŠ•ે āŠļ્āŠ•ીāŠŪāŠĩાāŠģી āŠŪાāŠđિāŠĪી āŠŽ્āŠēોāŠ— āŠŠāŠ° āŠŪુāŠ•āŠĩાāŠŪાં āŠ†āŠĩāŠĪી āŠĻāŠĨી


























Friday 24 August 2018

*āŠ—ુāŠœāŠ°ાāŠĪ āŠĻા āŠœિāŠē્āŠēાāŠ“*

(1) અમદાવાદ :-

અમદાવાદ જિલ્લાની રચના : અમદાવાદ જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ જિલ્લાની રચના કરવામાં આવી હતી.અમદાવાદ શહેરની સ્થાપના 26 ફેબ્રુઆરી, 1411ના રોજ સુલતાન અહમદશાહે કરી હતી.

મુખ્ય મથક : અમદાવાદ

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) દસક્રોઈ, (૨)દેત્રોજ, (૩) માંડલ, (૪) વિરમગામ, (૫) સાણંદ, (૬) બાવળા, (૭) ધોળકા, (૮) ધંધુકા, (૯) ધોલેરા, (૧૦) અમદાવાદ સીટી

વિસ્તાર : ૭૧૭૦ ચો.કિમી

વસ્તી : ૭૨૧૪૨૨૫(૨૦૦૧ પ્રમાણે)

સાક્ષરતા દર : ૮૫.૩૧%

પુરુષ સાક્ષરતા : ૯૨.૪૪%

સ્ત્રી સાક્ષરતા : ૮૦.૨૯%

લિંગ પ્રમાણ : ૯૦૪

વસ્તી ગીચતા : ૮૯૦

શિશુ લિંગ પ્રમાણ : ૮૫૭

ગામડાની સંખ્યા : ૪૮૮

અમદાવાદની વિશેષતા :
1.અમદાવાદ ગુજરાત રાજ્યનું પ્રથમ પાટનગર અને વર્તમાનમાં આર્થિક પાટનગર છે.
2.ભારતની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે.
3.અમદાવાદ શહેર ભારતનું માંચેસ્ટર અને ભારતનું બોસ્ટન તરીકે ઓળખાતું હતું.
4.અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું રેલવેસ્ટેશન છે.
5.અમદાવાદ સૌથી વધું વસ્તી ધરાવતું શહેર અને સૌથી વધું વસ્તી ધરાવતો જિલ્લો છે.
6.ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદમાં આવેલું છે.
7.ગુજરાતની સૌપ્રથમ કોલેજ ગુજરાત કોલેજ અમદાવાદમાં ઈ.સ. 1887માં શરૂ થઈ હતી.
8.યહુદીઓનું એકમાત્ર તીર્થધામ સિનેગોગ અમદાવાદમાં ખમાસા વિસ્તારમાં છે.
9.ગુજરાતનું સૌપ્રથમ થ્રીડી થિયેટર અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે શરૂ થયું હતું.
10.અમદાવાદમાં આવેલો દરિયાખાનનો ઘુમ્મટ ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ છે.

ઉધોગો : ઈજનેરી, સુતરાઉ કાપડ, દવાઓ, રસાયણો, હોઝીયરી, ઇલેક્ટ્રોનિક્સ

પાક : ઘઉં, કપાસ, બાજરી, ડાંગર, એરંડા, જામફળ, બટાટા, જીરૂ, જુવાર

નદીઓ : સાબરમતી, મેશ્વો, ખારી, ભોગાવો, સુખભાદર

બંદર : વિઠ્ઠલ બંદર, ધોલેરા

હવાઈમથક : સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક.

સંશોધન કેન્દ્ર : (1) સેન્ટર ફૉર એન્વાયરન્મેન્ટ એજ્યુકેશન
(2) ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ
(3) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑક્યુપેશન હેલ્થ
(4) સ્પેસ એપ્લિકેશન સેન્ટર
(5) ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી
(6) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન
(7) અટીરા
(8) એગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન, અરણેજ, છારોડી, ધંધુકા
(9) હોઝિયરી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઓઢવ
(10) ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર
(11) ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરી
(12) ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

સંગ્રહાલય : (1) ગાંધી સ્મારક સંગ્રહાલય,સાબરમતી આશ્રમ
(2) કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સ્ટાઈલ
(3) બી.જે. મેડિકલ કોલેજ મ્યુઝિયમ
(4) મ્યુનિસિપલ મ્યુઝિયમ, સંસ્કાર કેન્દ્ર, પાલડી
(5) અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ ભો. જે.વિદ્યાભવન
(6) આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન પ્રાચ્ય વિદ્યામંદિર
(7) શ્રેયસ ફોક મ્યુઝિયમ
(8) પતંગ મ્યુઝિયમ

સરોવર / તળાવ : (1) મલાવ તળાવ, ધોળકા
(2) નરોડા તળાવ
(3) ચાંદલોડિયા તળાવ
(4) ચંડોળા તળાવ
(5) વસ્ત્રાપુર તળાવ
(6) કાંકરીયા તળાવ
(7) મુનસર તળાવ
(8) ગંગાસર તળાવ, વીરમગામ
(9) નળ સરોવર (તા. સાણંદ)

લોકમેળા / ઉત્સવો : (1) કાંકરિયા કાર્નિવલ (દર વર્ષે 15 થી 31 ડિસેમ્બર)
(2) શાહઆલમ અને સરખેજનો મેળો
(3) કાર્તિક પૂર્ણિમાનો વૌઠાનો મેળો (ગુજરાતનો સૌથી મોટો લોકમેળો. આ મેળામાં ગધેડાની મોટી સંખ્યામાં લે-વેચ થાય છે.)
(4) આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (દર વર્ષે 15 થી 31 જાન્યુઆરી)

જોવાલાયક સ્થળો : અમદાવાદમાં સીદી સૈયદની જાળી, ઝુલતા મિનારા, કાંકરિયા તળાવ, હઠીસિંગના દેરા, સાયન્સ સીટી, ઉપરાંત જીલ્લામાં નળ સરોવર, ઐતિહાસિક સ્થળ લોથલ, બુટ ભવાની મંદિર અરણેજ, ગણેશપુરાનું ગણેશ મંદિર

(2)અમરેલી :-

અમરેલી જિલ્લાની રચના : અમરેલી જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.અમરેલી જિલ્લામાં કુલ 11 તાલુકાઓ છે.

મુખ્ય મથક : અમરેલી

તાલુકાની સંખ્યા : ૧૧, (૧) અમરેલી, (૨)બાબરા, (૩) લાઠી, (૪) લીલીયા, (૫) કુંકાવાવ, (૬) ધારી, (૭) રાજુલા, (૮) જાફરાબાદ, (૯) ખાંભા, (૧૦) સાવરકુંડલા, (૧૧) બગસરા

વિસ્તાર : ૭૩૮૧ ચો.કિમી

વસ્તી : ૧૫,૧૪,૧૯૦(૨૦૦૧ પ્રમાણે)

સાક્ષરતા દર : ૭૪.૨૫%

લિંગ પ્રમાણ : ૯૬૪

વસ્તી ગીચતા : ૨૦૫

શિશુ લિંગ પ્રમાણ : ૮૮૬

અમરેલી જિલ્લાની વિશેષતા :  1.અમરેલીની જાફરાબાદી ભેંસ જાણીતિ છે.
2.અમરેલીનું પ્રાચીન નામ અમરાવતી હતું.
3.અમરેલી જિલ્લાના દરિયાકિનારે શિયાળ બેટ, સવાઈ બેટ અને ચાંચ બેટ આવેલા છે.
4.અમરેલીના રાજુલા તાલુકામાં આવેલું પીપાવાવ બંદર ઈ. સ. 1998માં કામ કરતું થયું. (ભારતનું સૌપ્રથમ ખાનગી માલિકીનું બંદર)
5.ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચી ટેકરી સરકલા (ઊંચાઈ 643 મીટર) અમરેલી જિલ્લામાં આવેલી છે.
6.અમરેલીના સાવરકુંડલાના વજન માટેના ત્રાંજવા અને બાટ (વજનિયાં) જાણીતાં છે.

સંશોધન કેન્દ્ર : અમરેલીમાં ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન, ધારીમાં આવેલુ સંશોધન કેન્દ્ર છે.

અમરેલી જિલ્લાના અભ્યારણ્ય : (1) ગીર અભ્યારણ્ય (સાવરકુંડલા, ધારી અને ખાંભા તાલુકામાં)
(2) પનીયા અભ્યારણ્ય (તા. ધારી)
(3) મિતિયાલા અભ્યારણ્ય (તા. અમરેલી)

નદીઓ : સરજનવાડી, શેત્રુંજી, માલણ, વાદી, થેબી, કાળુભાર

ઉધોગો : ખાંડ ઉધોગ, મત્સ્ય ઉધોગ, સિમેન્ટ ઉધોગ, તેલની મિલ, હીરા ઉધોગ

મુખ્ય પાક : જુવાર, કપાસ, કઠોળ, ઘઉં, બાજરી, મગફળી, શેરડી, તલ

ખનીજ સંપતિ : કેલ્સાઈટ, ચૂનાનો પથ્થર, બોકસાઇટ, જિપ્સમ, કાચી ધાતુ-લોખંડ

બંદર : ધારા બંદર, જાફરાબાદ, પીપાવાવ, કોટડા

પર્વતો : ગીરની ટેકરીઓ, સરકલા

જોવાલાયક સ્થળો : ગીર અભયારણ્ય, લાઠીનું હનુમાન મંદિર, મહાત્મા મૂળદાસની સમાધિ, લાઠીનો રાજમહેલ,ગિરધારલાલ મહેતા સંગ્રહાલય

(3) આણંદ જીલ્લો :-

આણંદ જિલ્લાની રચના : આણંદ જિલ્લાની રચના 2 ઑક્ટોબર, 1997 ના રોજ ખેડા જિલ્લામાંથી કરવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં કુલ 8 તાલુકા આવેલા છે.

મુખ્ય મથક : આણંદ

તાલુકાની સંખ્યા : ૮, (૧) આણંદ, (૨) બોરસદ, (૩) ખંભાત, (૪) પેટલાદ, (૫) સોજીત્રા, (૬) ઉમરેઠ, (૭) તારાપુર, (૮) આંકલાવ

વિસ્તાર : ૨૯૪૦ ચો.કિમી

વસ્તી : ૨૦,૯૨,૭૪૫(૨૦૦૧ પ્રમાણે)

સાક્ષરતા દર : ૮૪.૩૭%

લિંગ પ્રમાણ : ૯૨૫

વસ્તી ગીચતા : ૬૫૩

શિશુ લિંગ પ્રમાણ : ૮૮૪

ગામડાની સંખ્યા : ૩૪૭

આણંદ જિલ્લાની વિશેષતા : 1.ગુજરાતની સૌપ્રથમ એન્જિનિયરિંગ કૉલેજ વલ્લ્ભવિદ્યાનગરમાં શરૂ થઈ હતી.
2.એશિયા ખંડની સૌથી મોટી અમૂલ ડેરી આણંદમાં આવેલી છે.
3.ગુજરાતમાં તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઈ આણંદ જિલ્લામાં થાય છે.

નદીઓ : જીલ્લાના પશ્વિમ છેડે સાબરમતી અને પૂર્વ છેડે મહી નદી વહે છે, જીલ્લામાંથી આનંદા નામની નદી વહે છે

સંગ્રહાલય : (1) રજની પરીખ આર્ટસ કૉલેજ, આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ખંભાત
(2) સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, વલ્લભવિદ્યાનગર

સંશોધનકેન્દ્ર : (1) ટૉબેકો રિસર્ચ સ્ટેશન, ધર્મજ
(2) નેશનલ રિસર્ચ સેન્ટર ફૉર મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન, બોરિયાવી
(3) બીડી, તમાકુ સંશોધન કેન્દ્ર, આણંદ
(4) રિપ્રૉડક્ટિવ બાયોલોજી રિસર્ચ યુનિટ, આણંદ
(5) લાઈવ સ્ટૉક રિસર્ચ સ્ટેશન, આણંદ
(6) પોલ્ટ્રી કૉમ્પ્લેક્સ, આણંદ
(7) સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, વલ્લભવિદ્યાનગર

ઉધોગ : બીડી, ડેરી, અકીક

બંદર : ખંભાત

જોવાલાય સ્થળો : મહાકાળેશ્વર મંદિર બોરસદ, સ્વામીનારાયણ મંદિર વડતાલ, એતિહાસીક નગર ખંભાત, વિધાનગરી વલ્લભ વિધાનગર, સ્વામીનારાયણ મંદિર બોચાસણ, કરમસદ

મુખ્ય પાકો : તમાકુ, ડાંગર, કેળા, શેરડી, બાજરી, ઘઉં, રાઈ, બટાટા, ચીકુ

(4) અરવલ્લી જીલ્લો :-

મુખ્ય મથક : મોડાસા

તાલુકાની સંખ્યા : ૬, (૧) ભિલોડા, (૨)મોડાસા, (૩) મેઘરજ, (૪) માલપુર, (૫) ધનસુરા, (૬) બાયડ

વિસ્તાર : ૩૨૧૪ ચો.કિમી

વસ્તી : ૨,૦૬,૭૩૯(અંદાજીત)

ગામડાની સંખ્યા : ૬૭૬

મુખ્ય નદીઓ : વાત્રક, મેશ્વો, માજમ, હાથમતી

જીલ્લાની સરહદ : મહીસાગર, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા

આંતરરાજ્ય સરહદ : રાજસ્થાન

મુખ્ય પાકો : મકાઈ, બાજરી, કપાસ, એરંડા, ઘઉં, તુવેર, મગફળી

જોવાલાયક સ્થળો : શામળાજીનો મંદિર, દેવાયત પંડિતની સમાધિ દેવરાજધામ - બાજકોટ, રામદેવજી મંદિર - દેવરાજધામ, વણઝારી વાવ (મોડાસા), હીરૂ વાવ (મોડાસા), ગેબીનાથ મંદિર, મેશ્વો ડેમ, વાત્રક ડેમ, ઝાંઝરીનો ધોધ

(5) બનાસકાંઠા જીલ્લો :-

મુખ્ય મથક : પાલનપુર

બનાસકાંઠા જિલ્લાની રચના : બનાસકાંઠા જિલ્લાનું મથક પાલનપુર છે.
→ બનાસકાંઠા જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
→ બનાસકાંઠા જિલ્લામાં કુલ 14 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૧૪, (૧) પાલનપુર, (૨) વાવ, (૩) થરાદ, (૪) ધાનેરા, (૫) ડીસા, (૬) દિયોદર, (૭) કાંકરેજ, (૮) દાંતા, (૯) વડગામ, (૧૦) લખણી, (૧૧) અમીરગઢ, (૧૨) દાંતીવાડા, (૧૩) ભાભર, (૧૪) સુઈગામ

વિસ્તાર : ૧૦,૪૦૦ ચો.કિમી

વસ્તી : ૩૧,૨૦,૫૦૬

સાક્ષરતા દર : ૬૫.૩૨%

શહેરી સાક્ષરતા : ૮૦.૩૮%

ગ્રામીણ સાક્ષરતા : ૬૪.૯૨%

લિંગ પ્રમાણ : ૯૩૮

ગ્રામીણ લિંગ પ્રમાણ : ૯૪૦

શહેરી લિંગ પ્રમાણ : ૯૧૫

શિશુ લિંગ પ્રમાણ : ૮૯૫

શહેરી શિશુ લિંગ પ્રમાણ : ૮૮૪

ગામડાની સંખ્યા : ૧૨૩૭

નદીઓ : સીપુ, બનાસ, સરસ્વતી

અભયારણ્ય : (1) જેસોર રીંછ અભયારણ્ય, તા. અમીરગઢ
(2) બાલારામ રીંછ અભયારણ્ય, તા. પાલનપુર

સંશોધનકેન્દ્ર : (1) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસા
(2) પોટેટો રિસર્ચ સ્ટેશન, ડીસા
(3) કઠોળ સંશોધનકેન્દ્ર, સરદાર કૃષિનગર, દાંતીવાડા એગ્રિકલ્ચર યુનિવર્સિટી, દાંતીવાડા
(4) ભાદરવા માસની અગિયારસે મજાદરનો મેળો
(5) દરેક મહિનાની સુદ પાંચમે મગરવાડા (તા. વડગામ) ખાતે મણીભદ્રવીરનો મેળો

બનાસકાંઠા જિલ્લાની વિશેષતા : 1.ગુજરાતની ત્રણ શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ-અંબાજી બનાસકાંઠા જિલ્લામાં છે.
2.બનાસ નદીનું પ્રાચીન નામ પર્ણાશા છે.
3.બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ તાલુકા (14 તાલુકા) ધરાવે છે.

મુખ્ય પાકો : બટાટા, બાજરી, જીરૂ, ઇસબગુલ, જુવાર, તલ, ઘઉં, તમાકુ

ઉધોગો : ડેરી ઉધોગ, અત્તર ઉધોગ, સિમેન્ટ ઉધોગ, હીરા ઘસવાનો ઉધોગ

પર્વતો : અરવલ્લીની ટેકરીઓ, જેસોર, ચીકલોદર, ગુરનો ભાખરો, ગબ્બર ડુંગર, આરાસુર

જોવાલાયક સ્થળો : અંબાજી મંદિર, બાલારામ પર્યટન સ્થળ, કુંભારિયાના દેરાં, દાંતીવાડા, જેસોર અભયારણ્ય, નડેશ્વરી માતાનું મંદિર - નડાબેટ

ખનીજ : આરસના પથ્થરો, લાઇમ સ્ટોન, તાંબુ, કેલસાઈટ, વુલેસ્ટોનાઈટ

(6) ભરૂચ જીલ્લો :-

મુખ્ય મથક : ભરૂચ

ભરૂચ જિલ્લાની રચના : ભરૂચ જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
→ ભરૂચ જિલ્લામાં કુલ 9 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૯, (૧) ભરૂચ, (૨) આમોદ, (૩) અંકલેશ્વર, (૪) વાગરા, (૫) હાંસોટ, (૬) જંબુસર, (૭) ઝગડિયા, (૮) વાલિયા, (૯) નેત્રંગ

વિસ્તાર : ૫૨૫૩ ચો.કિમી

વસ્તી : ૧૫,૫૧,૦૧૯

લિંગ પ્રમાણ : ૯૨૫

વસ્તી ગીચતા : ૨૩૮

શિશુ લિંગ પ્રમાણ : ૯૨૦

ગામડાની સંખ્યા : ૬૫૩

પુરુષ સાક્ષરતા : ૮૮.૮૦

સ્ત્રી સાક્ષરતા : ૭૬.૭૯

નદીઓ : નર્મદા, કરઝણ, અમરાવતી, કીમ, મેણ, ઢાઢર, ભાદર

પર્વતો : કડિયા ડુંગર, સારસા માતાનો ડુંગર, બાબાઘોરનો ડુંગર

લોકમેળા : (1) કારતક માસની પૂર્ણિમાના દિવસે શુક્લતીર્થમાં મેળો યોજાય છે.
(2) શ્રાવણ વદ નોમના દિવસે ભરૂચમાં માઘ મેળો યોજાય છે.
(3) ભરૂચમાં જૈનોનો રિખવદેવનો મેળો યોજાય છે.
(4) ભાડભૂત ખાતે ભાડભૂતેશ્વર મહાદેવનો મેળો યોજાય છે.

સંશોધનકેન્દ્ર : (1) કૉટન રિસર્ચ સ્ટેશન, હાસોટ
(2) ગુજરાત ઇન્સેક્ટિસાઇડસ લિમિટેડ, અંકલેશ્વર

ભરૂચ જિલ્લાની વિશેષતા : 1.ગુજરાતના સૌથી મોટાં તેલક્ષેત્રો ભરૂચ જિલ્લામાં આવેલા છે.
2.એશિયાનું પ્રથમ કેમિકલ પૉર્ટ દહેજ ભરૂચ જિલ્લામાં છે.
3.ભૃગુતીર્થ કે ભૃગુકચ્છ તરીકે જાણીતું ભરૂચ એક સમયમાં સમૃદ્ધ બંદર હતું.
4.ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર માં છે.

બંદરો : ભરૂચ, દહેજ, કાવી, ટંકારી

ઉધોગો : રસાયણિક ખાતર, દેરી ઉધોગ, રસાયણો, દવાઓ, સાઇકલ ઉધોગ, સિમેન્ટ, પેટ્રોકેમીકલ્સ, માટીના વાસણો, સુતરાઉ કાપડ, કપાસ જિન

ખનીજ : કુદરતી વાયુ - તેલ, ચૂનો, લિગ્નાઇટ

મુખ્ય પાકો : કપાસ, ઘઉં, ડાંગર, કઠોળ, મગફળી, લોંગ, કેરી, જુવાર, તુવેર

જોવાલાયક સ્થળો : શુકલતીર્થ, કબીરવડ, ભાડભૂતેશ્વર મહાદેવ,સ્તંભેશ્વર તીર્થ, ગોલ્ડન બ્રીજ, ગંધાર, અલિયા બેટ, ચાવજ, સારસા માતાનો ડુંગર.

(7) ભાવનગર જીલ્લો :-

મુખ્ય મથક : ભાવનગર

ભાવનગર જિલ્લાની રચના : ભાવનગર જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
→ ભાવનગર જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) ભાવનગર, (૨) જેસર, (૩) વાલ્ભીપુર, (૪) ઉમરાળા, (૫) શિહોર, (૬) ઘોઘા, (૭) ગારિયાધાર, (૮) પાલીતાણા, (૯) તળાજા, (૧૦) મહુવા

વિસ્તાર : ૮૧૫૪ ચો.કી.મી

વસ્તી : ૨૮,૭૭,૯૬૧(૨૦૧૧ પ્રમાણે)

સાક્ષરતા : ૭૫.૫૨

લિંગ પ્રમાણ : ૯૩૩

વસ્તી ગીચતા : ૨૮૭

શિશુ લિંગ પ્રમાણ : ૮૯૧

ગામડાની સંખ્યા : ૬૧૨

બંદરો : ઘોઘા, અલંગ, મહુવા, તળાજા, ભાવનગર

નદીઓ : ઘેલો નદી, કાળુભાર, રંઘોળી, માલણ, શેત્રુંજી, બગડ, કેરી

લોકમેળા : શ્રાવણ માસની અમાસનો ગોપનાથનો મેળો

સંશોધનકેન્દ્ર : (1) સેન્ટ્રલ સૉલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
(2) ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન, વલભીપુર

સંગ્રહાલય : (1) ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ
(2) બાર્ટન મ્યુઝિયમ

અભયારણ્ય : (1) હાથબ કાચબા ઉછેર કેન્દ્ર, હાથબનો દરિયા-કિનારો
(2) વેળાવદર બ્લેકબગ (કાળિયાર) નેશનલ પાર્ક

ભાવનગર જિલ્લાની વિશેષતા : 1.ભાવનગરના ગાંઠિયા અને પટારા જાણીતા છે.
2.ભાવનગર શહેર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી કહેવાય છે.
3.ગુજરાતમાં ભાવનગરનું એકમાત્ર એવું રેલવે સ્ટેશન છે, જ્યાં મહિલાઓ કુલી તરીકે કામ કરે છે.
4.ભાવનગર જિલ્લાના ઘેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો પ્રદેશ ગોહિલવાડ કહેવાય છે.
5.ભાવનગરનું મહુવા હાથીદાંતની બનવટો માટે જાણીતું છે.

ઉધોગો : જહાજ ભાંગવાનો ઉધોગ, ખાંડ, હીરા ઘસવાનો ઉધોગ, ખેતીના ઓજારો, સિમેન્ટ, કાગળ, રબર, વનસ્પતિ ઘી, માટીના વાસણો, મત્સ્ય

ખનીજ : જિપ્સમ, ડોમોલાઈટ, લિગ્નાઇટ, ચોક

પર્વતો : શેત્રુંજય, થાપો, ઈશાળવા, શાંત શેરી, મોરધાર, મિતિયાળા, શિહોરી માતા, લોંગડી,ખોખરા

જોવાલાયક સ્થળો : પાલીતાણા જૈન દેરાસરો, ગોપનાથ મહાદેવનું મંદિર, ખોડીયાર મંદિર – રાજપરા, વાલ્ભીપુર, વેળાવદરનો કાળીયાર રાષ્ટ્રીય પાર્ક, તલગાજરડા,હાથબનો દરિયા કિનારો, મહુવા, તળાજા,તખ્તેશ્વરનું મંદિર, રૂવાપરીનું મંદિર, સરદાર સ્મૃતિ, ગાંધી સ્મૃતિ, ગૌરીશંકર તળાવ, વલભીપુર, ઘોઘા, ખોડિયાર માતાનું મંદિર, વેળાવદર, , મહુવા, તળાજા, શિહોર,અલંગ, બગદાણા, કોળિયાક.

મુખ્ય પાકો : મગફળી, કપાસ, બાજરી, ડુંગળી, દાડમ, કેળા, ઘઉં

(8) બોટાદ જીલ્લો :-

મુખ્ય મથક : બોટાદ

બોટાદ જિલ્લાની રચના : બોટાદ જિલ્લાની રચના 15 ઑગસ્ટ, 2013ના રોજ અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી.
→ બોટાદ જિલ્લામાં કુલ 4 તાલુકા આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૪, (૧) બોટાદ, (૨) બરવાળા, (૩) રાણપુર, (૪) ગઢડા

વિસ્તાર : ૧૮૫૨ ચો.કિમી

વસ્તી : ૬.૫૨ લાખ(અંદાજીત)

ગામડા : ૧૯૨

સરહદી જીલ્લા : સુરેન્દ્રનગર : રાજકોટ, ભાવનગર, અમરેલી, અમદાવાદ

બોટાદ જિલ્લાની વિશેષતા : 1.બોટાદ જિલ્લામાં ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થસ્થળ આવેલું છે.
2.બોટાદ જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાય છે.
3.બોટાદ જિલ્લામાં હનુમાનજીનું પ્રખ્યાત સાળંગપુર મંદિર આવેલું છે.

મુખ્ય નદીઓ : ઘેલો, કાળુભાર, કેરી, ગોમા, સુખભાદર

મુખ્ય પાકો : મગફળી, કપાસ, શાકભાજી, ડાંગર, બાજરી, જુવાર, ડુંગળી

મુખ્ય ઉધોગો : ડાયમંડ ઉધોગ, સિમેન્ટ

મુખ્ય ખનીજ : કેલ્સાઈટ

જોવાલાયક સ્થળો : વિસામણ બાપુની જગ્યા(પાળીયાદ),ભીમનાથ મહાદેવ, સાળંગપુર, ગઢડાનું સ્વામીનારાયણ મંદિર,વરીયાદેવીના મંદિર પાસે લાધા શેઠની શેરીમાં આવેલ ખાસિયા પરિવારના ચામુંડા માતાજીનો વિશાળ મઢ આવેલો છે.

(9) છોટાઉદેપુર જીલ્લો :-

છોટા ઉદેપુરની રચના : છોટા ઉદેપુરની રચના 15 ઑગસ્ટ, 2013 ના રોજ વડોદરા જિલ્લામાંથી કરવામાં આવી છે.
છોટા ઉદેપુર જિલ્લાના કુલ 6 તાલુકાઓ છે.

મુખ્ય મથક : છોટાઉદેપુર

તાલુકાની સંખ્યા : ૬, (૧) છોટાઉદેપુર, (૨) જેતપુર - પાવી, (૩) કવાંટ, (૪) નસવાડી, (૫) સંખેડા, (૬) બોડેલી

વિસ્તાર : ૩૦૮૭ ચો.કિમી

વસ્તી : ૯.૫ લાખ(અંદાજીત)

સરહદી જીલ્લા : દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા

મુખ્ય નદીઓ : હેરણ, ઓરસંગ, મેણ, સુખી

છોટા ઉદેપુર જિલ્લાની વિશેષતા : 1.છોટા ઉદેપુરની ટેકરીઓ વિંધ્ય પર્વતમાળાનો ભાગ છે.
2.એશિયામાં સૌથી વધુ ફ્લુઅરસ્પારનો જથ્થો આ જિલ્લામાં છે.
3.હાંફેશ્વર (તા. ક્વાંટ) પાસે નર્મદા નદી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશે છે.

લોકમેળા : ધૂળેટીના ત્રીજા દિવસે ક્વાંટમાં આદિવાસી મેળો ભરાય છે.

સંગ્રહાલય : આદિવાસી લોકકલા સંગ્રહાલય, છોટા ઉદેપુર

મુખ્ય પાકો : મકાઈ, કપાસ, ડાંગર, ઘઉં, મગફળી

મુખ્ય ખનીજ : ડોમોલાઈટ, ગ્રેનાઈટ, ફ્લોરસ્પાર

મુખ્ય ઉધોગો : કષ્ટ અને ફર્નીચર, રમકડા ઉધોગ અને ખાંડ ઉધોગ

જોવાલાયક સ્થળો : જંડ હનુમાનજીની પ્રાચીન મંદિર(બોડેલી તાલુકો), નર્મદાનો ગુજરાત પ્રવેશ હાફેશ્વર (કવાંટ તાલુકો), કુસુમ વિલાસ પેલેસ (છોટાઉદેપુર), કવાંટનો આદિવાસી મેળો

(10) દાહોદ જીલ્લો :-

મુખ્ય મથક : દાહોદ

દાહોદ જિલ્લાની રચના : દાહોદ જિલ્લાની રચના 2 ઑક્ટોબર, 1997ના રોજ પંચમહાલ જિલ્લામાંથી કરવામાં આવી છે.
→ દાહોદ જિલ્લામાં કુલ 8 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૮, (૧) દાહોદ, (૨) લીમખેડા, (૩) દેવગઢ બારિયા, (૪) ગરબાડા, (૫) ધાનપુર, (૬) ઝાલોદ, (૭) ફતેપુરા, (૮) સંજેલી

વિસ્તાર : ૩૭૩૩ ચો.કિમી

વસ્તી : ૨૧,૨૭,૦૮૬

લિંગ પ્રમાણ : ૯૯૦

શિશુ લિંગ પ્રમાણ : ૯૪૮

ગામડાની સંખ્યા : ૬૯૨

વસ્તી ગીચતા : ૫૮૪

સાક્ષરતા : ૫૮.૬૨

પુરુષ સાક્ષરતા : ૭૨.૧૪

સ્ત્રી સાક્ષરતા : ૪૯.૦૨

લોકમેળા : (1) આમલી આગિયારસનો મેળો
(2) જેસાવાડામાં ગોળગધેડાનો મેળો
(3) કારતક સુદ એકમનો ગરબાડામાં ગાય ગૌહટીનો મેળો

સંશોધનકેન્દ્ર : હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન, દાહોદ

અભયારણ્ય : રતનમહાલ રીંછ અભયારણ્ય (તા. લીમખેડા)

દાહોદ જિલ્લાની વિશેષતા : 1.ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદના ગરબાડામાં થાય છે.
2.દાહોદનું પ્રાચીન નામ દધીપત્ર અને દધીપુરાનગર છે.
3.સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ છે.
4.સૌથી વધુ આદિવાસી પ્રજાની વસ્તી દાહોદ જિલ્લામાં જોવા મળે છે.

નદીઓ : પાનમ, હડફ, માચન, કાલી, વાલ્વ

મુખ્ય પાકો : મકાઈ, મગફળી, ડાંગર, કપાસ, બાજરી, જવ, ચણા, તમાકુ

પર્વતો : રતનમાળ

જોવાલાયક સ્થળો : દેવગઢ બારિયા, રતનમહાલ, રીંછ અભયારણ્ય,કંજેટા મધ, આંબળા અને ચારોડી માટી

(11) ડાંગ જીલ્લો :-

ડાંગ જિલ્લાની રચના : ડાંગજિલ્લાનું મથક આહવા છે.
ડાંગ જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં કુલ 3 તાલુકાઓ આવેલા છે.

મુખ્ય મથક : આહવા

તાલુકાની સંખ્યા : ૩, (૧) આહવા, (૨) વધઈ, (૩) સુબીર

વિસ્તાર : ૧૭૬૪ ચો.કિમી

વસ્તી : ૨,૨૮,૨૯૧

સાક્ષરતા : ૭૫.૧૬

લિંગ પ્રમાણ : ૧૦૦૬(૨૦૧૧ પ્રમાણે)

શિશુ લિંગ પ્રમાણ : ૯૬૪

ગામડાની સંખ્યા : ૩૦૮,

વસ્તી ગીચતા : ૧૨૯

ડાંગ જિલ્લાની વિશેષતા : 1.રામાયણમાં ડાંગનો ઉલ્લેખ દંડકારણ્ય તરીકે થયો છે.
2.સાપુતારા ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે.
3.ગીચ જંગલ વિસ્તાર ધરાવતો ડાંગ જિલ્લો ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે.
4.વિસ્તારની દ્રષ્ટિએ ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે.

ઉત્સવો : હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન ડાંગ દરબાર

સંશોધનકેન્દ્ર : હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન, વઘઈ

અભયારણ્ય : (1) ઘુડખર રીંછ અભયારણ્ય
(2) પૂર્ણા અભયારણ્ય (તા. આહવા)

નદીઓ : અંબિકા, પૂર્ણા, સર્પગંગા, ખાખરી, ગીરા

પર્વતો : સાપુતારા

જોવાલાયક સ્થળો : સાપુતારા ગિરિમથક, વધઈનો બોટાનિકલ ગાર્ડન, રૂપગઢનો કિલ્લો, સ્ટેપ ગાર્ડન,પૂર્ણિમાબહેન પકવાસાએ વિકસાવેલ ઋતુંભરા વિશ્વ વિદ્યાલય,ગીરા ધોધ

મુખ્ય પાકો : નાગલી, વરી, મકાઈ, ડાંગર, કોદરા, રાગી, અડદ, તુવેર

(12) દેવભૂમિ દ્વારકા જીલ્લો :-

મુખ્ય મથક : ખંભાળિયા

દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મથક ખંભાળિયા છે.
→ દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઑગસ્ટ, 2013ના રોજ જામનગર જિલ્લામાંથી કરવામાં આવી છે.
→ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 4 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૪, (૧) ખંભાળિયા, (૨) ઓખામંડળ, (૩) ભાણવડ, (૪) કલ્યાણપુર

વિસ્તાર : ૫૬૮૪ ચો.કિમી

વસ્તી : ૭.૨૩ લાખ(અંદાજીત

ગામડા : ૨૨૮

સરહદી જીલ્લા : પોરબંદર, જામનગર

લોકમેળા : જન્માષ્ટમીનો મેળો

મુખ્ય નદીઓ : સાની, ભોગત

સંશોધનકેન્દ્ર : (1) ઇન્ડોલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શારદાપીઠ, દ્વારકા
(2) ગુજરાત ફિશરિઝ એક્વેટિક સાયન્સિઝ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ઓખા બંદર
(3) ડ્રાય ફાર્મિંગ રિસર્ચ સ્ટેશન, ખંભળિયા

અભયારણ્ય : (1) મહાગંગા અભયારણ્ય (તા. કલ્યાણપુર)
(2) સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય (કચ્છના અખાતમાં જોડિયાથી ઓખા સુધીનો દરિયાકિનારો)

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિશેષતા : 1.દેવભૂમિ દ્વારકાનું ઘુમલીનું નવલખા મંદિર જાણીતું છે.
2.ખંભળિયાનું શુદ્ધ ઘી વખણાય છે.
3.હિન્દુ ધર્મનાં ચાર મોટા યાત્રાધામોમાનું દ્વારકા આ જિલ્લામાં આવેલું છે. આથી આ જિલ્લાનું નામ દેવભૂમિ દ્વારકા છે.
4.જગદગુરુ શંકરચાર્યે સ્થાપેલી શારદાપીઠ અહીં છે.
5.દારુકાવન તરીકે ઓળખાતાં શંખોદ્વાર બેટમાં બાર જ્યોતિર્લિંગોમાંનું એક નાગેશ્વર દેવભૂમિ દ્વારકામાં આવેલું છે.

બંદરો : ઓખા, રૂપેણ, લાંબા, પોશિત્રા, પિંઢારા, વાંડીનાર, સલાયા

મુખ્ય ઉધોગો : સિમેન્ટ, દવા રસાયણ, ગરમ કાપડ, યંત્ર ઉધોગ, જહાજ ભાંગવાનો ઉધોગ, સોડાએસ, કોસ્ટિક સોડા

ખનીજ : ચૂનો, ચિરોડી, બોકસાઇટ

મુખ્ય પાકો : મગફળી, જુવાર

જોવાલાયક સ્થળ : દ્વારકધીસ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શંકરાચાર્ય મઠ, હરસિદ્ધી મંદિર,નવલખા મંદિર,શુદ્ધ ઘી માટે પ્રખ્યાત ખંભાળિયા, આદિ શંકરાચાર્ય સ્થાપિત શારદાપીઠ, શંખોદ્વાર બેટ, મત્સ્યાવતાર મંદિર, ઘુમલીનું નવલખા મંદિર નાગેશ્વર જ્યોતિર્લિંગ

(13) ગાંધીનગર જીલ્લો :-

ગાંધીનગરની રચના : ગાંધીનગરની રચના ડિસેમ્બર, 1964માં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લામાં કુલ 4 તાલુકાઓ આવેલા છે.

મુખ્ય મથક : ગાંધીનગર

તાલુકાની સંખ્યા : ૪, (૧) ગાંધીનગર, (૨) દહેગામ, (૩) કલોલ, (૪) માણસા

વિસ્તાર : ૨૧૬૩ ચો.કિમી

વસ્તી : ૧૩,૯૧૭૫૩

લિંગ પ્રમાણ : ૯૨૩

શિશુ લિંગ પ્રમાણ : ૮૪૭

વસ્તી ગીચતા : ૬૫૦

ગામડાની સંખ્યા : ૨૮૮

સાક્ષરતા : ૮૪.૧૬

ગાંધીનગર જિલ્લાની વિશેષતા : 1.ગાંધીનગર ઉદ્યાન નગરી (ગ્રીન સિટી) તરીકે પ્રસિદ્ધ છે.
2.ઈ. સ. 1971માં ગાંધીનગરને ગુજરાતનું નવું પાટનગર બનાવવામાં આવ્યું.

લોકમેળા : (1) ગાંધીનગરના પંચદેવ મંદિરમાં જન્માષ્ટમી અને શિવરાત્રીના રોજ ઉજવાતા મેળા
(2) આસો સુદ નોમને દિવસે ઉજવાતો વરદાયિની માતાનો રૂપાલનો પલ્લીનો મેળો
(3) દર વર્ષે ફેબ્રુઆરી માસમાં ગાંધીનગરમાં ઉજવાતો વસંતોત્સવ

સંશોધનકેન્દ્ર : ફ્રૂટ રિસર્ચ સ્ટેશન, દહેગામ (ફળ સંશોધનકેન્દ્ર)

સંગ્રહાલય : નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય, ગાંધીનગર

નદીઓ : સાબરમતી, ખારી, મેશ્વો, વાત્રક

જોવાલાયક સ્થળો : અક્ષરધામ, ઇન્દ્રોડા પાર્ક, અડાલજની વાવ, થોળ પક્ષી, અભયારણ્ય, બરફના શિવલિંગ – અમરનાથ, મહુડી,ગુજરાત વિધાનસભા, અક્ષરધામ, મહાત્મા મંદીર, સિવિલ હૉસ્પિટલ, ઈન્દ્રોડા પાર્ક, અડાલજ, મહુડી, કલોલ, રૂપાલ

મુખ્ય પાકો : જુવાર, ડાંગર, બાજરી, ઘઉં, એરંડા, વરીયાળી, બટાટા

ઉધોગો : ડેરી ઉધોગ, રસાયણિક ખાતર, ઇલેક્ટ્રોનીક્સ, ખેતીના ઓજારો, પાકસંરક્ષણ દવાઓ, સુતરાઉ કાપડ

(14) ગીર સોમનાથ જીલ્લો :-

ગીર સોમનાથ જિલ્લાની રચના : ગીર સોમનાથનું મથક વેરાવળ છે.
ગીર સોમનાથ જિલ્લાની રચના 15 ઑગસ્ટ, 2013ના રોજ જૂનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં કુલ 6 તાલુકાનો સમાવેશ થાય છે.

મુખ્ય મથક : વેરાવળ

તાલુકાની સંખ્યા : ૬, (૧) વેરાવળ, (૨) કોડીનાર, (૩) સુત્રાપાડા, (૪) તલાલા, (૫) ઉના, (૬) ગીરગઢડા

વિસ્તાર : ૩૭૫૪ ચો.કિમી

વસ્તી : ૧૦.૭૮ લાખ(અંદાજીત

સરહદી જીલ્લા : જુનાગઢ, અમરેલી

ગીર સોમનાથ જિલ્લાની વિશેષતા : 1.બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથનું મંદિર અહીં છે.
2.ચોરવાડ(જિ. જૂનાગઢ) થી ઉના(જિ. ગીરસોમનાથ) સુધીનો વિસ્તાર લીલી નાઘેર કહેવાય છે. લીલી નાઘેરનો મોટા ભાગનો વિસ્તાર આ જિલ્લામાં છે.
3.ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય આ જિલ્લામાં છે.
4.કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન તાલાળા તાલુકામાં થાય છે

સંગ્રહાલય : પ્રભાસપાટણ મ્યુઝિયમ, સોમનાથ

લોકમેળા : (1) શ્રાવણ માસના દરેક સોમવારે સોમનાથના મંદિરમાં ઉત્સવ ઉજવાય છે.
(2) કારતક માસની પૂનમનો સોમનાથનો મેળો

સંશોધનકેન્દ્ર : (1) ગુજરાત ઇકોલૉજી એન્ડ એન્વાયરન્મેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન, સાસણગીર
(2) રિજનલ સ્યુગરકેન રિસર્ચ સ્ટેશન, કોડીનાર

કુંડ : ગીર સોમનાથમાં તુલસીશ્યામ કુંડ, બ્રહ્મકુંડ, ત્રિવેણી કુંડ વગેરે આવેલા છે.

અભયારણ્ય : ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય, તા. ઉના

મુખ્ય નદીઓ : શિંગવડા, માલણ, મછુન્દરી

બંદરો : વેરાવળ, માઢવડ, નાવીબંદર, ઘામરેજ સૈયાદ્રાજપુરા, મૂળ દ્વારકા, હીરાકોટ

મુખ્ય ઉધોગ : સિમેન્ટ, મત્સ્ય ઉધોગ, સોડાએસ, રેયોન, ખાંડ ઉધોગ, રસાયણો

મુખ્ય ખનીજો : કેલ્સાઈટ, ચૂનો, સીસું, બોકસાઈટ

મુખ્ય પાકો : મગફળી, જુવાર, નાળિયેર, કેસર કેરી, કપાસ, શેરડી, કેળાં, ડુંગળી

જોવાલાયક સ્થળો : અહમદપુર માંડવી, સોમનાથ મંદિર, તુલસીશ્યામ,સાસણગીર,ભાલકા તીર્થ

(15) જામનગર જીલ્લો :-

જામનગર જિલ્લાની રચના : જામનગર જિલ્લાની રચના 1 મે, 1960 ના રોજ કરવામાં આવી હતી.
જામનગર જિલ્લામાં કુલ 6 તાલુકા આવેલા છે.

મુખ્ય મથક : જામનગર

તાલુકાની સંખ્યા : ૬, (૧) જામનગર, (૨) લાલપુર, (૩) કાલાવાડ, (૪) જામજોધપુર, (૫) ધ્રોળ,, (૬) જોડિયા

વિસ્તાર : ૮૪૪૧ ચો.કિમી

વસ્તી : ૨૧,૬૦,૧૧૯

સાક્ષરતા : ૭૩.૬૫

લિંગ પ્રમાણ : ૯૩૯

શિશુ લિંગ પ્રમાણ : ૯૦૪

વસ્તી ગીચતા : ૧૫૨

ગામડાની સંખ્યા : ૧૫૨

સંશોધનકેન્દ્ર : મિલેટ રિસર્ચ સ્ટેશન, જામનગર

સંગ્રહાલય : જામનગર મ્યુઝિયમ ઑફ એન્ટિક્વિટિઝ, જામનગર

અભયારણ્ય : (1) સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
(2) ખીજડિયા પક્ષી અભયારણ્ય (તા. જામનગર)

જામનગર જિલ્લાની વિશેષતા : 1.જામનગર જિલ્લામાં સતિયાદેવ પર્વત છે.
2.સચાણા બંદરે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે.
3.જામનગર શહેર સૌરાષ્ટ્રનું પેરિસ, છોટા કાશી અને કાઠિયાવાડનું રત્ન નામથી પણ ઓળખાય છે.
4.જામનગરના કંકુ, બાંધણી અને મેશ જાણીતા છે.
5.ભારતની સૌથી મોટી ખાનગી માલિકીની તેલ સંશોધન રિફાઈનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝ લિમિટેડ આ જિલ્લામાં છે.

નદીઓ : ફૂલઝર, નાગમતી, રંગમતી, ઉંડ, ઘી, સિંહણ,સાની, રૂપારેલ,સસાઈ

બંદરો : બેડી, સચાણા, સિક્કા, જોડિયા

પર્વતો : સતીયાદેવ

જોવાલાયક સ્થળો : લાખોટા પેલેસ, જામનગર, ખીજડીયા પક્ષી અભયારણ્ય, નકળંગ રણુજા, પીરોટન,માણેકબાઈ મુક્તિધામ

ઉધોગો : સિમેન્ટ, યંત્ર ઉધોગ, ચિનાઈ માટીના વાસણો, દવા, રસાયણો, સુતરાઉ કાપડ, ગરમ કપડા, મત્સ્ય ઉધોગ, જહાજ ભાંગવાનો ઉધોગ

ખનીજ : ચૂનો, ચિનાઈ માટી, બોકસાઈટ, ચિરોડી

મુખ્ય પાકો : બાજરી, મગફળી, લસણ, કપાસ, જુવાર, બટાટા, ઘઉં, ચીકોર, ડુંગળી

(16) જૂનાગઢ જીલ્લો :-

જૂનાગઢ જિલ્લાની રચના : જૂનાગઢ જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે.

મુખ્ય મથક : જૂનાગઢ

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) જૂનાગઢ, (૨) માણાવદર, (૩) વંથલી, (૪) વિસાવદર, (૫) કેશોદ, (૬) મેંદરડા, (૭) માંગરોળ,(૮) માળિયા – હાટીના, (૯) જૂનાગઢ સીટી, (૧૦)

વિસ્તાર : ૮૭૬૨ ચો.કિમી

વસ્તી : ૨૭,૪૩,૦૮૨

સાક્ષરતા : ૭૫.૮૦

લિંગ પ્રમાણ : ૯૫૩

શિશુ લિંગ પ્રમાણ : ૯૦૭

વસ્તી ગીચતા : ૩૧૧

ગામડાની સંખ્યા : ૫૪૮

નદીઓ : ઓઝત સરસ્વતી, છાસી, ઉબેણ, માધુવતી

બંદરો : માંગરોળ, ચોરવાડ

પર્વતો : ગીરનાર

લોકમેળા : (1) મહાશિવરાત્રીનો ભવનાથનો મેળો, ગિરનાર
(2) ઝુંડનો મેળો, ચોરવાડ

સંશોધનકેન્દ્ર : (1) ફ્રૂટ રિસર્ચ સ્ટેશન, માંગરોળ
(2) નેશનલ રિસર્ચ સેન્ટર ફૉર ગ્રાઉન્ડનટ

સંગ્રહાલય : (1) જૂનાગઢ મ્યુઝિયમ, સક્કર બાગ
(2) દરબાર હૉલ મ્યુઝિયમ, દીવાન ચોક

જૂનાગઢ જિલ્લાની વિશેષતા : 1.જૂનાગઢ વાડીઓના જિલ્લા તરીકે ઓળખાય છે.
2.ગુજરાતમાં સૌથી વધુ કૂવા જૂનાગઢ જિલ્લામાં છે.
3.જૂનાગઢ જિલ્લાનો ગીરની ટેકરીઓથી દક્ષિણે આવેલો દરિયાકિનારાનો પ્રદેશ સોરઠ કહેવાય છે.
4.ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર જૂનાગઢ જિલ્લામાં આવેલો છે.
5.ગિરનાર પર્વત બેસાલ્ટના અગ્નિકૃત ખડકોનો બનેલો છે.

જોવાલાયક સ્થળો : જૂનાગઢમાં અડી ચડી વાવ, નવઘણ કુવો, સક્કરબાગ, દરબાર હોલ મ્યુઝીયમ,સતાધાર, નરસિંહ ચોરો, અભયારણ્ય ગીરનાર પર્વત, સાસણ ગીર અભયારણ્ય, સતાધાર, હોલી ડે કેમ્પ-ચોરવાડ, નથ્થુરામ શર્મા આશ્રમ - બીલખા

મુખ્ય પાકો : મગફળી, કેરી, જુવાર, તલ, કપાસ, બાજરી, નાળીયેર, ચીકુ

ખનીજ : સફેદ પથ્થર, ચૂનાનો પથ્થર

ઉધોગો : મત્સ્ય ઉધોગ, સિમેન્ટ, સોડા એસ અને ખાંડ ઉધોગ

(17 ) કચ્છ જીલ્લો :-

કચ્છ જિલ્લાની રચના/મથક : કચ્છ જિલ્લાનું મથક ભુજ છે.
કચ્છ જિલ્લાની રચના 1 મે, 1960 ના રોજ કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) ભૂજ, (૨) લખપત, (૩) અબડાસા, (૪) નખત્રાણા, (૫) માંડવી, (૬) મુંદ્રા, (૭) અંજાર,(૮) ભચાઉ, (૯) રાપર, (૧૦) ગાંધીધામ

કચ્છ જિલ્લાની વિશેષતા : 1.વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો ભારતનો સૌથી મોટો જિલ્લો છે.
2.કચ્છ ગુજરાતનો સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતો જિલ્લો છે.
3.ગુજરાતમાં સૌથી વધુ 97 નદીઓ કચ્છ જિલ્લામાં છે.
4.કર્કવૃત્ત કચ્છ જિલ્લાના ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે.
5.ગુજરાતનો સૌથી લાંબો દરિયાકિનારો કચ્છ જિલ્લામાં છે.

વિસ્તાર : ૪૫૬૫૨ ચો.કિમી(વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જીલ્લો)

વસ્તી : ૨૦,૯૨,૩૭૧

સાક્ષરતા : ૭૧.૫૮

લિંગ પ્રમાણ : ૯૦૮

શિશુ લિંગ પ્રમાણ : ૯૨૧

વસ્તી ગીચતા : ૪૬

ગામડાની સંખ્યા : ૯૨૪

પુરુષ સાક્ષરતા : ૮૦.૬૦

સ્ત્રી સાક્ષરતા : ૬૧.૬૨

કચ્છ જિલ્લાના અભ્યારણ્ય : (1) કચ્છ અભ્યારણ્ય તા. અબડાસા
(2) સુરખાબનગર અભ્યારણ્ય તા. રાપર
(3) નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય તા. લખપત

જોવાલાયક સ્થળો : આયના મહેલ, કચ્છ મ્યુઝિયમ, નારાયણ સરોવર, ધોળાવીરા, ભદ્રેશ્વર, માતાનો મઢ, મુંદ્રા, માંડવી, અંજાર, કોટેશ્વર, ઘુડખર અભયારણ્ય, ગુરુદ્વારા - લખપત

પર્વતો : ભુજીયો, ધીણોધર, કાળો, ખાવડો, લીલીયો, ગોરો, ખાત્રોડ, કીરો, ધબવો, માંડવા, ઝુરા, ઉમિયા, ખડિયો

નદીઓ : ખારી, રૂદ્રમાતા, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, વેખડી, કાળી, ખારોડ

મુખ્ય પાકો : બાજરી, જુવાર, ખારેક, ઇસબગુલ

ઉધોગો : ચાંદી કામ, સુતરાઉ કાપડ, રસાયણિક ખાતરો, કલાકારીગરીના હસ્ત ઉધોગો

ખનીજ : કોલસો, ચૂનાનો પથ્થર, બોકસાઈટ, ચિરોડી

સંગ્રહાલય : (1) ક્ચ્છ મ્યુઝિયમ, ભુજ
(2) ગ્રામીણ લોકકલા સંગ્રહાલય, ભુજ
(3) ભારતીય સંસ્કૃતિ દર્શન, કચ્છ
(4) એ. એ. વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય, ભુજ

કુંડ/તળાવ : કચ્છ જિલ્લામાં ગંગાજી અને જમનાજી કુંડ, નારાયણ સરોવર, કુલસર તળાવ વગેરે આવેલા છે.

લોકમેળા : (1) કારતક સુદ પૂનમનો ગંગાજીનો મેળો, (રામપર વેકરા)
(2) જખનો મેળો (કાકડભિઠમાં, નખત્રાણા પાસે)
(3) ચૈત્ર માસના પ્રથમ સોમવારનો હાજીપીરનો મેળો
(4) રવેચીનો મેળો
     શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
     ચોમાસે વાગડ ભલો, કછડો બારે માસ.

સંશોધનકેન્દ્ર : (1) ડેટ પામ રિસર્ચ સ્ટેશન (ખારેક સંશોધનકેન્દ્ર), મુંદ્રા
(2) એગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન, ભચાઉ

બંદરો : કંડલા, જલો, મુંદ્રા, માંડવી, કોટેશ્વર

(18) ખેડા જીલ્લો :-

ખેડા જિલ્લાની રચના/મથક : ખેડા જિલ્લાનું મથક નડિયાદ છે.
ખેડા જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
ખેડા જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) ખેડા, (૨) નડિયાદ, (૩) વસો, (૪) કપડવંજ, (૫) ગલતેશ્વર, (૬) માતર, (૭) કઠલાલ,(૮) ઠાસર, (૯) મહુધા, (૧૦) મહેમદાબાદ

વિસ્તાર : ૩૯૧૯ ચો.કિમી

વસ્તી : ૨૨,૯૯,૮૮૫

સાક્ષરતા : ૮૨.૬૫

લિંગ પ્રમાણ : ૯૪૦

શિશુ લિંગ પ્રમાણ : ૮૯૬

વસ્તી ગીચતા : ૫૮૨

ગામડાની સંખ્યા : ૫૧૫

ખેડા જિલ્લાની વિશેષતા : 1.ખેડાનું પ્રાચીન નામ ખેટક અને વાત્રક નદીનું પ્રાચીન નામ વાત્રઘ્ની છે.
2.15 ઓગસ્ટ, 1957ના રોજ પીજ કેન્દ્રથી ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ થયો હતો.
3.મહી અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશ ચરોતર કહેવાય છે.
4.ગુજરાતમાં સૌથી વધુ નહેરો દ્વારા સિંચાઈ ખેડા જિલ્લામાં થાય છે.
5.ખેડા જિલ્લાનો ચરોતરનો પ્રદેશ ગુજરાતનો હરિયાળો બગીચો ગણાય છે.

સંગ્રહાલય : (1) ડાહી લક્ષ્મી ગ્રંથાલય, નડિયાદ
(2) ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ

સંશોધનકેન્દ્ર : (1) એગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન, ઠાસરા
(2) મેઈન રાઈસ રિસર્ચ સ્ટેશન, નવાગામ

લોકમેળા : (1) કારતક માસની પૂનમ(શરદપૂનમ)નો ડાકોરનો રણછોડજીનો મેળો
(2) કારતક માસની પૂનમનો ફાગવેલનો ભાથીજી મહારાજનો મેળો

નદી/તળાવ/વાવ : ખેડા જિલ્લામાં વાત્રક, મહી, શેઢી, ખારી, મેશ્વો, લુણી, સાબરમતી વગેરે નદીઓ આવેલી છે.
ખેડા જિલ્લામાં ગોમતી તળાવ, કુંકાવાવ, કાંઠાની વાવ, રાણીવાવ અને ભમ્મરિયો કુવો આવેલો છે.

જોવાલાયક સ્થળો : ખેડાના જોવાલાયક સ્થળોમાં સાક્ષરનગરી એવું નડિયાદ, વસોના જૈન મંદિરો, ડાકોર, ગોમતી તળાવ, સત્યનારાયણનું મંદિર, લસુંદ્રા, ઉત્કંઠેશ્વર માહદેવ, ફાગવેલ, મહેમદાવાદનો ભમ્મરિયો કુવો, વડતાલ વગેરે ખૂબ જ જાણીતા સ્થળો છે.

ખનીજ : બોકસાઈટ, લાઇમ સ્ટોન, ગ્રેનાઈટ, લેટરાઈટ, બેન્ટોનાઈટ

ઉધોગો : ડેરી ઉધોગ, ઇલેક્ટ્રોનિક્સના વાયરો, કેબલો, બીડી, ખાંડ

(19) મહીસાગર જીલ્લો :-

મુખ્ય મથક : લુણાવાડા

મહીસાગર જિલ્લાની રચના : મહીસાગર જિલ્લાનું મથક લુણાવાડા છે.
મહીસાગર જિલ્લાની રચના 15 ઑગસ્ટ, 2013ના રોજ ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી કરવામાં આવી હતી.
મહીસાગર જિલ્લામાં કુલ 6 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૬, (૧) કડાણા, (૨) ખાનપુર, (૩) લુણાવાડા, (૪) સંતરામપુર, (૫) બાલાસિનોર, (૬) વીરપુર

વિસ્તાર : ૨૫૫૭ ચો.કિમી

વસ્તી : ૧,૧૯,૭૧૩(અંદાજીત)

ગામડાની સંખ્યા : ૭૧૫

જીલ્લાની સરહદ : દાહોદ, ગોધરા, ખેડા, અરવલ્લી

મહીસાગર જિલ્લાની વિશેષતા : 1.સમગ્ર વિશ્વમાં ડાયનાસોરના ઈંડા પ્રથમ વખત રૈયાલી (બાલાસિનોર) માંથી મળ્યા હતા.
2.મહી નદી પર કડાણા અને વણાકબોરી સિંચાઈ યોજનાઓ મહીસાગર જિલ્લામાં આવેલી છે.

આંતર રાજ્ય સરહદ : રાજસ્થાન

મુખ્ય નદીઓ : મહી, પાનમ

જોવાલાયક સ્થળો : કડાણા ડેમ, જુરાસિક પાર્ક – બાલાસિનોર, માનગઢ હીલ, વણાકબોરી ડેમ, ગાર્ડન પેલેસ – હોટલ હેરીટેઝ બાલાસિનોર,લુણાવાડા, ત્રિવેણી સંગમ, કાલકા માતાની ટેકરી, જવાહર ગાર્ડન, વીર્પુર.

મુખ્ય પાકો : મકાઈ, ડાંગર, ઘઉં, બાજરી, તુવેર, એરંડી

(20) મહીસાગર જીલ્લો :-

મુખ્ય મથક : લુણાવાડા

મહીસાગર જિલ્લાની રચના : મહીસાગર જિલ્લાનું મથક લુણાવાડા છે.
મહીસાગર જિલ્લાની રચના 15 ઑગસ્ટ, 2013ના રોજ ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી કરવામાં આવી હતી.
મહીસાગર જિલ્લામાં કુલ 6 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૬, (૧) કડાણા, (૨) ખાનપુર, (૩) લુણાવાડા, (૪) સંતરામપુર, (૫) બાલાસિનોર, (૬) વીરપુર

વિસ્તાર : ૨૫૫૭ ચો.કિમી

વસ્તી : ૧,૧૯,૭૧૩(અંદાજીત)

ગામડાની સંખ્યા : ૭૧૫

જીલ્લાની સરહદ : દાહોદ, ગોધરા, ખેડા, અરવલ્લી

મહીસાગર જિલ્લાની વિશેષતા : 1.સમગ્ર વિશ્વમાં ડાયનાસોરના ઈંડા પ્રથમ વખત રૈયાલી (બાલાસિનોર) માંથી મળ્યા હતા.
2.મહી નદી પર કડાણા અને વણાકબોરી સિંચાઈ યોજનાઓ મહીસાગર જિલ્લામાં આવેલી છે.

આંતર રાજ્ય સરહદ : રાજસ્થાન

મુખ્ય નદીઓ : મહી, પાનમ

જોવાલાયક સ્થળો : કડાણા ડેમ, જુરાસિક પાર્ક – બાલાસિનોર, માનગઢ હીલ, વણાકબોરી ડેમ, ગાર્ડન પેલેસ – હોટલ હેરીટેઝ બાલાસિનોર,લુણાવાડા, ત્રિવેણી સંગમ, કાલકા માતાની ટેકરી, જવાહર ગાર્ડન, વીર્પુર.

મુખ્ય પાકો : મકાઈ, ડાંગર, ઘઉં, બાજરી, તુવેર, એરંડી

(21) મોરબી જીલ્લો :-

મુખ્ય મથક : મોરબી

મોરબી જિલ્લાની રચના : મોરબી જિલ્લાની રચના 15 ઑગસ્ટ, 2013ના રોજ રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી.
→ મોરબી જિલ્લામાં કુલ 5 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૫, (૧) મોરબી, (૨) માળિયા, (૩) વાંકાનેર, (૪) ટંકારા, (૫) હળવદ,

વિસ્તાર : ૪૮૭૧ ચો.કિમી

વસ્તી : ૧,૮૭,૪૯૪

સરહદી જીલ્લા : કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર

ગામડાની સંખ્યા : ૩૩૭

મુખ્ય નદીઓ : મચ્છુ, બાંભણ, મહા, ડેમી

અભયારણ્ય : રામપરા અભયારણ્ય (તા. વાંકાનેર)

મોરબી જિલ્લાની વિશેષતા : 1.નવલખી બંદર મોરબી જિલ્લાનું એકમાત્ર બંદર છે.
2.મોરબી મેંગલોરી નળિયા અને ઘડિયાળ ઉદ્યોગ માટે જાણીતું છે.

મુખ્ય પાકો : મગફળી, જુવાર, બાજરી

મુખ્ય ઉધોગો : ઘડિયાળ ઉધોગ, પોટરી ઉધોગ, સેનેટરી ઉધોગ, વિલાયતી નળિયા, સિરામિક

મુખ્ય બંદર : નવલખી

જોવાલાયક સ્થળો : મણીમંદિર (મોરબી), વિન્ટોઝ કર સંગ્રહાલય (મોરબી), રામપરા વાઇલ્ડલાઈફ અભયારણ્ય, દરબારગઢ (મોરબી), અમારપેલેસ (વાંકાનેર),સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા, હળવદ, મચ્છુ

મુખ્ય ખનીજ : ચૂનો, રંગીન માટી, ચિનાઈ માટી

(22) નર્મદા જીલ્લો :-

મુખ્ય મથક : રાજપીપળા

નર્મદા જિલ્લાની રચના : નર્મદા જિલ્લાનું મથક રાજપીપળા છે.
→ નર્મદા જિલ્લાની રચના 2 ઑક્ટોબર, 1997 ના રોજ ભરૂચ જિલ્લામાંથી કરવામાં આવી હતી.
→ નર્મદા જિલ્લાના કુલ 5 તાલુકા છે.

તાલુકાની સંખ્યા : ૪, (૧) નાંદોદ (રાજપીપળા), (૨) તિલકવાડા, (૩) ડેડીયાપાડા, (૪) સાગબારા

વિસ્તાર : ૨૭૫૫ ચો.કિમી

વસ્તી : ૫,૯૦,૨૯૭

સાક્ષરતા : ૭૨.૩૧

લિંગ પ્રમાણ : ૯૬૧

શિશુ લિંગ પ્રમાણ : ૯૪૧

ગામડાની સંખ્યા : ૬૦૯

અભયારણ્ય : (1) સુરપાણેશ્વર અભયારણ્ય (તા. દેડિયાપાડા)
(2) ડુમખલ વન અભયારણ્ય

સરોવર : નર્મદા જિલ્લામાં નર્મદા, કરજણ અને સરદાર સરોવર વગેરે આવેલા છે.

નર્મદા જિલ્લાની વિશેષતા : 1.નર્મદા નદી રેવા કે મૈકલ કન્યા તરીકે પણ ઓળખાય છે.
2.સરદાર સરોવર યોજના નર્મદા જિલ્લામાં છે. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપવાની યોજના છે.

નદીઓ : કરઝણ, નર્મદા

મુખ્ય પાકો : જુવાર, ડાંગર, બાજરી, કપાસ, ઘઉં, મકાઈ

ઉધોગો : ઈમારતી લાકડાં, ફિલ્મ ઉધોગ, અકીક

પર્વતો : રાજપીપળાની ટેકરીઓ

જોવાલાયક સ્થળો : રાજપીપળાનો રાજમહેલ, સરદાર સરોવર, સુરપાણેશ્વર મંદિર, ડુમખલ વન્ય અભયારણ્ય,હરસિદ્ધિ માતાનું મંદિર, સાધુ બેટ, ગરુડેશ્વરમાં વિખ્યાત દત્તમંદિર

(23) નવસારી જીલ્લો :-

મુખ્ય મથક : નવસારી

નવસારી જિલ્લાની રચના : નવસારી જિલ્લાની રચના 2 ઑક્ટોબર, 1997ના રોજ વલસાડ જિલ્લામાંથી કરવામાં આવી છે.
→ નવસારી જિલ્લામાં કુલ 6 તાલુકા આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૬, (૧) નવસારી, (૨) જલાલપોર, (૩) ચીખલી, (૪) ગણદેવી, (૫) વાસંદા, (૬) ખેરગામ

વિસ્તાર : ૨૬૫૭ ચો.કિમી

વસ્તી : ૧૩,૨૯,૬૭૨

સાક્ષરતા : ૮૩.૮૮

લિંગ પ્રમાણ : ૯૬૧

શિશુ લિંગ પ્રમાણ : ૯૨૩

ગામડાની સંખ્યા : ૩૭૨

વસ્તી ગીચતા : ૫૯૨

અભયારણ્ય : વાંસદા નેશનલ પાર્ક, તા. વાંસદા

લોકમેળો : ઉભરાટમાં અનંત ચૌસશના દિવસે ચંદી પડવાનો મેળો ભરાય છે.

સંશોધનકેન્દ્ર : (1) લાઇવ સ્ટૉક રિસર્ચ સ્ટેશન
(2) ફ્રૂટ રિસર્ચ સ્ટેશન
(3) ઑફિસ ઑફ રિસર્ચ સાયન્ટિસ્ટ (સૉઇલ સાયન્સ)
(4) એન. એમ. કૉલેજ ઑફ એગ્રિકલ્ચર એન્ડ રિસર્ચ સ્ટેશન
(5) ઑઇલસીડ રિસર્ચ સ્ટેશન
(6) રીજનલ સ્યુગરકેન રિસર્ચ સ્ટેશન
(7) પલ્પ રિસર્ચ સ્ટેશન

નવસારી જિલ્લાની વિશેષતા : 1.નવસારીના ગણદેવીનો ગોળ જાણીતો છે.
2.નવસારી સૌથી વધુ શહેરી સાક્ષરતા ધરાવતો જિલ્લો છે.
3.ઐતિહાસિક સ્થળ દાંડી નવસારી જિલ્લામાં આવેલું છે.
4.નવસારી જિલ્લો સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવે છે.

નદીઓ : પૂર્ણા, અંબિકા, કાવેરી, ઓરંગા, ભૈરવી, મીંઢોળા

બંદરો : જલાલપોર, ઓંજલ, બીલીમોરા

ઉધોગો : રસાયણો, ખાંડ, ચર્મ ઉધોગ, કાગળ, સુતરાઉ કાપડ, વહાણ ઉધોગ, સ્ટેનલેસ સ્ટીલ, તેલની મિલ, હીરા ઉધોગ

મુખ્ય પાકો : ડાંગર, કપાસ, જુવાર, કેરી, શેરડી, કઠોળ

જોવાલાયક સ્થળો : પુસ્તકોની નગરી તરીકે જાણીતું નવસારી,  બીલીમોરા, મરોલી, વાંસદા, ગણદેવી, ઉનાઈ ગરમ પાણીના ઝરા,નવસારી, ઔતિહાસિક સ્થળ દાંડી, બીલીમોરાનું સોમનાથ મહાદેવનું મંદિર, ઉભરાટનો દરિયા કિનારો, ગાંધી સંગ્રહાલય

(24) પંચમહાલ જીલ્લો :-

મુખ્ય મથક : ગોધરા

પંચમહાલ જિલ્લાની રચના : પંચમહાલ જિલ્લાનું મથક ગોધરા છે.
→ પંચમહાલ જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લામાં કુલ 7 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૭, (૧) ગોધરા, (૨) શહેરા, (૩) મોરવા (હડફ), (૪) ઘોઘંબા, (૫) કાલોલ, (૬) હાલોલ, (૭) જાંબુઘોડા

વિસ્તાર : ૫૦૮૩ ચો.કિમી

વસ્તી : ૨૩,૯૦,૭૭૩

સાક્ષરતા : ૭૦.૯૯

લિંગ પ્રમાણ : ૯૪૯

શિશુ લિંગ પ્રમાણ : ૯૩૨

ગામડાની સંખ્યા : ૬૦૦

વસ્તી ગીચતા : ૪૫૭

પંચમહાલ જિલ્લાની વિશેષતા : 1.પાવાગઢ પર્વત પર 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ મહાકાલી માતાનું મંદિર છે.
2.ચાંપાનેરને ઈ. સ. 2004માં યુનેસ્કો દ્વારા  વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે.

નદીઓ : મહી, મેસારી, પાનમ, વેરી, ગોમા, ભાદર, કણ, સુકલા, સુખી

અભયારણ્ય : જાંબુઘોડા રીંછ અભયારણ્ય (તા. જાંબુઘોડા)

લોકમેળા : ચૈત્ર માસની સુદ આઠમે પાવાગઢમાં મેળો ભરાય છે.

સંશોધનકેન્દ્ર : (1) એગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન, ગોધરા
(2) નેશનલ રિસર્ચ સેન્ટર ફૉર ઓનિયન એન્ડ ગાર્લિક,ગોધરા
(3) મેઇન મેઝ રિસર્ચ સ્ટેશન, ગોધરા

તળાવ : પંચમહાલ જિલ્લામાં દૂધિયા, છાસિયા, તેલિયા તળાવ આવેલા છે.

પર્વતો : પાવાગઢ

જોવાલાયક સ્થળો : પાવાગઢનું મહાકાળી મંદિર, વિશ્વવરસોમાં સ્થાન પામેલ ચાંપાનેર, ટુવાના ગરમ પાણીના કુંડ, હાલોલનો ફિલ્મી સ્ટુડિયો

ખનીજ : સિલિકા, ગ્રેનાઈટ, ગ્રેવલ, બ્લેક ટ્રેપ, લાઇમ સ્ટોન

મુખ્ય પાકો : મકાઈ, બાજરી, ડાંગર, તુવેર, જવ, કોદરા, ડુંગળી, તમાકુ

ઉધોગો : ટર્બાઈન, હળવા વાહનો – ઓટોમોબાઈલ, ફિલ્મ ઉધોગ

(25) પાટણ જીલ્લો :-

મુખ્ય મથક : પાટણ

પાટણ જિલ્લાની રચના : પાટણ જિલ્લાની રચના ઈ.સ. 2000માં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવી છે.
→ પાટણ જિલ્લામાં કુલ 9 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૯, (૧) પાટણ, (૨) સાંતલપુર, (૩) રાધનપુર, (૪) સમી, (૫) ચાણસ્મા, (૬) હારીજ, (૭) સિદ્ધપુર, (૮) શંખેશ્વર, (૯) સરસ્વતી

વિસ્તાર : ૫૭૪૨ ચો.કિમી

વસ્તી : ૧૩,૪૩,૭૩૪

સાક્ષરતા : ૭૨.૩૦

લિંગ પ્રમાણ : ૯૩૫

શિશુ લિંગ પ્રમાણ : ૮૯૦

ગામડાની સંખ્યા : ૫૧૭

વસ્તી ગીચતા : ૨૩૨

પાટણ જિલ્લાની વિશેષતા : 1.ગુજરાતનો સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ મેથાણમાં સ્થપાયો.
2.મેથાણમાં સૌર ઊર્જા પ્લાન્ટ નખાતાં મેથાણ સૌર ઊર્જાથી રાત્રી પ્રકાશ મેળવતું ભારતનું પ્રથમ ગામ બન્યું.
3.બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર કહેવાય છે.
4.ગુજરાતનો સૌથી મોટો અને સૌપ્રથમ સોલાર પાર્ક સૂર્યતીર્થ ચારણકા ગામમાં છે.

લોકમેળા : (1) મહા સુદ આઠમના દિવસે વરાણામાં ખોડીયાર માતાના મંદિરે મેળો ભરાય છે.
(2) પાટણમાં સરસ્વતી નદીના કિનારે કારતક માસની પૂર્ણિમાએ કાત્યોકનો મેળો ભરાય છે. તેમાં ઊટની લેવડ-દેવડ થાય છે.

નદીઓ : બનાસ, સરસ્વતી, રૂપેણ, પુષ્પાવતી

જોવાલાયક સ્થળો : ઔતિહાસિક શહેર પાટણ, પાટણની રાણકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ, પાટણના જૈન મંદિરો, સિદ્ધપુરનો રુદ્રમાળ, ખોડીયાર મંદિર – વારાણા, શંખેશ્વરનું જૈન દેરાસર

મુખ્ય પાકો : બાજરી, જુવાર, ઘઉં, બટાટા, જીરૂ, વરિયાળી, ઇસબગુલ, એરંડા, તલ

(26) પોરબંદર જીલ્લો :-

મુખ્ય મથક : પોરબંદર

પોરબંદર જિલ્લાની રચના : પોરબંદર જિલ્લાની રચના 2 ઑક્ટોબર, 1997ના રોજ જૂનાગઢ જિલ્લામાંથી કરવામા આવી હતી.
→ પોરબંદર જિલ્લામાં કુલ 3 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૩, (૧) પોરબંદર, (૨) રાણાવાવ, (૩) કુતિયાણા

વિસ્તાર : ૨૨૭૧ ચો.કિમી

વસ્તી : ૫,૮૫,૪૪૯

સાક્ષરતા : ૭૫.૭૮

લિંગ પ્રમાણ : ૯૫૦

શિશુ લિંગ પ્રમાણ : ૯૦૩

ગામડાની સંખ્યા : ૧૮૨

વસ્તી ગીચતા : ૨૫૩

નદીઓ : ઓઝત, સુખભાદર, મીનસર, વર્તુ

પર્વતો : બરડો

જોવાલાયક સ્થળો : કીર્તિ મંદિર,માધવપુર, રાણાવાવ, બરડો ડુંગર, વિસાવાડા,ભારતમાતા મંદિર, સુદામા મંદિર, હર્ષદ માતાનું મંદિર, માધવપુર, પ્લેનેટેરીયમ

સંગ્રહાલય : ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ

અભયારણ્ય : (1) પોરબંદર પક્ષી અભયારણ્ય
(2) બરડા અભયારણ્ય, તા. રાણાવાવ

પોરબંદર જિલ્લાની વિશેષતા : 1.સુદામા મંદિરના કારણે પોરબંદર સુદામા નગરી તરીકે પણ ઓળખાય છે.
2.ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો.
3.મોછા ગામ બાયોવિલેજ તરીકે જાણીતું છે.
4.પોરબંદર જિલ્લાના નવીબંદરથી જૂનાગઢ જિલ્લાના માણાવદર સુધીનો પ્રદેશ ઘેડ તરીકે ઓળખાય છે. ઘેડનો મોટો ભાગ પોરબંદર જિલ્લામાં છે.

બંદરો : પોરબંદર, નવી બંદર

ખનીજ : ચૂનાનો પથ્થર, બોકસાઈટ

ઉધોગો : સુતરાઉ કાપડ, સિમેન્ટ, વીજળી, મત્સ્ય, દવાઓ, રસાયણો, વનસ્પતિ ઘી, મીઠું

હવાઈ મથક : પોરબંદર

મુખ્ય પાકો : કપાસ, શેરડી, ફળો, ડુંગળી, બાજરી, જુવાર, કઠોળ

(27) રાજકોટ જીલ્લો :-

મુખ્ય મથક : રાજકોટ

રાજકોટ જિલ્લાની રચના : રાજકોટ જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
→ રાજકોટ જિલ્લામાં કુલ 11 તાલુકાઓ આવેલા છે

તાલુકાની સંખ્યા : ૧૧, (૧) રાજકોટ, (૨) વિછીયા, (૩) પડધરી, (૪) લોધિકા, (૫) કોટડા (સાંગાણી), (૬) જસદણ, (૭) ગોંડલ, (૮) જામકંડોરણા, (૯) ઉપલેટા, (૧૦) જેતપુર, (૧૧) ધોરાજી

વિસ્તાર : ૧૧,૦૪૩ ચો.કિમી

વસ્તી : ૩૮,૦૪,૫૫૮

સાક્ષરતા : ૮૦.૯૬

લિંગ પ્રમાણ : ૯૨૭

શિશુ લિંગ પ્રમાણ : ૮૬૨

ગામડાની સંખ્યા : ૫૭૬

વસ્તી ગીચતા : ૩૪૦

સંશોધનકેન્દ્ર : પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ સેન્ટર

સંગ્રહાલય : (1) ઢીંગલી મ્યુઝિયમ
(2) વૉટસન મ્યુઝિયમ

અભયારણ્ય : હીંગોલગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય (તા. જસદણ)

રાજકોટ જિલ્લાની વિશેષતા : 1.ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ હેમુ ગઢવી નાટ્યગૃહ રાજકોટમાં છે. 
2.રાજકોટ સૌરાષ્ટ્રની શાન તરીકે જાણીતું છે.
3.રાજકોટ ડીઝલ એન્જિન બનાવવાનું ભારતનું અગત્યનું કેન્દ્ર છે.
4.રાજકોટ ભારતમાં તેના ચાંદીકામ માટે જાણીતું છે.

નદીઓ : આજી, ભાદર, ગોંડલી, ફોફળ, મોજ, વેણુ, ઘેલો નદી, મચ્છુ, ઉતાવળી, સતુદડ, ડોંડી,

પર્વતો : ઓસમ, લોધીકાનો ડુંગર

ઉધોગો : વનસ્પતિ ઘી, કાપડની મિલ, સાબુ, યંત્ર ઉધોગ, ઔષધી અને ઘડિયાળ, રસાયણો, ખાંડ, ગોળ, ઝરીકામ, રંગીન માટીકામ, ઘડિયાળ, સિરામિક, ડીઝલ એન્જિન, સાડી - બાંધણી

ખનીજ : ચૂનો, કોલસો, સિલિકા

હવાઈ મથક : રાજકોટ

મુખ્ય પાકો : બાજરી, ડાંગર, મગફળી, કપાસ,શેરડી, જુવાર,ઘઉં, ડુંગળી

જોવાલાયક સ્થળો : વોટ્સન મ્યુઝીયમ, લાલપરી તળાવ, આજીડેમ, વીરપુરનું જલારામ મંદિર, ગોંડલના નવલખા દરબાર ગઢ, નવા રણુજા, ઘેલા સોમનાથનું મંદિર, ગોંડલની ભુવનેશ્વરી શક્તિપીઠ,ગોંડલનું સ્વામિનારાયણનું મંદિર, જેતપુર, રણુજા, ઘેલા સોમનાથ, બિલેશ્વર

(28) સાબરકાંઠા જીલ્લો :-

મુખ્ય મથક : હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાની રચના : સાબરકાંઠા જિલ્લાનું મથક હિંમતનગર છે.
→ સાબરકાંઠા જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
→ સાબરકાંઠા જિલ્લામાં કુલ 8 તાલુકા આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૮, (૧) હિમતનગર, (૨) ખેડબ્રહ્મા, (૩) વડાલી, (૪) ઇડર, (૫) વિજયનગર, (૬) પ્રાંતિજ, (૭) પોશીના, (૮) તલોદ

વિસ્તાર : ૭૨૫૯ ચો.કિમી

વસ્તી : ૨૪,૨૮,૫૮૯

સાક્ષરતા : ૭૫.૭૯

શહેરી શાક્ષરતા : ૮૫.૨૪

ગ્રામીણ શાક્ષરતા : ૭૫.૦૪

લિંગ પ્રમાણ : ૯૫૨

વસ્તી ગીચતા : ૩૨૮

શિશુ લિંગ પ્રમાણ : ૯૦૩

શહેરી શિશુ લિંગ પ્રમાણ : ૮૫૩

ગ્રામીણ શિશુ લિંગ પ્રમાણ : ૯૦૫

ગામડાની સંખ્યા : ૬૮૨

સાબરકાંઠા જિલ્લાની વિશેષતા : 1.આકોતરા(તા. હિંમતનગર) માં ભારતની સર્વપ્રથમ એનિમલ હૉસ્ટેલ આવેલી છે.
2.ચિનાઈ માટીનું એશિયા ખંડનું સૌથી મોટું ક્ષેત્ર અરસોદિયા (તા. ઈડર) સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે.

લોકમેળા : (1) મુધૃણેશ્વર મહાદેવનો મેળો, જાદર (તા. ઈડર)
(2) ચિત્ર-વિચિત્રનો મેળો, ગુણભાખરી (તા. પોશીના)

નદીઓ : સાબરમતી, હરણાવ, હાથમતી, ખારી, મેશ્વો

પર્વતો : ઇડરનો ડુંગર

જોવાલાયક સ્થળો : હિમતનગરનો રાજમહેલ અને કાજીવાવ, ઈડરિયો ગઢ, ખેડબ્રહ્માનું બ્રહ્માજી મંદિર તેમજ અંબાજી મંદિર, સપ્તેશ્વર, વિરેશ્વર, સરાણેશ્વર,પ્રાંતિજ,બોલુન્દ્રા કાળભૈરવનું મંદિર,

મુખ્ય પાકો : બાજરી, ઘઉં, બટાટા, કપાસ, તલ, જુવાર, મકાઈ, વરીયાળી, એરંડા, ફુલાવર, કોબીજ

મુખ્ય ઉધોગો : ડેરી ઉધોગ, કવોરી ઉધોગ, ખરાદી ઉધોગ

(29) સુરત જીલ્લો :-

મુખ્ય મથક : સુરત

સુરત જિલ્લાની રચના : સુરત જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
→ સુરત જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) સુરત, (૨) ચોર્યાસી, (૩) ઓલપાડ, (૪) કામરેજ, (૫) માંગરોળ, (૬) માંડવી, (૭) ઉમરપાડ, (૮) બારડોલી, (૯) મહુવા, (૧૦) પલસાણા

વિસ્તાર : ૪૧૧૨ ચો.કિમી

વસ્તી : ૬૦,૮૧,૩૨૨

સાક્ષરતા : ૮૫.૫૩

લિંગ પ્રમાણ : ૭૮૭

વસ્તી ગીચતા : ૧૩૩૭

શિશુ લિંગ પ્રમાણ : ૮૩૫

ગામડા : ૭૧૩

નદીઓ : તાપી, કીમ, મીંઢોલી

સંશોધનકેન્દ્ર : (1) મેઇન કૉટન રિસર્ચ સ્ટેશન
(2) સોરધમ રિસર્ચ સ્ટેશન
(3) સેન્ટ્રલ કેટલ બ્રીડિંગ ફાર્મ
(4) મેન મેઇડ ટેક્સ્ટાઇલ રિસર્ચ એસોસિએશન
(5) વ્હીટ રિસર્ચ સ્ટેશન (ઘઉં સંશોધનકેન્દ્ર), બારડોલી
(6) સ્ટેમ સેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

સંગ્રહાલય : સરદાર સંગ્રહાલય (વિન્ચેસ્ટર મ્યુઝિયમ)

સુરત જિલ્લાની વિશેષતા : 1.સુરતની તાપી નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે.
2.સુરત સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે.
3.સુરત સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતો જિલ્લો છે.
4.સુરત સોનાની મુરત, સૂર્યનગરી, મક્કા બારી, બાબુલ મક્કા, અને ડાયમંડ સિટી તરીકે જાણીતું છે.

ઉધોગો : સુતરાઉ કાપડ, હીરા ઉધોગ, જરીકામ, આર્ટ સિલ્ક, ખાંડ, કાગળ, સિમેન્ટ પાઈપ, મીઠું, મત્સ્ય, પાવરલુમ, રેયોન, રસાયણિક ખાતર

ખનીજ : ચૂનો, કુદરતી વાયુ અને તેલ, લિગ્નાઇટ, લાઇમ સ્ટોન, બ્લેક ટ્રેપ

મુખ્ય પાકો : ઘઉં, જુવાર, શેરડી, તુવેર, કપાસ, ડાંગર, કઠોળ, કેરી અને અન્ય ફળો

જોવાલાયક સ્થળો : સુરતમાં મુગલ સરાઈ, ચિંતામણી પશ્વાનાથનું દેરાસર અને નહેરુ બાગ તેમજ ડુમસનો દરિયા કિનારો, બારડોલી, કાકરાપાર બંધ, કામરેજ, હજીરા વિહારધામ

બંદરો : હજીરા, મગદલ્લા

(30) સુરેન્દ્રનગર જીલ્લો :-

મુખ્ય મથક : સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાની રચના : સુરેન્દ્રનગર જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
→ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 10 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૧૦, (૧) વઢવાણ, (૨) લીંબડી, (૩) સાયલા, (૪) ચોટીલા, (૫) મુળી, (૬) થાનગઢ, (૭) ધાંગધ્રા, (૮) દસાડા, (૯) લખતર, (૧૦) ચુડા

વિસ્તાર : ૯૨૭૧ ચો.કિમી

વસ્તી : ૧૭,૫૬,૨૬૮

સાક્ષરતા : ૭૨.૧૩

લિંગ પ્રમાણ : ૯૩૦

વસ્તી ગીચતા : ૧૬૮

શિશુ લિંગ પ્રમાણ : ૮૯૬

ગામડાની સંખ્યા : ૫૮૭

નદીઓ : ગોદરા, ફલકુ, ભોગાવો (વઢવાણ), ભોગાવો (લીંબડી), ઉમઈ

પર્વતો : ચોટીલા, થાંગા, માંડવ

લોકમેળા : (1) ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠનો તરણેતરનો મેળો, તરણેતર
(2) અષાઢી બીજનો દૂધરેજનો મેળો, દૂધરેજ

અભયારણ્ય : (1) નળ સરોવર પક્ષી અભયારણ્ય, તા. લખતર
(2) ઘુડખર અભયારણ્ય, તા. ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર જિલ્લાની વિશેષતા : 1.સુરેન્દ્રનગરના તરણેતરમાં ગુજરાતનો સૌથી મોટો લોકમેળો ભરાય છે.
2.સુરેન્દ્રનગરના વઢવાણનાં મરચા વખણાય છે.
3.ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે.
4.નળ સરોવર અને કચ્છના નાના રણ વચ્ચેનો સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર ઝાલાવાડ તરીકે ઓળખાય છે.

મુખ્ય પાકો : કપાસ, બાજરી, ઘઉં, જુવાર, ઇસબગુલ, જીરૂ

જોવાલાયક સ્થળો : ચોટીલાનું ચામુંડા માતાનું મંદિર, ત્રીનેત્રેશ્વર મંદિર, થાનગઢ, વઢવાણ રાણકદેવી મંદિર, દૂધરેજ મંદિર, સાયલા, ઘુડખર અભયારણ્ય,વઢવાણ, વાઘેશ્વરી માતાનું મંદિર

ખનીજ : ફાયર કલે, સિલિકા સેન્ડ, બ્લેક સ્ટોન, સેન્ડ સ્ટોન, ચૂનાનો પથ્થર

ઉધોગો : સિરામિક, ચિનાઈ માટીના વાસણો, મશીનરી

(31) તાપી જીલ્લો :-

તાપી જિલ્લાની રચના : તાપી જિલ્લાનું મથક વ્યારા છે.
તાપી જિલ્લાની રચના 2 ઑક્ટોબર, 2007ના રોજ સુરત જિલ્લામાંથી કરવામાં આવી હતી.
તાપી જિલ્લામાં કુલ 5 તાલુકાઓ આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૭, (૧) વ્યારા, (૨) સોનગઢ, (૩) ઉરછલ, (૪) નિઝર, (૫) વાલોડ, (૬) દોલવણ, (૭) કુકારમુડા

વિસ્તાર : ૩૪૪૫ ચો.કિમી

વસ્તી : ૮,૦૭,૦૨૨

સાક્ષરતા : ૬૮.૨૬

લિંગ પ્રમાણ : ૧૦૦૭

વસ્તી ગીચતા : ૨૫૭

શિશુ લિંગ પ્રમાણ : ૯૫૩

ગામડાની સંખ્યા : ૪૮૮

ગ્રામીણ લિંગ પ્રમાણ : ૧૦૦૯

શહેરી લિંગ પ્રમાણ : ૯૫૭

લોકનૃત્યો : તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓનું હાલી નૃત્ય જાણીતું છે.

તાપી જિલ્લાની વિશેષતા : 1.તાપી નદી પર ઉકાઈ પાસે બંધ આવેલો છે.
2.હરણફાળ નામના સ્થળેથી તાપી નદી ગુજરાતમાં પ્રવેશે છે.

નદીઓ : તાપી, પૂર્ણા

ડુંગર : સોનગઢનો ડુંગર

મુખ્ય પાકો : જુવાર, શેરડી, કઠોળ, કેરી અને અન્ય ફળો

ઉધોગો : કાગળ, ખાંડ, ઈમારતી લાકડું

જોવાલાયક સ્થળો : તાપી જિલ્લાના જોવાલાયક સ્થળોમાં કાગળ અને પૂંઠા બનાવવાની સેન્ટ્રલ પલ્પ મિલ, જુગતરામ દવેનો વેડછી આશ્રમ, જયપ્રકાશ પ્રેરિત સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય આવેલા છે.

(32) વલસાડ જીલ્લો :-

મુખ્ય મથક : વલસાડ

વલસાડ જિલ્લાની રચના : વલસાડ જિલ્લાની રચના ઈ. સ. 1966માં સુરત જિલ્લામાંથી કરવામાં આવી છે.
→ વલસાડ જિલ્લામાં કુલ 6 તાલુકા આવેલા છે.

તાલુકાની સંખ્યા : ૬, (૧) વલસાડ, (૨) પારડી, (૩) ધરમપુર, (૪) ઉમરગામ, (૫) કપરાડા, (૬) વાપી

વિસ્તાર : ૨૯૪૭ ચો.કિમી

વસ્તી : ૧૭,૦૫,૬૭૮

ગામડાની સંખ્યા : ૪૩૪

લિંગ પ્રમાણ : ૯૨૨

વસ્તી ગીચતા : ૫૬૭

શિશુ લિંગ પ્રમાણ : ૯૨૫

નદીઓ : દમણ ગંગા, માન, કોલક, ઓરંગા, પાર

ઉધોગો : સિમેન્ટ, ચર્મ ઉધોગ, કાગળ, રસાયણો, સુતરાઉ કાપડ, સ્ટેનલેસ, ખાંડ, સ્ટીલ, તેલની મિલ, નાના ઈજનેરી ઉધોગો, ઈમારતી લાકડા, ફાર્માસ્યુટિકલ

સંગ્રહાલય : લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર

વલસાડ જિલ્લાની વિશેષતા : 1.વલસાડનું વાપી ઔદ્યોગિક નગરી છે.
2.પારસીઓનું પવિત્ર સ્થળ ઉદવાડા વલસાડ જિલ્લામાં આવેલું છે.

બંદરો : ઉમરગામ, વલસાડ, કોલક, મરોલી, ઉમરસાડી

મુખ્ય પાકો : ડાંગર, જુવાર, શેરડી, કેરી, ચીકુ, કઠોળ

પર્વતો : વિલ્સન, સહ્યાદ્રી પર્વતમાળા

જોવાલાયક સ્થળો : તિથલનો દરિયા કિનારો, વલસાડનું સાઈબાબા મંદિર, ઉદવાડાની પારસી અગિયારી, ધરમપુરનું લેડી વિલ્સન સંગ્રહાલય, ઉમરગામનો વૃંદાવન સ્ટુડીયો