Friday 24 May 2019

જમાનો આજે કેવો બદલાયો?

*🙏To be different 👉 Unstoppable🙏*

🌹🌹 જમાનો આજે કેવો બદલાયો? 🌹🌹

(આજે શહેરોવાળાને ગામડાનો મોહ છે અને ગામડાવાળાને શહેરનો મોહ છે એને ઉદ્દેશીને મારી આ રચના...)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જમાનો આજે કેવો બદલાયો ?
ચારેકોર પરિવર્તનનો આજ પવન ફૂંકાયો 
           જમાનો આજે કેવો બદલાયો?

ગામનાં લોકો ફ્રિઝનાં ગોતે છે  પાણીનાં બાટલા 
શહેરનાં લોકો માટીનાં ગોતે છે  પાણીનાં માટલાં
ગામ અને શહેરમાં માણસ આજ કેવો વહેંચાયો ?
         જમાનો આજે કેવો બદલાયો  ?

ગામનાં લોકો ખાવા ગોતે છે મોટી મોટી હોટેલો
શહેરોનાં લોકો ખાવા ગોતે ખુલ્લાં ખુલ્લાં ખેતરો
ગામને શહેરનાં લોકોનાં હૈયાનો ઊડી ગ્યો છાંયો
        જમાનો આજે કેવો બદલાયો?

ગામડાવાળા ગોતે છે શહેરોની વહુઓ ગોરી 
શહેરોવાળા ગોતે છે ગામડાની વહુઓ ભોળી
માણસ આજ શહેર અને ગામડાંમાં ગૂંચવાયો 
         જમાનો આજે કેવો બદલાયો ?

શહેરનાં લોકોને ખાવો છે હવે બાજરીનો રોટલો
ગામનાં લોકો પીઝા,બર્ગર ખાવા ગોતે છે હોટલો
શે'રવાળો ગામમાં ને ગામવાળો શે'રમા અટવાયો
        જમાનો આજે કેવો બદલાયો?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
                    *લિ.*
👉 *દિવ્યેશ સર રાણા...✍*

આજનો પતિદેવ.....

*🙏To be different 👉 Unstoppable🙏*


😀😀આજનો પતિદેવ.....😀😀
           
(રાગ-આજનો ચાંદલિયો)

(આ ગીત રચના ફકત હાસ્ય માટે છે હુ લોકોને હસાવવા આવી હાસ્ય રચના,મિમિક્રી કરું છું.કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં.ફકત હસો......અને દિલમાં વસો.....)
😀😀😀😀😀😀😀😀😀😀

હે....આજનો પતિદેવ મને લાગે બહુ બિચારો
કહીદો આ વાંઢાઓને કે લગ્નના ના કરે વિચારો

હે.પરણવાનાં.... એને લીધા તા ઉપાડા
પરણીને પત્નીએ કાઢી નાખ્યાં ધૂમાડા

હવે પસ્તાવાનો ભઈલા કોઈ નથી રહ્યો આરો
કહીદો આ વાંઢાઓને કે લગ્નનાં ના કરે વિચારો
આજનો...........

પરણ્યા પહેલાં..... . સિંહ બની ફરતા
પરણીને ભઈલા.......પત્નીથી ડરતો

જોવો આ પરણીને થઈ ગયો ઊંટ બકરાનો ચારો
કહીદો આ વાંઢાઓને કે લગ્નનાં ના કરે વિચારો
આજનો...........

પતિદેવનું........લાગી ગયું લેબલ
પત્નીનું બની ગયો મુંગુ એ ટેબલ

પરણીને ભઈલાને હવે થાય છે બહું મુંઝારો
કહીદો આ વાંઢાઓને કે લગ્નનાં ના કરે વિચારો
આજનો........

મા-બાપને પત્નીમાં પતિરે ભરાણો
લગન કરી ભઈલો પાંજરે પુરાણો

*દિવ્યેશ* ની આ વાતથી તમે ભાઈ ખોટુ  ના વિચારો
કહીદો આ વાંઢાઓને કે લગ્નનાં ના કરે વિચારો
આજનો....
😀😀😀😀😀😀😀😀😀😀
                   *લિ.*
👉 *દિવ્યેશ સર રાણા...*✍

ભલે આવ્યાં હોય ઓછા ટકા

🙏 *To be different 👉 Unstoppable* 🙏

🌹ભલે આવ્યાં હોય ઓછા ટકા🌹

(ધો-10માં ઓછુ રિઝલ્ટ આવે ત્યારે બાળકો ઉદાસ થાય.આ ઉદાસી ખામોશી ભૂલી જઈને ફરી મહેનત કરી સફળ બનીએ તેવી મારી આ અછાંદશ રચના)

મનમાંથી ચિંતાનાં વાદળો કાઢી નાખ બકા
ભલે આવ્યાં હોય ત્યારે 10 માં ઓછાં ટકા
મનમાંથી ચિંતાનાં વાદળો કાઢી નાખ બકા

નાસીપાસ કે માયુસીને મનમાંથી કાઢી નાખ
મમ્મી પપ્પાનાં સપનાંઓને થવા ના દેતો રાખ
ફરી મહેનત કરીને તુ તારા ચોમેર વગાડ ડંકા
ભલે આવ્યાં હોય ત્યારે 10 માં ઓછાં ટકા

ઓછા ગુણને જિંદગી સાથે ના સરખાવીશ
ખોટુ પગલુ ભરતા મા બાપમાં જોજે તુ ઈશ
દુઃખી થવાથી હવે શુ?તુજ બનાવ તારી લંકા
ભલે આવ્યાં હોય ત્યારે 10 માં ઓછાં ટકા

જીવનમાં લાખો રસ્તાઓ છે થવુ હોય સફળ
યા હોમ કરીને કૂદી પડ ઈશ્વર આપશે તને ફળ
પોતાની જાત પર તુ ના કરીશ જરાય શંકા
ભલે આવ્યાં હોય ત્યારે 10 માં ઓછાં ટકા

જીવનમાં ભણતર કરતા જરૂરી સાચું ગણતર
તુ તારોજ ઘડવૈયો બની તારુ કરજે ચણતર
આ જગમાં ઓછુ ભણેલા બની ગયા છે એકા
ભલે આવ્યાં હોય ત્યારે 10 માં ઓછાં ટકા

દસમુ વસમું હતુ એમ માનીને તુ એણે જા ભૂલી
લોકો મને શું કહેશે ? એણે માર બકા તુ ગોલી
ફરી કરી મહેનત ઉતારી દેજે તું બધાનાં ફાંકા
ભલેને આવ્યાં હોય ત્યારે 10 માં ઓછાં ટકા

તારો ઉતરી ગયેલો ચહેરો ઘરમાં બધાને દેશે દુઃખ
આડુ અવળું પગલુ ભરી માની ના લજવતો કૂખ
મા-બાપ તમે ફરી ફરી બેટાને ના ઘૂંટાવતા કક્કા
ભલેને આવ્યાં હોય ત્યારે 10 માં ઓછાં  ટકા
             *લિ.*
👉 *દિવ્યેશ સર રાણા...*✍