Friday 31 May 2019

કોયલ રાણી

🙏To be different 👉 Unstoppable🙏

🌹🌹કોયલ રાણી ઓ કોયલ રાણી 🌹🌹

(બાળગીત)

        🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

કોયલ રાણી ઓ કોયલ રાણી
કુહૂ કુહૂ કરીને શાંતિથી બોલજે તારી મીઠી વાણી
        કોયલ રાણી ઓ કોયલ રાણી

કાગડાની ચિંતા ના કરીશ એ તને નૈ કરે હેરાન
મારું આંગણું તારા કલશોર વિના થયુ રે વેરાન
કોયલ રાણી તારા કુહૂ કુહૂ સાથે કરશું ઉજાણી
        કોયલ રાણી ઓ કોયલ રાણી

આંબાવાડીની કાચી કેરીનું તારા માટે લાવુ વન
મારી પાસે બેસીને કેરીઓ ખાજે રે આખો દન
કાગડીને પણ ના છોડી તારી બુદ્ધિ બહું શાણી
        કોયલ રાણી ઓ કોયલ રાણી 

વસંતઋતુમાં કુહૂ કુહૂનાં તારાં ટહુકા સંભરાવતી 
વનમાં તું કયાં સંતાય છે કે પછી કેમ ના દેખાતી?
તારી મીઠી મીઠી બોલીને આખા જગે રે જાણી
        કોયલ રાણી ઓ કોયલ રાણી
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
                  લિ.
       👉દિવ્યેશ સર રાણા...✍

Monday 27 May 2019

બા મે તો બાગમાં જોયા પતંગિયા

🙏To be different 👉 Unstoppable🙏🦋



બા મે તો બાગમાં જોયા પતંગિયા🦋
                             (બાળગીત)
                            🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
બા મે તો બાગમાં જોયા પતંગિયા 
રંગીન પાંખોવાળા લાગે એ રૂપાળા રે આગિયા
            બા મે તો બાગમાં જોયા પતંગિયા 

પાંખોમાં એની રંગબેરંગી રંગોનો સાગર લહેરાય
હાથથી એને અડકુ તો મારું મનડું બહું હરખાય
પકડવા જાવું હું ત્યાં તો એ ઊડી ઊડી રે ભાગિયા 
           બા મે તો બાગમાં જોયા પતંગિયા

બાગમાં રે ઉડાઉડ કરતાને ફૂલડાનો રસ ચૂસતા 
મારા માથે રે બેસીને મારા હાલચાલ એ પૂછતા
રંગબેરંગી પાંખો લાગે પ્રભુની આંખનાં રે કોડિયા 
           બા મે તો બાગમાં જોયા પતંગિયા 

નાના,નમણાંને નાજુક પ્રભુનાં પ્રેમતણાં નાનેરા ફૂલ 
મારી પાસે વાત કરતા નથી,બા મેતો શી કરી ભૂલ?
બા મેતો પ્રભુ પાસે ઘડીક રમવા એમને રે માંગિયા 
           બા મે તો બાગમાં જોયા પતંગિયા
                              🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋🦋
                                                    લિ. 
                                    👉દિવ્યેશ સર રાણા...✍

મમ્મી મને શીખવાડ ગુજરાતી

       To be different Unstoppable🙏



       🌹મમ્મી મને શીખવાડ ગુજરાતી 🌹
    ( બાળગીત)
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
મમ્મી મને શીખવાડ ગુજરાતી
             મમ્મી મને શીખવાડ ગુજરાતી
     આખો દિવસ તું તો ABCDકરતી
           અંગ્રેજીનાં તું તો ગુણલા રે ગાતી
  મમ્મી મને શીખવાડ ગુજરાતી 
            મમ્મી મને શીખવાડ ગુજરાતી 

મમ્મી મારે કક્કો શીખવો છે 
           મમ્મી મારે કક્કો લખવો છે  
કબૂતર'ક' શીખીને મારે
             કક્કો,બારાક્ષરી મારે ઘૂંટવો છે
  A for Apple કહી કહીને 
          આખો દિવસ માથુ ખાતી
     મમ્મી મને શીખવાડ ગુજરાતી 
               મમ્મી મને શીખવાડ ગુજરાતી

    B for Bat બોલતાં બોલતાં 
       જરાય લાગ્યું નહીં મન 
   C for Cat માં જ ભૂલાયુ રે
         મીંદડીનું ભોળુ બચપણ
  D for Disco કરતાં કરતાં
             મારી આજ બેસી ગઈ છાતી
     મમ્મી મને શીખવાડ ગુજરાતી 
          મમ્મી મને શીખવાડ ગુજરાતી  
 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
  લિ. 
👉દિવ્યેશ સર રાણા...✍

Sunday 26 May 2019

કાળમુખી આગ

*🙏આ શું કર્યુ હે કાળમુખી આગ?🙏*

(મારી આ રચના એક માની વેદનાની છે તેનાં હૈયામાં કેવી આગ લાગી હશે એતો એજ જાણે...તેનુ હૈયું રડી રહ્યું છે પોકર કરી આંસુડા સારતી હશે એ વેદના મે આ રચનામાં કંડારી છે.)

આ શું કર્યુ હે કાળમુખી આગ?
મારાં નિર્દોષ બાલુડાને તે કરી નાખ્યાં પલમાં રાખ
       આ શું કર્યુ હે કાળમુખી આગ?

સવારે રમતાં રમતાં બેસી ગઈતી તું  મારા ખોળે
મારા ખોળાને સૂનો મેલીને તુ ચાલી ગઈ અકાળે
મારા હૈયાનાં હારને છીનવી લીધો કાળમુખા કાળે
આગ ભરખી ગઈ તોય પ્રભુ કેમ ના આવ્યો વારે?
વિદ્યાનુ લેતી તી જ્ઞાનને તું ડસી ગયો બનીને નાગ
        આ શું કર્યુ હે કાળમુખી આગ?

પ્રભુ આગમાં બળી રહેલાની સાંભળીનૈ ચિચિયારી
મારા ઘરની સળગાવી નાંખી પ્રભુ તુલસીની કયારી
કેમ ભૂલું? આ વસમા દનને જેને તોડી મારી દોરી
મારાથી ભુલાતી નથી, કેતી મમ્મી તું છે મને પ્યારી
પ્રભુ તે કેમ હસતાં ફૂલોને મૂરઝાવનો ગોત્યો લાગ
      આ શું કર્યુ હે કાળમુખી આગ?

પ્રભુ તે આંખ બંધ કરી, પણ તારા ના આવ્યાં પાસ
પૈસાનાં ભૂખ્યાએ મારા હસતા ઘરને બનાવી લાશ
મારી મોતની છલાંગ તોય તું ના આવ્યો આસપાસ
માનવતા મરી ચૂકી હવે કોની પાસે રાખવી આસ ?
હસતા, રમતાં મારાં ફૂલડાનો વિખેરી નાખ્યો બાગ
       આ શું કર્યુ હે કાળમુખી આગ?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
                 લિ. 
👉દિવ્યેશ સર રાણા...✍

Friday 24 May 2019

જમાનો આજે કેવો બદલાયો?

*🙏To be different 👉 Unstoppable🙏*

🌹🌹 જમાનો આજે કેવો બદલાયો? 🌹🌹

(આજે શહેરોવાળાને ગામડાનો મોહ છે અને ગામડાવાળાને શહેરનો મોહ છે એને ઉદ્દેશીને મારી આ રચના...)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જમાનો આજે કેવો બદલાયો ?
ચારેકોર પરિવર્તનનો આજ પવન ફૂંકાયો 
           જમાનો આજે કેવો બદલાયો?

ગામનાં લોકો ફ્રિઝનાં ગોતે છે  પાણીનાં બાટલા 
શહેરનાં લોકો માટીનાં ગોતે છે  પાણીનાં માટલાં
ગામ અને શહેરમાં માણસ આજ કેવો વહેંચાયો ?
         જમાનો આજે કેવો બદલાયો  ?

ગામનાં લોકો ખાવા ગોતે છે મોટી મોટી હોટેલો
શહેરોનાં લોકો ખાવા ગોતે ખુલ્લાં ખુલ્લાં ખેતરો
ગામને શહેરનાં લોકોનાં હૈયાનો ઊડી ગ્યો છાંયો
        જમાનો આજે કેવો બદલાયો?

ગામડાવાળા ગોતે છે શહેરોની વહુઓ ગોરી 
શહેરોવાળા ગોતે છે ગામડાની વહુઓ ભોળી
માણસ આજ શહેર અને ગામડાંમાં ગૂંચવાયો 
         જમાનો આજે કેવો બદલાયો ?

શહેરનાં લોકોને ખાવો છે હવે બાજરીનો રોટલો
ગામનાં લોકો પીઝા,બર્ગર ખાવા ગોતે છે હોટલો
શે'રવાળો ગામમાં ને ગામવાળો શે'રમા અટવાયો
        જમાનો આજે કેવો બદલાયો?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
                    *લિ.*
👉 *દિવ્યેશ સર રાણા...✍*

આજનો પતિદેવ.....

*🙏To be different 👉 Unstoppable🙏*


😀😀આજનો પતિદેવ.....😀😀
           
(રાગ-આજનો ચાંદલિયો)

(આ ગીત રચના ફકત હાસ્ય માટે છે હુ લોકોને હસાવવા આવી હાસ્ય રચના,મિમિક્રી કરું છું.કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં.ફકત હસો......અને દિલમાં વસો.....)
😀😀😀😀😀😀😀😀😀😀

હે....આજનો પતિદેવ મને લાગે બહુ બિચારો
કહીદો આ વાંઢાઓને કે લગ્નના ના કરે વિચારો

હે.પરણવાનાં.... એને લીધા તા ઉપાડા
પરણીને પત્નીએ કાઢી નાખ્યાં ધૂમાડા

હવે પસ્તાવાનો ભઈલા કોઈ નથી રહ્યો આરો
કહીદો આ વાંઢાઓને કે લગ્નનાં ના કરે વિચારો
આજનો...........

પરણ્યા પહેલાં..... . સિંહ બની ફરતા
પરણીને ભઈલા.......પત્નીથી ડરતો

જોવો આ પરણીને થઈ ગયો ઊંટ બકરાનો ચારો
કહીદો આ વાંઢાઓને કે લગ્નનાં ના કરે વિચારો
આજનો...........

પતિદેવનું........લાગી ગયું લેબલ
પત્નીનું બની ગયો મુંગુ એ ટેબલ

પરણીને ભઈલાને હવે થાય છે બહું મુંઝારો
કહીદો આ વાંઢાઓને કે લગ્નનાં ના કરે વિચારો
આજનો........

મા-બાપને પત્નીમાં પતિરે ભરાણો
લગન કરી ભઈલો પાંજરે પુરાણો

*દિવ્યેશ* ની આ વાતથી તમે ભાઈ ખોટુ  ના વિચારો
કહીદો આ વાંઢાઓને કે લગ્નનાં ના કરે વિચારો
આજનો....
😀😀😀😀😀😀😀😀😀😀
                   *લિ.*
👉 *દિવ્યેશ સર રાણા...*✍

ભલે આવ્યાં હોય ઓછા ટકા

🙏 *To be different 👉 Unstoppable* 🙏

🌹ભલે આવ્યાં હોય ઓછા ટકા🌹

(ધો-10માં ઓછુ રિઝલ્ટ આવે ત્યારે બાળકો ઉદાસ થાય.આ ઉદાસી ખામોશી ભૂલી જઈને ફરી મહેનત કરી સફળ બનીએ તેવી મારી આ અછાંદશ રચના)

મનમાંથી ચિંતાનાં વાદળો કાઢી નાખ બકા
ભલે આવ્યાં હોય ત્યારે 10 માં ઓછાં ટકા
મનમાંથી ચિંતાનાં વાદળો કાઢી નાખ બકા

નાસીપાસ કે માયુસીને મનમાંથી કાઢી નાખ
મમ્મી પપ્પાનાં સપનાંઓને થવા ના દેતો રાખ
ફરી મહેનત કરીને તુ તારા ચોમેર વગાડ ડંકા
ભલે આવ્યાં હોય ત્યારે 10 માં ઓછાં ટકા

ઓછા ગુણને જિંદગી સાથે ના સરખાવીશ
ખોટુ પગલુ ભરતા મા બાપમાં જોજે તુ ઈશ
દુઃખી થવાથી હવે શુ?તુજ બનાવ તારી લંકા
ભલે આવ્યાં હોય ત્યારે 10 માં ઓછાં ટકા

જીવનમાં લાખો રસ્તાઓ છે થવુ હોય સફળ
યા હોમ કરીને કૂદી પડ ઈશ્વર આપશે તને ફળ
પોતાની જાત પર તુ ના કરીશ જરાય શંકા
ભલે આવ્યાં હોય ત્યારે 10 માં ઓછાં ટકા

જીવનમાં ભણતર કરતા જરૂરી સાચું ગણતર
તુ તારોજ ઘડવૈયો બની તારુ કરજે ચણતર
આ જગમાં ઓછુ ભણેલા બની ગયા છે એકા
ભલે આવ્યાં હોય ત્યારે 10 માં ઓછાં ટકા

દસમુ વસમું હતુ એમ માનીને તુ એણે જા ભૂલી
લોકો મને શું કહેશે ? એણે માર બકા તુ ગોલી
ફરી કરી મહેનત ઉતારી દેજે તું બધાનાં ફાંકા
ભલેને આવ્યાં હોય ત્યારે 10 માં ઓછાં ટકા

તારો ઉતરી ગયેલો ચહેરો ઘરમાં બધાને દેશે દુઃખ
આડુ અવળું પગલુ ભરી માની ના લજવતો કૂખ
મા-બાપ તમે ફરી ફરી બેટાને ના ઘૂંટાવતા કક્કા
ભલેને આવ્યાં હોય ત્યારે 10 માં ઓછાં  ટકા
             *લિ.*
👉 *દિવ્યેશ સર રાણા...*✍