Tuesday 21 August 2018

પોઇચા

🙏To be different 👉 Unstoppable🙏

💞 પોઇચા 💞



પોઇચા સ્વામીનારાયણ મંદિર નું એક અલગ જ મહત્વ છે . આ મંદિર નર્મદા નદીને કિનારે આવેલું છે.. મંદિરની નજીકમાં જ બીજા અનેક પર્યટન સ્થળો આવેલા છે…






જે ભરૂચ થી ૮૦ કિલોમીટર અને વડોદરાથી 60 કિલોમીટરના અંતરે આવેલુ છે. ખૂબ જ વિશાળ એરિયામાં બનાવેલો સ્વામિનારાયણ મંદિર , સાંજનો સમય હોય એકદમ ઠંડો પવન હોય.. ભગવાનના આશીર્વાદની સાથે એકદમ સુંદર પ્રાકૃતિક વાતાવરણ પણ બને છે..



નદી અને મંદિર ખૂબ જ સારી રીતે ડેકોરેટ કરવામાં આવે છે અને મેઈન્ટેન કરવામાં આવે છે સંસ્થા દ્વારા..



મંદિરના પગથીયા ચડતા ની સાથે જ ભગવાન સ્વામિનારાયણ હનુમાનજી અને ગોપાલકૃષ્ણના દર્શન થાય છે..



પગથિયા ઉતરતાની સાથે જ વચ્ચેના ભાગમાં ખૂબ જ સરસ રીતે પાણીથી ભરેલો ફુવારો દેખાશે…
જો તમે ત્યાં ગયા છો તો ચોક્કસ પણે સાંજના સમયની આરતી માં હાજર રહેવું જ જોઈએ… પ્રવેશની સાથે જ બહુ બધા સ્કલ્પચર અને મુર્તિઓનું આકર્ષણ છે..



મંદિરના સામેના ભાગમાં અલગ-અલગ પ્રકારના સ્કલ્પ્ચર રાખવામાં આવ્યા છે.. એન્ટ્રી ફી સાથે તમે મહાભારત રામાયણ અને વિવિધ ધર્મોની સ્ટોરી સ્કલ્પચર અને મૂર્તિ થી ખુબ જ સારી રીતે કહેવામાં આવે છે .સાયન્સ એક્ઝિબિશન હોરલ મિરર 3d વગેરે તેના આકર્ષણ છે.


મંદિરની બહારના એરિયામાં ફૂડકોર્ટ પણ છે.. જ્યા તમે ધરાઇને ખાઇ શકો છો..