Monday 20 August 2018

ક્યારે ચમકશે કિસ્મત…???

🙏To be different 👉 Unstoppable🙏

 ક્યારે ચમકશે કિસ્મત…???



દરેક વ્યક્તિ ને સારા સપના જોવા અને સફળતા મળે એ માટે સતત કાર્યશીલ રેહવું જોઈએ. માણસ બધા કરતા સુખી હોય, તેની પાસે બધી સુખ સુવિધાઓ હોય તેવું ઈચ્છે છે અને તેના માટે તે મેહનત પણ કરે છે. ઘણી વાર મેહનત ના લીધે તે પોતાની મંજિલ સુધી પોહચી જાય છે પણ આવું બધા સાથે નથી બનતું ક્યારેક ભાગ્ય સાથ નો આપતો હોય તો લેવા ના દેવા થઇ જાય છે.
આનાથી એવું સાબિત નથી થતું કે મેહનત ના કરી સાવ ભાગ્ય ની જ રાહ જોવી જોઈએ પરંતુ મેહનત કઈ રીતે અને કઈ જગ્યાએ કરવાથી સફળતા મળે એ મહત્વનું છે. 




 વ્યક્તિ ના જન્મ તારીખ ઉપર થી નક્કી થાય છે તેનું ભવિષ્ય.



જન્મ તારીખ થી બને છે મૂળાંક.અને તેના થી નક્કી થાય કે માણસ ને કઈ દિશા માં આગળ વધવું જોઈએ કે જેથી તેને પોતાની કારકિર્દી ને કામયાબ બનાવી સફળતા ના ઉચ્ચ શિખરો સર કરી શકે.
આ મૂળાંક અને શું છે તેના ફાયદાઓ. મૂળાંક માટે જન્મ તિથી નો સરવાળો કરવાનો થાય છે.

મુળાંક ૧



અંક ૧ મુજબ કોઈ પણ મહિના ની ૧,૧૦,૧૯ અને ૨૮ તારીખે જન્મેલ વ્યક્તિ નો મૂળાંક ૧ થાય છે. તેમના પર સૂર્ય ગ્રહ ની કૃપાદૃષ્ટિ વધારે હોય છે અને આ વ્યક્તિઓ માટે સૂર્ય પૂજા મહત્વ ની માનવામાં આવે છે, જેનાથી તેમને સફળતા મળે છે. આ વ્યક્તિઓ ને સફળતા વહીવટી તંત્ર, ડોક્ટર તેમજ નેતા જેવી કારકિર્દી માં વધારે મળે છે. તેમને ૨૨ મા વરસે સફળતા મળે છે.

મુળાંક ૨



અંક ૨ મુજબ કોઈ પણ મહિના ની ૨,૧૧,૨૦ અને ૨૯ તારીખે જન્મેલ વ્યક્તિ નો મૂળાંક ૨ થાય છે. તેમના પર ચંદ્ર ગ્રહ ની કૃપાદૃષ્ટિ વધારે હોય છે અને આ વ્યક્તિઓ માટે ભગવાન ભોળાનાથ ની ઉપાસના કરવી મહત્વ ની માનવામાં આવે છે, જેનાથી તેમને સફળતા મળે છે. આ વ્યક્તિઓ ને સફળતા માટે કલા, ખાન-પાન તેમજ શિક્ષણ ક્ષેત્ર જેવી કારકિર્દી માં આગળ વધવું જોઈએ. તેમને ૨૪ મા વરસે સફળતા મળે છે.

મુળાંક ૩



અંક 3 મુજબ કોઈ પણ મહિના ની ૩,૧૨,૨૧ અને ૩૦ તારીખે જન્મેલ વ્યક્તિ નો મૂળાંક ૩ થાય છે. તેમના પર બૃહસ્પતિ ગ્રહ ની કૃપાદૃષ્ટિ વધારે હોય છે અને આ વ્યક્તિઓ માટે શ્રી હરિ ની આરાધના કરવી મહત્વ ની માનવામાં આવે છે, જેનાથી તેમને સફળતા મળે છે. આ વ્યક્તિઓ ને સફળતા માટે ધર્મ, કાનૂની તેમજ શિક્ષણ ક્ષેત્ર જેવી કારકિર્દી માં આગળ વધવું જોઈએ. તેમને ૩૨ મા વરસે સફળતા મળે છે.

મુળાંક ૪



અંક ૪ મુજબ કોઈ પણ મહિના ની ૪,૧૩,૨૨ અને ૩૧ તારીખે જન્મેલ વ્યક્તિ નો મૂળાંક ૪ થાય છે. તેમના પર રાહુ ની કૃપાદૃષ્ટિ વધારે હોય છે અને આ વ્યક્તિઓ માટે ભગવાન ભોળાનાથ ની આરાધના કરવી મહત્વ ની માનવામાં આવે છે, જેનાથી તેમને સફળતા મળે છે. આ વ્યક્તિઓ ને સફળતા માટે કોમ્પુટર, ઇલેક્ટ્રોનિક્સ, જ્યોતિષ અને માર્કેટિંગ ક્ષેત્ર જેવી કારકિર્દી માં આગળ વધવું જોઈએ. તેમને ૩૬ તેમજ ૪૨ મા વરસે સફળતા મળે છે.

મુળાંક ૫



અંક ૫ મુજબ કોઈ પણ મહિના ની ૫,૧૪ અને ૨૩ તારીખે જન્મેલ વ્યક્તિ નો મૂળાંક ૫ થાય છે. તેમના પર બુધ ગ્રહ ની કૃપાદૃષ્ટિ વધારે હોય છે અને આ વ્યક્તિઓ માટે ભગવાન ગણેશ ની આરાધના કરવી મહત્વ ની માનવામાં આવે છે, જેનાથી તેમને સફળતા મળે છે. આ વ્યક્તિઓ ને સફળતા માટે માર્કેટિંગ, બેંકિંગ, કોમર્સ અને ફાઇનન્સ ક્ષેત્ર જેવી કારકિર્દી માં આગળ વધવું જોઈએ. તેમને ૩૨ મા વરસે સફળતા મળે છે.

મુળાંક ૬



અંક ૬ મુજબ કોઈ પણ મહિના ની ૬,૧૫ અને ૨૪ તારીખે જન્મેલ વ્યક્તિ નો મૂળાંક ૬ થાય છે. તેમના પર શુક્ર ગ્રહ ની કૃપાદૃષ્ટિ વધારે હોય છે અને આ વ્યક્તિઓ માટે લક્ષ્મી માતા ની આરાધના કરવી મહત્વ ની માનવામાં આવે છે, જેનાથી તેમને સફળતા મળે છે. આ વ્યક્તિઓ ને સફળતા માટે ઉપચાર, ટીવી, ફિલ્મો, દાગીનાં અને બ્યુટીશન ક્ષેત્ર જેવી કારકિર્દી માં આગળ વધવું જોઈએ. તેમને ૨૪ મા વરસે સફળતા મળે છે.

મુળાંક ૭



અંક ૭ મુજબ કોઈ પણ મહિના ની ૭,૧૬ અને ૨૫ તારીખે જન્મેલ વ્યક્તિ નો મૂળાંક ૭ થાય છે. તેમના પર કેતુ ની કૃપાદૃષ્ટિ વધારે હોય છે અને આ વ્યક્તિઓ માટે બજરંગબલી ની આરાધના કરવી મહત્વ ની માનવામાં આવે છે, જેનાથી તેમને સફળતા મળે છે. આ વ્યક્તિઓ ને સફળતા માટે મેનેજમેંટ, ઈજનેરી અને તકનીકી ક્ષેત્ર જેવી કારકિર્દી માં આગળ વધવું જોઈએ. તેમને ૩૮ અને ૪૪ મા વરસે સફળતા મળે છે.

મુળાંક ૮



અંક ૮ મુજબ કોઈ પણ મહિના ની ૮,૧૭ અને ૨૬ તારીખે જન્મેલ વ્યક્તિ નો મૂળાંક ૮ થાય છે. તેમના પર શનિ ગ્રહ ની કૃપાદૃષ્ટિ વધારે હોય છે અને આ વ્યક્તિઓ માટે શનિદેવ ની આરાધના કરવી મહત્વ ની માનવામાં આવે છે, જેનાથી તેમને સફળતા મળે છે. આ વ્યક્તિઓ ને સફળતા માટે કારખાનામાં, લોખંડ, કોલસા,રીક્ષા અને કાનૂની ક્ષેત્ર જેવી કારકિર્દી માં આગળ વધવું જોઈએ. તેમને ૩૬ અને ૪૨ મા વરસે સફળતા મળે છે.

મુળાંક ૯



અંક ૯ મુજબ કોઈ પણ મહિના ની ૯,૧૮ અને ૨૭ તારીખે જન્મેલ વ્યક્તિ નો મૂળાંક ૯ થાય છે. તેમના પર મંગળ ગ્રહ ની કૃપાદૃષ્ટિ વધારે હોય છે અને આ વ્યક્તિઓ માટે બજરંગબલી ની આરાધના કરવી મહત્વ ની માનવામાં આવે છે, જેનાથી તેમને સફળતા મળે છે. આ વ્યક્તિઓ ને સફળતા માટે પોલીસ, સેના, પરિશ્રમ વાળા કામ અને જમીન ક્ષેત્ર જેવી કારકિર્દી માં આગળ વધવું જોઈએ. તેમને ૨૮ મા વરસે સફળતા મળે છે.