Sunday 26 May 2019

કાળમુખી આગ

*🙏આ શું કર્યુ હે કાળમુખી આગ?🙏*

(મારી આ રચના એક માની વેદનાની છે તેનાં હૈયામાં કેવી આગ લાગી હશે એતો એજ જાણે...તેનુ હૈયું રડી રહ્યું છે પોકર કરી આંસુડા સારતી હશે એ વેદના મે આ રચનામાં કંડારી છે.)

આ શું કર્યુ હે કાળમુખી આગ?
મારાં નિર્દોષ બાલુડાને તે કરી નાખ્યાં પલમાં રાખ
       આ શું કર્યુ હે કાળમુખી આગ?

સવારે રમતાં રમતાં બેસી ગઈતી તું  મારા ખોળે
મારા ખોળાને સૂનો મેલીને તુ ચાલી ગઈ અકાળે
મારા હૈયાનાં હારને છીનવી લીધો કાળમુખા કાળે
આગ ભરખી ગઈ તોય પ્રભુ કેમ ના આવ્યો વારે?
વિદ્યાનુ લેતી તી જ્ઞાનને તું ડસી ગયો બનીને નાગ
        આ શું કર્યુ હે કાળમુખી આગ?

પ્રભુ આગમાં બળી રહેલાની સાંભળીનૈ ચિચિયારી
મારા ઘરની સળગાવી નાંખી પ્રભુ તુલસીની કયારી
કેમ ભૂલું? આ વસમા દનને જેને તોડી મારી દોરી
મારાથી ભુલાતી નથી, કેતી મમ્મી તું છે મને પ્યારી
પ્રભુ તે કેમ હસતાં ફૂલોને મૂરઝાવનો ગોત્યો લાગ
      આ શું કર્યુ હે કાળમુખી આગ?

પ્રભુ તે આંખ બંધ કરી, પણ તારા ના આવ્યાં પાસ
પૈસાનાં ભૂખ્યાએ મારા હસતા ઘરને બનાવી લાશ
મારી મોતની છલાંગ તોય તું ના આવ્યો આસપાસ
માનવતા મરી ચૂકી હવે કોની પાસે રાખવી આસ ?
હસતા, રમતાં મારાં ફૂલડાનો વિખેરી નાખ્યો બાગ
       આ શું કર્યુ હે કાળમુખી આગ?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
                 લિ. 
👉દિવ્યેશ સર રાણા...✍