Sunday 19 August 2018

ગર્ભમા દીકરો છે કે દીકરી…?????

🙏To be different 👉 Unstoppable🙏

ગર્ભમા દીકરો છે કે દીકરી…?????


આજે દરેક સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન જાણવા માંગે છે કે એના પેટમાં ઉછરી રહેલ સંતાન દીકરો છે કે દીકરી? એવામાં વિજ્ઞાન પણ ખૂબ આગળ વધી ગયું છે. જેના દ્વારા સરળતાથી જાણી શકાય છે કે, ગર્ભમાં બાબો છે કે બેબી. પણ ભારતીય ઇતિહાસમાં વર્ષોથી આ વિશે જાણવા માટે અમુક લક્ષણોને પારખીને જ કહી શકાય છે કે, ગર્ભમાં રહેલ શિશુ દિકરી છે કે દિકરો અને જૂના જમાનામાં કરાયેલ આવી ભવિષ્યવાણી કોઈ દિવસ ખોટી નથી પડી.
*(ગર્ભ પરીક્ષણ કરવું કે કરાવવુ એ દંડનીય અપરાધ છે)*
આજે અમે તમને આના વિશે જણાવવા જઇ રહ્યા છીએ. એક મહિલા માટે માતૃત્વ સુખ જેવું બીજું કોઈ સુખ નથી હોતું. માં બનવું એ સૌભાગ્ય ની વાત છે. સંતાન સુખ એ બધા માટે એક ખુબસુરત અહેસાસ હોય છે. જોકે કેટલાક લોકો આ એહસાસથી વંચિત પણ રહેતા હોય છે. પણ જેમને આ સુખ મળે એમને દુનિયાનાં બધા જ સુખ નાના લાગે. જો કે બાળકનાં જન્મ પહેલાં દરેકનાં મનમાં એક પ્રશ્ન ઉછળતો હોય છે કે ગર્ભમાં શું હશે? બાબો કે બેબી?
ગર્ભમાં ઉછરી રહેલ બાળકની ઓળખ કરવી એ અશક્ય કામ છે અને ભારતીય સંવિધાન મુજબ ગુનો પણ છે. આપણા પૂર્વજો ગર્ભવતી સ્ત્રીનાં શરીર પર થતા અમુક ફેરફારો જોઈને અનુમાન લગાવતા કે ગર્ભમાં શું છે? તો ચાલો જાણીએ એવી જ કેટલીક નિશાનીઓ જેના દ્વારા આપણા વડીલો ભવિષ્યવાણી કરતા હતા કે ગર્ભમાં શું છે?


(1) જો સ્ત્રી જરૂરત કરતા વધુ મુડી સ્વભાવની થઈ ગઈ હોય તો એવું મનાય છે કે, એ કન્યાને જન્મ આપશે કારણ કે આનાથી ફિમેલ હોર્મોન્સ માં વધરો થઇ જાય છે.
(2) જો સ્ત્રીનું ડાબુ સ્તન જમણા સ્તન કરતા મોટું હોય તો તમે દીકરીને જન્મ આપશો. એવી જ રીતે જો ગર્ભમાં છોકરો હોય તો જમણું સ્તન ડાબા કરતા મોટુ હશે.

(3) જો સ્ત્રીનાં સ્તન ની ડીટી જરૂરત કરતા વધારે કાળા થઈ જાય તો માનવામાં આવે છે કે દીકરો આવશે.
(4) જો સ્ત્રીનાં પેશાબ નો રંગ સાવ પીળો હોય તો બાબો અને આછો પીળો હોય તો બેબી.


(5) જો સ્ત્રીનાં હૃદયના ધબકારા સામાન્ય હોય તો દીકરો અને ધબકારા ૧૪૦ સુધી હોય તો પુત્રીનો જન્મ થશે.
(6) જો સ્ત્રીને ખારું ખાવાનું મન થાય તો દીકરો આવશે અને મીઠી વસ્તું ખાવાની ઈચ્છા થાય તો દીકરી આવશે.


(7) આ બધીજ નિશાનીઓ માં સૌથી મોટી અને પ્રવીણ માનવામાં આવે છે કે, જો પિતાનું વજન વધે તો દીકરી નો જન્મ થવાની શક્યતા વધી જાય અને જો સામાન્ય હોય તો દીકરાનો જન્મ થાય.
(8) ગર્ભવસ્થા સમયે પગના વાળ વધી ગયા હોય તો દીકરો થવાની શક્યતા વધુ રહે છે


(9) જો સ્ત્રીના નાકનો આકાર વધી જાય તો બાબાની સંભાવન વધુ છે.
(10) જો ગર્ભમા બાળક વધુ ઉછળ-કૂદ કરતુ હોય તો એવુ માનવામા આવે છે કે, એ દીકરો હોય શકે છે.
નોંધ : ગર્ભ નુ પરીક્ષણ કરવું કે કરાવવું એ સજાપાત્ર ગંભીર ગુનો બને છે.
અમે કોઈપણ પ્રકારે ગર્ભ પરીક્ષણને પ્રોત્સાહન આપતા નથી.

સબ કોન્સીયસ માઈન્ડ

આપણામાંથી ઘણા બધા લોકો મોટા મોટા મહાનુભાવોની બાયોગ્રાફીમાં ખુબ જ વિશ્વાસ ધરાવતા હોય છે. તેની બુકો વાંચતા હોય છે અને તેમાંથી ઈન્સ્પાયર પણ થતા હોય છે. તે લોકોની સફળતા પાછળની સૌથી સારી વાત એ હોય છે કે, તે લોકોએ પોતાના સબકોન્શિયસ મગજને પ્રોગ્રામ કરી લીધો હોય છે. તે લોકો એક ગોલને સેટ કરતા હોય છે.
     ગોલ સેટ કરવાનો મુખ્ય હેતુ એ જ હોય છે કે આપણે આપણા સબકોન્શિયસ મગજને ટ્રેઈન કરો જે આપણે ઈચ્છતા હોઈએ છીએ તેના માટે.

1 .આપણે પહેલા તો સબકોન્શિયસ મગજને બતાવવું પડે કે આપણે શું ઇચ્છીએ છીએ. એક સિમ્પલ સ્ટેપ એ છે કે આપણે એ વિચારીએ કે સબકોન્શિયસ મગજ આપણું ખુબ જ સારું ફ્રેન્ડ છે. આપણે તેની સાથે એક સારા મિત્રની જેમ વાત કરવી જોઈએ. આપણા મગજ સાથે કોઈ પણ એવી વાત હોય તે તેની સાથે આપ લે કરો. જો તમરુ મગજ તમારું સારું એવું મિત્ર હશે તો તે તમારી જરૂર મદદ કરે છે.
           
        મોટા ભાગના લોકોને સવારે ઉઠવામાં તકલીફ પડતી હોય છે. આપણે ક્યારેક કંઈક કામ હોય ત્યારે આપણે આપણા માતા પિતા અથવા તો આપણા મિત્રને કહીએ છીએ કે મને ઉઠાડી દેજે. આ વાત ખરેખર બીજા કોઈ પણ વ્યક્તિને કહેવા કરતા આપણા સબ કોન્શિયસ મગજને કહો. તેનાથી તમારું કામ તરત જ નહિ થાય. પરંતુ થોડી પ્રેક્ટીસ કરવાથી તે શક્ય બને છે. કેમ  કે કહેવાય છે કે સારા મિત્રો જલ્દી નથી બનતા. જ્યારે આપણે આપણા સબકોન્શિયસ મગજને ટ્રેઈન કરી લઈએ ત્યારે આપણને કોઈ પણ વસ્તુ ભરોસાપાત્ર મળી રહે છે. આપણે આજે પણ ઘણા લોકોને જોઈએ છીએ તે લોકો સવારે આલાર્મ વગર જ ઉઠી જતા હોય છે. તે લોકો રાત્રે સુતા પહેલા જ પોતાના સબકોન્શિયસ મગજને કહીને જ સુવે છે. કે સવારે આટલા વાગ્યે ઉઠવાનું છે. અને તે લોકો લગભગ સવારે એટલા જ વાગ્યે દરરોજ ઉઠી જતા હોય છે.
તે કામ તેના સબકોન્શિયસ મગજનું હતું. આપણે પણ આપણા સબકોન્શિયસ મગજને ટ્રેઈન કરી શકીએ છીએ.

        આપણું કોન્શિયસ મગજ પણ તેને સવાલ નથી કરતુ કે આ કામ હું કેવી રીતે કરું. આપણું સબકોન્શિયસ મગજ જેવો ઓર્ડર મળ્યો હશે તેવું જ કામ કરશે જેવું આપણે તેને કહ્યું હોય. એક ઉદાહરણ જોઈએ કે એક શીપ છે અને આપણે તેના કેપ્ટન હોઈએ. શીપના કેપ્ટનની જવાબદારી હોય છે કે તે શીપને નેવિગેટ કરે. શીપ ખુદ પોતાની  પાસેથી નક્કી નથી કરતુ કે ક્યાં જવું છે. આટલો મોટો સમુદ્ર છે જ્યાં લઇ જાય ત્યાં જશું. આવી જ રીતે આપણું સબકોન્શિયસ મગજ હોય છે.

        આપણે જ્યાં પણ ધારીએ ત્યાં આપણું સબકોન્શિયસ મગજ આપણને લઇ જાય છે. તે પૂરેપૂરું આપણી પર નિર્ભર હોય છે. તે ખુબ જ મહત્વનું છે કે આપણે ક્યારેય પણ આપણા સબકોન્શિયસ મગજને નેગેટીવ ઓર્ડર ન આપવો જોઈએ.

       નેગેટીવ મતલબ કે “હું આ નથી કરી શકતો, મને આ નોકરી નથી મળતી અથવા તો બિઝનેસ મારા પહોંચ બહારની વસ્તુ છે.” આ છે નેગેટીવ ઓર્ડર્સ. આપણને લાગે છે કે આપણે આ વસ્તુ વિચારી રહ્યા હોઈએ છીએ. પરંતુ તે વાત આપણે આપણા સબકોન્શિયસ મગજને કહીં રહ્યા હોઈએ છીએ. અને તે વાતને તે સ્વીકારી લે છે.

            આપણે આપણા મગજને નેગેટીવ ઓર્ડરની જગ્યા પર પોઝીટીવ આઈડિયા આપો. આપણી અંદર ખુબ જ ગુસ્સો હોય, ઈર્ષા હોય અથવા કોઈ વસ્તુનો ડર હોય તો આ બધી વસ્તુને રિપ્લેસ કરો સારી વસ્તુ સાથે. ઈર્ષાને પ્રેમની સાથે સરખાવો અને પોતાના ડરને બહાદુરી સાથે સરખાવો. આ બધી વાતો આપણા હાથમાં હોય છે. આપણે આપણા સબ કોન્શિયસ મગજને ટ્રેઈન કરો, સારા વિચારોથી, વર્તનથી. આપણું સબ કોન્શિયસ મગજ એટલું સ્ટ્રોંગ હોય છે કે આપણે જેટલું સારું વિચારીએ છીએ તેટલું સારું કરીને બતાવે છે. અને જો આપણે ખરાબ વિચારીએ તો તે ખરાબ બતાવે છે. એટલામાં કહીએ છીએ કે સારું વિચારો સારું થશે. અનુકરણ સાચું તો સારું જ થાય છે.

3.આ સૌથી મહત્વનો મુદ્દો છે વિશ્વાસ. વિશ્વાસ એવી વસ્તુ છે જે આપણા સબ કોન્શિયસ મગજને બધી વસ્તુથી માહિતગાર રાખે છે. તેના માટે સૌથી પહેલા આપણે તેના કારણ પર વિશ્વાસ કરવો પડે છે. જો આપણે કોઈ પણ વસ્તુ પર વિશ્વાસ જ નથી કરતા કે આ વસ્તુ નથી હોતી. આપણે એવું વિચારીએ કે આપણે ટ્રાઇ કરીને જોઈએ તો આપણું સબકોન્શિયસ મગજ આપણો સાથ નથી આપતું. કેમ કે આપણને જો સીધો ઓર્ડર કરવામાં આવે કે આ કામ થઇ જ જવું જોઈએ તો આપણે તે કરી નાખીએ છીએ. ત્યારે આપણું સબકોન્શિયસ મગજ તે કરે છે જે આપણે ઈચ્છતા હોઈએ છીએ.

4 .ચોથું છે સજેશન એટલે કે સલાહ. આપણું એક માત્ર સજેશન આપણી આખી લાઈફ બદલી નાખે છે. પોઝીટીવ રીતે પણ અને નેગેટીવ રીતે પણ. તે આપણા સજેશન પર નિર્ભર હોય છે. આપણે આખો દિવસ ઓફિસમાં કામ કરીને ઘરે આવીએ છીએ. આપણો પ્લાન હોય કે આપણે થોડા આઉટીંગ પર જઈએ. આપણને નથી લાગતું હોતું કે આપણે થાકેલા છીએ અને આપણને કોઈક આવીને કહે કે “તમે ખુબ જ થાકેલા દેખાવા છો. બીમાર છો શું ?” આ વાત તે વ્યક્તિ દ્વારા આપણને સજેશન દેવામાં આવ્યું છે. આપણે ત્યાં લોજીક ન લગાવીએ અને પ્રશ્ન ન પૂછીએ કે સામે વાળો વ્યક્તિ કહે છે  “હું થાકેલો છું કે નહિ ?” અગર જો આપણે આવું ન વિચારીએ તો સામે વાળા વ્યક્તિનું સજેશન આપણા સબકોન્શિયસ મગજમાં ઘુસી જાય છે. અને આપણે સાચું માનીને થાકેલા અને બીમાર અનુભવી શકીએ છીએ.

 ત્યાં આપણે સમજવું જોઈએ કે આપણું કોન્શિયસ મગજ અને આપણું સબકોન્શિયસ મગજ બંને મળીને કામ કરે છે. જે પણ સજેશન આપવામાં આવે તે પહેલા આપણા કોન્શિયસ પાસેથી એનાલિસિસ કરે છે. અને તેના દ્વારા આપણા સબ કોન્શિયસ મગજને આપે છે. જો આપણને કોઈ એમ કહે કે તમે જીવનમાં ક્યારેય આગળ વધવાના નથી. હવે જો કોન્શિયસ મગજ આ વાત માની લેશે તો તેના કારણો આપણે શોધી લઈએ. તો તે આપણા સબકોન્શિયસ મગજને કહી દે છે. અને સબકોન્શિયસ તેને આરામથી એક્સેપ કરી લે છે. પછી આપણે ખરેખર ક્યારેય સફળ ન થઇ શકીએ. અને જો આવત આપણું કોન્શિયસ મગજ નથી માનતું તો તે આપણા સબકોન્શિયસ મગજને કહી દે છે અને તે આપણે ક્યારેય સ્વીકારતા નથી. અને આપણે જે કહ્યું હોય તે આપણું સબકોન્શિયસ મગજ નક્કી કરી લે છે. પછી આપણું સબકોન્શિયસ મગજ કામ પર લાગી જાય છે આપણને સક્સેસ બનાવવા માટે. તો સામે વાળા વ્યક્તિની વાતોનું આપણા સબ કોન્શિયન મગજ પર ખુબ જ અસર કરે છે. પરંતુ આપણું સબકોન્શિયસ મગજ આપણા કંટ્રોલમાં રહેવું જોઈએ.એટલા માટે જ આપણા મગજમાં કોઈ ખોટી વાતો ભરે તેના પહેલા જ આપણે આપણા સબ કોન્શિયસ મગજમાં સારી વાતો ભરી દેવી જોઈએ. તેને ઓટોસજેશન કહેવાય છે. આપણે કહેવાનું હોય છે કે “હા હું કરી શકું છું.” જેનાથી આપણી પોઝીટીવ વાત તે આપણા સબ કોન્શિયસ મગજ સુધી પહોંચાડી દે છે.

      જો તેવું આપણે કરવું હોય તો એક પેપર લેવાનું અને તેના ઉપર આપણે જે બનવું હોય અને જે કરવું હોય તે લખી લો. અને રોજ સવારે અને સાંજે વાંચો. તેવું કરવાથી આપણું સબકોન્શિયસ મગજ તેને અનુસરે છે. આપણે આપણું સબકોન્શિયસ મગજ લાગી જાય છે આપણને સફળ બનાવવા માટે.

5.શારીરિક અને માનસિક રીતે પણ અસર કરે છે. આપણું સબકોન્શિયસ મગજ આપણને મેન્ટલી નહિ પરંતુ શારીરિક રીતે પણ ખુબ જ મદદ કરે છે. પહેલાના સમયમાં જ્યારે ડોક્ટરો કે વૈદ બંને ન હતા ત્યારે પણ લોકો મોટી બીમારીથી લડી લેતા અને સાજા પણ થઇ જતા હતા. ઓથરનું કહેવું છે કે તે સમયે લોકો બીમાર પડતા તો ત્યારે લોકો મંદિર જતા હતા. ત્યારે તેને દેશી દવા અથવા તો મંત્ર, વીટી, દોરા વગેર્રે આપવામાં આવતું હતું. અને કહેવામાં આવતું કે આનાથી તમે સારા થઇ જશો અને તેનાથી લોકો પણ ખરેખર સારા થઇ જાય છે. આજે પણ આપણે ગુગલને ખોલીએ તો આપણને ઘણી બધી વસ્તુ એવી જોવા મળે છે. આ કોઈ મેજિક નથી પરંતુ તે એક પ્રકારની હિલીંગ પ્રોસેસ છે. તે લોકો પેશન્ટના દિમાગમાં એવું ઘુસાડી દે છે કે આ પહેરી લો તમારું દર્દ માટી જશે, અથવા તો આ પથ્થર તમારી પાસે રાખો તમે સારા થઇ જશો.
તેમાં કોઈ પણ પ્રકારનું કોઈ તથ્ય નથી હોતું પરંતુ વ્યક્તિના સબકોન્શિયસ મગજમાં તે વાત નાખી દેવામાં આવે છે. અને જો વ્યક્તિ તે વાતને સ્વીકારી લે તો ખરેખર સારો થઇ જતો હોય છે.

     પહેલાના જમાનામાં ડોક્ટરનો કોઈ ઓપ્શન્સ ન હતો.પરંતુ આજે આપણી પાસે ડોક્ટરનો ઓપ્શન્સ પણ રહેલો છે. હવે આપણા સબકોન્શિયસ મગજને કહી દેવામાં આવ્યું છે કે તાવીજ, પથ્થર બધું જ અંધ વિશ્વાસ છે. માત્ર ડોક્ટર જ સાચા હોય છે. કેમ કે જ્યારે કોઈ પણ પ્રકારનું નવું સજેશન આવી ગયું હોય તો લોકો જુના સજેશનને માનતા નથી. અત્યારે આપણા સબ કોન્શિયસ મગજમાં ડોક્ટર અને મેડીકલ સાયન્સ જ ભરોસા પાત્ર છે. તે વાત આપણા સબ કોન્શિયસ મગજમાં સારી રીતે અસર કરી શકે છે.

       જો આપણે પૈસા વાળા બનવા ઈચ્છતા હોઈએ તો કંઈ પૈસા આપણી પાસે ઉડીને નથી આવતા, મહેનત તો કરવી જ પડે છે પરંતુ તેનાથી પણ વધારે તે વાત આપણે આપણા સબ કોન્શિયસ મગજને રોજ કહેવી જોઈએ. તેનાથી આપણા આત્મવિશ્વાસમાં પણ ખુબ જ વધારો થાય છે. અને આપણું સબકોન્શિયસ મગજ આપણને રસ્તાઓ પણ ખુબ જ ખોલી દે છે. તે આપણને મહેનત કરાવશે, નવા નવા આઈડિયા શોધી લે છે અને તે આપણને સફળ થવામાં ખુબ જ અહેમ મદદ કરે છે.