Tuesday 31 July 2018

મોબાઇલ થી સાવધાન


🙏To be different 👉 Unstoppable 🙏


સાવધાન ! સંભલકર  ઇસ્તેમાલ કરે મોબાઇલ
જિતના સંભવ હો મોબાઇલ કોં અપને શરીર સે દૂર રખે.
કાન સે મોબાઇલ કો દૂર રખને કે લીએ ઈયરફોન યા બ્લુટુથ કા ઇસ્તેમાલ કરે.


મોબાઇલ પર જ્યાદા દેર બાત નાં કરે.


જ્યાદા સે જ્યાદા મેસેજ કા ઇસ્તેમાલ યા

સ્પીકર ફોન ઓન કર કે બાત કરે.



જહાં સિગ્નલ અચ્છા હો વહી સે બાત કરે.


ચલતે હુએ મોબાઇલ પાર બાત ના કરે.
ચશ્મા પહને હો યા સિર ગિલા હો તબ મોબાઇલ સે બાત નાં કરે.


કોલ લગ જાને કે બાદ હી મોબાઇલ યા ઈયરફોન કો કાન સે લે આએ.


અગર સંભવ હો તો લેન્ડલાઇન કા ઇસ્તેમાલ કરે.

મોબાઇલ કો શર્ટ યા પેન્ટ કી જેબ મે ના રખે.


બચ્ચો સે મોબાઇલ દૂર રખે, ઇસકા રેડ઼િયેસન ખતરનાક હૈ.



મરીજો સે મોબાઇલ કમ સે કમ ૬ ઇંચ દુર રખે.




નવરાત્રિ નાં વેકેશન બાબત

*💥 🅾નવરાત્રી વેકેશન બાબતે શિક્ષણ મંત્રી શ્રી ની ઓફિશિયલ અખબાર યાદી વાંચો*

*▪અખબાર યાદી તારીખ : 31.07.2018*

*▪નવરાત્રી વેકેશન તારીખ : 10.10.2018 થી 17.10.2018*

*▪દરેક શિક્ષક પુરી વિગત જરૂર વાંચે :*

✍🏻http://www.ojasjobs.com/2018/07/breaking-news-navratri-ma-rajy-ni-tamam.html?m=1

આસનો

આસન અથવા યોગાસન એ ભારતની અતી પ્રાચીન અને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થયેલી યોગવિદ્યાનો એક ભાગ છે.  આસનમાં શરીરને વિવિધ અવસ્થાઓમાં બેસાડવા કે સુવાડવાની ક્રિયાઓ છે. દરેક આસનના જુદા-જુદા પ્રકારના ફાયદાઓ છે. જો સાવધાની ન રાખવામાં આવે તો નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે. આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે.

ઉત્પત્તિ અને અગત્યતા

પ્રાચીનકાળમાં ભારતમાં ૠષિમુનીઓ જંગલ, હિમાલય, ગુફાઓ કે નદી કાંઠે આશ્રમ બાંધીને એકાંત સ્થળોએ ઇશ્વરની પ્રાપ્તિ કે આત્મસાક્ષાત્કાર માટે સાધના કરતા હતા. જુદા-જુદા રોગ સાધનામાં મોટું વિઘ્ન છે તેમજ કપરી સાધનાઓ કરવા અને યોગના અમુક પ્રકારના પ્રયોગો કરવા માટે સારા શારીરિક સૌષ્ઠવની જરુર પડે છે એ જરૂરિયાતને સંતોષવા માટે ભારતના ૠષીઓ દ્વારા જુદા-જુદા આસનોની શોધ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

આજના સમયમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં યોગાસનો કરવામાં આવે છે. વિશ્વ યોગ દિવસની ઊજવણી પણ શરુ કરવામાં આવી છે. યોગાસનોથી શરીર ખડતલ અને મજબૂત બને છે તેમજ જુદા-જુદા આસનોથી અનેક પ્રકારના ફાયદાઓ થાય છે. તે આસનોની અગત્યતા છે.

રીત/પદ્ધતિ

સામાન્ય રીતે વહેલી સવાર અથવા તો સંધ્યાના સમયને યોગાસનો કરવા માટે અનુકૂળ માનવામાં આવે છે. ભોજન કર્યાના છ કલાક અને પાણી પીધાના ત્રણ કલાક પછી ભુખ્યા પેટે આસન કરવામાં આવે છે. વહેલી સવારે સ્નાન કરીને કે સ્નાન કર્યા વગર એમ બન્ને રીતે આસનો કરી શકાય છે. જ્યારે કોઇપણ એક જ આસનમાં વ્યક્તિ સતત ત્રણ કલાક સુધી એની એ જ સ્થિતિમાં સ્થિર રહી શકે ત્યારે આસન સિદ્ધ થયું એમ માનવામાં આવે છે. યોગસાધના માટે આસનો કરતા સાધકો માટે સર્વપ્રથમ આસન સિદ્ધ કરવું ખૂબ જ જરુરી માનવામાં આવે છે. જ્યારે સામાન્ય લોકો ઇચ્છિત ફાયદા સારુ ઇચ્છિત સમય સુધી જે તે આસન કરી શકે છે. બાળકો અને સગર્ભાઓને આસન કરવાથી ફાયદાના બદલે નુકસાન થવાની પણ સંભાવના રહે છે. અનુભવી વ્યક્તિ કે ગુરુના સીધા માર્ગદર્શન હેઠળ આસનો કરવાથી વધુ લાભકારક સાબિત થાય છે. પોતપોતાની પ્રકૃતિ તેમ જ શારીરિક યોગ્યતા પ્રમાણે દરેકે જુદાં-જુદાં આસનોનો આધાર લઈ શકે છે. આસનોનો પણ કોઈ નિશ્ચિત કે એકસરખો ક્રમ હોતો નથી. કેટલાંક આસનો અમુક સાધકોને ઉપયોગી થાય છે જ્યારે કેટલાંક તેણે ટાળવા પણ પડે છે.

પ્રમુખ આસનો

પદ્માસન

  • સિદ્ધાસન
  • મત્સ્યેન્દ્રાસન
  • વજ્રાસન
  • ધનુરાસન
  • મત્સ્યાસન
  • મયૂરાસન
  • હલાસન
  • સર્વાંગાસન
  • પશ્ચિમોત્તાનાસન
  • શલભાસન
  • ભુજંગાસન
  • પદ્માસન
  • શીર્ષાસન

મુખ્યત્વે ૮૪ પ્રકારના યોગાસનોનું વર્ણન જુદા-જુદા યોગગ્રંથોમાં કરવામાં આવ્યું છે. તે પૈકી મુખ્ય/પ્રધાન આસનો નીચે મુજબ છે:-

સિદ્ધાસનમત્સ્યેન્દ્રાસનવજ્રાસનધનુરાસનમત્સ્યાસનમયૂરાસનહલાસનસર્વાંગાસનપશ્ચિમોત્તાનાસનશલભાસનભુજંગાસનપદ્માસનશીર્ષાસન

ફાયદાઓ

આસનોના અભ્યાસથી શરીર અને મન પણ મજબુત બને છે.જુદા-જુદા આસનોથી જુદા-જુદા વિકારો વાત, પિત્ત અને કફનું શમન થતાં શરીર નિરોગી રહે છે.જુદા જુદા આસનોથી અમુક ચોક્કસ રોગો મટે છે.શરીર સુદ્રઢ અને સ્ફુર્તિલું બને છે તેનાથી કાર્યશક્તિમાં પણ વધારો થાય છે.બ્રહ્મચર્યનું પાલન કરવામાં મદદ મળે છે.આસનની સાથેસાથે જો ઉત્તમ પ્રકારના ભાવો કે વિચારોનો આધાર લેવામાં આવે તો માનસિક અથવા આત્મિક રીતે પણ લાભ થાય છે.આસનોનો લાભ પુરૂષોની પેઠે સ્ત્રીઓ પણ લઈ શકે છે ને સ્ત્રીઓને માટે પણ એ એટલાં જ ઉપયોગી છે.યોગમાં આસનો કેવળ શરીર સુધારણાની કસરત નથી, પણ મનને સ્વસ્થ તેમ જ મજબૂત બનાવવા માટેની પ્રાણવાન પ્રક્રિયા છે.

Sunday 29 July 2018

*ટેડ ~ એક વિધાર્થી*

*🙏To be different 👉 Unstoppable
🙏* 


          
                 *ટેડ ~ એક વિધાર્થી🙏*

એક શિક્ષક તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાતાઁ.. 
  
જગતભરના શિક્ષકોને, માતા પિતાને કે જેઓ પ્રથમ શિક્ષકો છે અને જેમનો જીવ શિક્ષકનો છે એ તમામને આ લેખ અર્પણ…

                        
   *ટેડ ~ એક વિધાર્થી*


નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકાબહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકાબહેન બંને એકબીજા માટે નવાં હ્તાં. બેલ પડ્યો.
એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ કર્યો. એનું નામ મિસિસ થોમ્પ્સન. 


અભિવાદન થયું. સૌએ એકબીજાનો પરિચય આપ્યો. દરેક છોકરાના અવાજમાં ઉત્સાહ હતો. પણ ત્રીજી હરોળમાં બેઠેલો એક છોકરો કંઇપણ બોલ્યાચાલ્યા વિના બેઠો રહ્યો. લઘરવઘર વેશ અને કેટલાયે દિવસથી જાણે નાહ્યો ન હોય, કદાચ ગંધાતો પણ હોય એવા છોકરાને જોઇને ટીચરને સુગ ચડી ગઇ. એમણે એનું નામ જાણી લીધું, ટેડ. એના મનમાં ટેડ પ્રત્યે તિરસ્કાર ભરાઇ ગયો હતો.
ક્લાસમાં ટેડ મશ્કરીનું પાત્ર બની ગયો હતો. ટીચર પણ એને ઉતારી પાડવાનો એક પણ મોકો ચુકતા નહીં. 

શરુઆતમાં તો એ ટેડની પેપર તપાસતાં ખરાં પણ એકાદ બે વખત ટેડને ઝીરો માર્કસ આવ્યા પછી એમણે ટેડના પેપર પર પહેલે પાને મોટું લાલ મીંડુ મુકવાનું શરુ કરી દીધું. નાપાસની નિશાની કર્યા પછી જ પેપર જોતાં. ટેડના અક્ષરો પણ એટલા ગડબડિયા હતા કે ભાગ્યે જ કોઇ ઉકેલી શકે. વારંવાર નાપાસ થવા છતાં ટેડ જાણે કંઇ જ બન્યું ન હોય એમ વર્તતો. નીચું જોઇને બેસી રહેતો. આખો ક્લાસ અને ટીચર એની મજાક કરાતા હોય ત્યારે એ પગના અંગુઠાથી જમીન ખોતરતો રહેતો.
નિશાળના કાયદા પ્રમાણે દરેક વર્ગશિક્ષકે પોતાના દરેક વિદ્યાર્થીનો આગલા દરેક વરસનો રેકોર્ડ વાંચી જવો ફરજીયાત હતો. એક વખત પ્રિંસિપાલે મિ. થોમ્પ્સનને આ અંગે પૂછ્યું તો એમણે કહ્યું કે ટેડ સિવાય એમણે બધા વિદ્યાર્થીનો રેકૉર્ડ વાંચ્યો છે. પ્રિંસીપાલે ટેડનો રેકોર્ડ પણ જલ્દીથી વાંચી જવાની તાકીદ કરી.. આખરે એક રવિવારે એમણે ટેડનો રેકોર્ડ હાથમાં લીધો.

ટેડના પહેલા ધોરણના વર્ગશિક્ષકે લખેલું કે ‘ટેડ એક ખુબ જ હસમુખો અને હોંશિયાર છોકરો છે. એના અક્ષર મોતીના દાણા જેવા છે. આટલો ઉત્સાહી અને જીવંત છોકરો વર્ગમાં બીજો એકેય નથી.એ કદાચ ભવિષ્યનો સિતારો છે. આઇ વિશ ઓલ ધ બેસ્ટ ટુ હીમ.’ મિસિસ થોમ્પ્પ્સનને આ વાંચીને નવાઇ લાગી, કારણ કે આજના ટેડ સાથે આ વાતનો કોઇ મેળ ખાતો નહોતો. એમણે આગળ વાંચવાનું શરુ કર્યું.
બીજા ધોરણના શિક્ષકે નોંધ કરી હતી કે ટેડ અત્યંત હોંશિયાર અને ચપળ છોકરો છે. દરેક વિદ્યાર્થીનો એ માનીતો છે. પણ પાછલા થોડાક દિવસથી એ બેધ્યાન બની ગયો છે. એનું કારણ એની માતાને છેલ્લા તબક્કાનું કેન્સર છે એ હોઇ શકે. સાંભળવામાં આવ્યા મુજબ એના પિતા દારુડિયા છે. એના ઘરની ખરાબ પરિસ્થિતિની એના પર અસર થઇ રહી છે.’ આ વાંચ્યા પછી મિસિસ થોમ્પ્સનને આઘાત લાગ્યો.
ત્રીજા વર્ગશિક્ષકની નોંધ હતી, ‘માતાના મૃત્યુથી ટેડ ભાંગી પડ્યો છે. આટલો નાનો બાળક હંમેશા ઉદાસ બેઠો રહે છે. ક્યારેક એકલો એકલો કંઇક બબડતો હોય છે. ક્યારેક એની આંખમાં આંસુ ભરેલાં હોય છે. એ કંઇ જ બોલતો નથી. કોઇ સાથે એ હવે વાત પણ કરતો નથી. ભણવાના પૂરા પ્રયત્ન છતાં એ ભણવામાં ધ્યાન આપી શકતો નથી. જો કોઇ યોગ્ય પગલાં નહીં લેવાય તો એવું બને કે એના કુમળા માનસને આ આઘાતમાંથી પાછું નહીં વાળી શકાય…’ આવા પીડાતા બાળક માટે પોતાનું વર્તન કેવું ખરાબ રહ્યું હતું ? મિસિસ થોમ્પ્સનને પોતાની જાત માટે શરમ આવવા લાગી હતી.
ચોથા ધોરણના શિક્ષકે લખ્યું હતું કે’ ટેડ કોઇપણ બાબતમાં રસ નથી લેતો. એનું જીવનતત્વ જાણે સાવ હણાઇ ગયું છે. સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પાછા નથી આવતા. અને બીજી કોઇ સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી જોડે રહેતો ટેડ રાત્રે મોડે સુધી દાદીને મદદ કરવાને કારણે ક્લાસમાં કયારેક ઊંઘી જાય છે. એને હવે એક પણ મિત્ર નથી. સાવ જ એકલો એ ક્યારેક રડતો પણ હોય છે. એ કોઇની સાથે વાત પણ નથી કરતો. પોતાના શરીર કે વાળની દરકાર પણ નથી રાખતો. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ટેડને મદદ કરે…’
બસ આટલું વાંચતાં જ મિસિસ થોમ્પ્સન ચોધાર આંસુએ રડી પડ્યા. પહેલાં તો એમને પોતાની જાત માટે શરમ આવેલી પણ છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એમને પોતાની જાત પર તિરસ્કાર છૂટ્યો. એક નાનકડા નિર્દોષ જીવને પોતે અજાણતાં જ કેવી ઇજા પહોંચાડી હતી ? ટેડ મેલોઘેલો હતો, લઘરવઘર હતો અને ગંધાતો હતો એ પોતે જોયું પણ એ શું કામ એવો હતો એ જાણવાની આ છ મહિનામાં કદી દરકાર ન કરી. એ ભણવામાં ઝીરો માર્ક્સ લાવતો હતો એ પોતે પેલા લાલ મોટા મીંડાથી સાબિત કર્યું હતું પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની ક્યારેય ઇચ્છા પણ નહોતી કરી. શું પોતે એક સાચા શિક્ષકને શોભે એવું કામ કર્યું હતું ખરું ? જરાય નહીં. ઉલટાનું પોતે તો સાવ વખોડવાલાયક કામ જ કર્યું હતું. રવિવારનો બાકીનો દિવસ એના આંસુ બંધ ન થયા.
બીજા દિવસનો સોમવાર નાતાલની રજા અગાઉનો છેલ્લો દિવસ હતો. એ દિવસે બધા બાળકો શિક્ષક માટે નાતાલની ભેટ લાવે એવો રિવાજ હતો. પાંચમા ધોરણના બાળકો પણ પોતાના શિક્ષકને ભેટ આપવા થનગની રહ્યા હતાં. બેલ વાગ્યો અને હળવા પગલે મિસિસ થોમ્પ્સન ક્લાસમાં દાખલ થયાં. આ છ મહિનામાં પહેલી વાર એમણે ટેડ સામે જોઇ સ્મિત કર્યું. પણ ટેડ તો સ્થિત્પ્રજ્ઞની જેમ કોઇ હાવભાવ વગર બેઠો રહ્યો.
બધા બાળકો એક પછી એક આવીને ‘મેરી ક્રિસમસ મિસિસ થોમ્પ્સન’ કહેતાં પોતાના હાથમાંથી રંગીન કાગળમાં વીંટાળેલા બોક્સ મિસિસ થોમ્પ્સનને આપતાં હતાં. ટેડ માથું ઝુકાવીને બેઠો હતો.. છેલ્લે ટેડ ઊભો થયો. એના હાથમાં કરિયાણાની દુકાનેથી આવેલી કથ્થાઇ કાગળની કોથળી હતી. ટેડે ડૂચાની જેમ એ કોથળીને પોતાના હાથમાં પકડી હતી. થોડુંક ચાલ્યા પછી એ મુંઝાયો. બધા છોકરાઓ એના હાથમાંની ગંદી કોથળી જોઇને હસતા એની મશ્કરી કરવા લાગ્યા.બંને હાથ વડે કોથળીને સજ્જડ પકડીને ટેડ મિસિસ થોમ્પ્સન પાસે પહોંચ્યો. નીચું જોઇને ખચકાતાં ખચકાતાં એણે હાથ લંબાવ્યો.

“મારા વહાલા દીકરા ! આ ભેટ આપવા બદલ તારો ખુબ ખુબ આભાર !” કહેતાં મિસિસ થોમ્પ્સને એના માથા પર પહેલી વાર સાચા દિલથી હાથ ફેરવ્યો. ટેડે પોતાની માતાના મૃત્યુ પછી કદાચ પહેલી વાર આવો પ્રેમાળ સ્પર્શ અનુભવ્યો હશે. એણે મિસિસ થોમ્પ્સનની આંખોમાં જોયું. એમાં પસ્તાવાના આંસુની ભીનાશ ઊભરી આવી હતી. ટેડની આંખમાં પણ આભારના હજાર શબ્દો લખાઇ ચુક્યા હતા. એ ઝડપથી ચાલીને પોતાની જગ્યાએ બેસી ગયો.
મિસિસ થોમ્પ્સને ટેડે આપેલી કથ્થાઇ કાગળની કોથળી ખોલી. દરિયાકાંઠેથી વીણેલાં છીપલાંનો એક કઢંગો પાટલો (બ્રેસલેટ) એમાં હતો. ટેડે જાતે જ બનાવેલો. અમુક છીપલાં બનાવતાં જ તૂટી ગયેલાં એની સાથે હતી પોણી વપરાઇ ગયેલી પર્ફ્યુમની બાટલી. આખો વર્ગ આ વસ્તુઓને જોઇને હસવા લાગ્યો. પણ મિસિસ થોમ્પ્સને બધાંને ચૂપ કરી દીધાં. ટેડ સામે જોઇને વહાલથી પૂછ્યું, ‘ટેડ દીકરા સાચું કહું ? આટલી સરસ ભેટ મને ક્યારેય કોઇએ આપી નથી. બીજા બધાએ મને સ્ટોર્સમાં મળતી તૈયાર વસ્તુઓ જ આપી છે. પણ તેં તો મારા માટે ભેટ જાતે જ તૈયાર કરી છે ખરું ને ?” હકારમાં મસ્તક હલાવી ટેડ નીચું જોઇ ગયો.
એ દિવસે બાકીના દરેક પિરિયડમાં મિસિસ થોમ્પ્સને એ બ્રેસલેટ પહેરી જ રાખ્યું. એ સાંજે એમના ઘરના દરવાજાની નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો. એમાં લખ્યું હતું કે ‘મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેણે મને સાચું વહાલ કર્યું હોય. તમે સૌથી સારાં ટીચર છો. – ટેડ.’ વાંચીને મિસિસ થોમ્પ્સનની આંખમાં આંસુ આવી ગયાં. એમના દુખતા હૃદયને થોડીક શાંતિ મળી.
બીજે દિવસે ટેડ નહાઇને ક્લાસમાં આવ્યો હતો. એના વાળ પણ વ્યવસ્થિત હતા. પહેલી વખત કદાચ એણે ધોયેલાં કપડાં પહેર્યા હતા. ત્યાર પછીથી તો જાણે ઠૂંઠા ઝાડને વસંતનો વાયરો સ્પર્શી ગયો હોય એમ ટેડ ઝડપભેર ખીલવા લાગ્યો. મિસિસ થોમ્પ્સન પણ એનું ખાસ ધ્યાન રાખતાં ટેડનાં વખાણ કરવાની એક પણ તક જતી ન કરતાં. ટેડ નવમાસિક પરીક્ષામાં છઠ્ઠા નંબરે આવ્યો હતો અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ !! વરસના અંતે એ ક્લાસના વિદ્યાર્થીઓનો વિદાયસમારંભ યોજાયો ત્યારે ટેડ ખૂબ રડ્યો. મિસિસ થોમ્પ્સન પણ એટલું જ રડ્યાં. હવે ટેડ એમનો સૌથી વહાલો અને માનીતો વિદ્યાર્થી બની ચુક્યો હતો.
એક વરસ પછી મિસિસ થોમ્પ્સનને ટેડનો પત્ર મળ્યો. એણે લખ્યું હતું કે હજી એના માટે સૌથી શ્રેષ્ઠ ટીચર મિસિસ થોમ્પ્સન જ છે અને જિંદગીમાં એમને ક્યારેય નહીં ભુલી શકે.
સમય સરકતો ગયો. છ સાત વરસ પછી મિસિસ થોમ્પ્સન આ ઘટનાને લગભગ ભુલી જવા આવ્યાં હતાં. એવે વખતે ફરી એક વખત ટેડનો પત્ર આવ્યો. એણે લખ્યું હતું,’ મિસિસ થોમ્પ્સન, તમે મારી જિંદગીમાં સૌથી આદરણીય અને શ્રેષ્ઠ વ્યક્તિ આજે પણ છો. દાદીના મરી ગયા પછી મજુરી કરીને ભણતાં ભણતાં મેં હાઇસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. આજે હું સમગ્ર બોર્ડમાં ત્રીજા નંબરે પાસ થયો છું. આ બધું તમારા વહાલ અને કાળજીનું પરિણામ છે. હું હંમેશા તમારો ઋણી રહીશ.’ આંસુભરી આંખે મિસિસ થોમ્પ્સન પત્ર સામે જોઇ રહ્યાં.
એ પછી પાંચ વરસ સુધી ટેડના કોઇ જ સમાચાર ન મળ્યા. બોર્ડની પરીક્ષા પછી એણે આગળ શું કર્યું એની એમને કંઇ જ ખબર નહોતી. એવામાં એક દિવસ એક સરસ મજાનું પરબીડિયું એમના દ્વાર નીચેથી સરક્યું. આ વખતે ‘તમે મારા જીવનના સૌથી આદરણીય વ્યક્તિ છો’ એથી વધારે વિગત નહોતી. ટેડ એમને જલ્દી મળવા આવશે એવું લખ્યું હતું. પણ પત્રમાં સહી બદલાઇ ગઇ હતી. પત્રને અંતે જ્યાં ‘ટેડ’ એમ લખતો હતો ત્યાં આ વખતે ડૉ. થીઓડોર એફ. સ્ટોડાર્ડ, એમ.ડી. એમ લખ્યું હતું. હા !! ટેડ હવે ડૉકટર બની ગયો હતો. મિસિસ થોમ્પ્સનની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યાં.
પત્ર મળ્યાના બે દિવસમાં જ સવારના આઠ વાગ્યામાં મિસિસ થોમ્પ્સનના ઘરની ડોરબેલ વાગી. દ્વાર ખોલીને જુએ છે તો સામે એક પડછંદ અને ફૂટડો યુવાન ઊભો હતો. એની સાથે એક રુપાળી યુવતી હતી. યુવાને પૂછ્યું, ‘ઓળખ્યો મને ?’ મિસિસ થોમ્પ્સન હજુ અવઢવમાં હતાં.
’હું ટેડ અને આ મારી વાગ્દત્તા !’ એટલું કહીને ટેડ મિસિસ થોમ્પ્સનના પગમાં પડી ગયો. ક્યાંય સુધી રડ્યા પછી ટેડે પોતાના લગ્નનું આમંત્રણ આપ્યું.
ત્રણ દિવસ પછી ટેડના લગ્નમાં મિસિસ થોમ્પ્સન આવ્યા ત્યારે ટેડે મિસિસ થોમ્પ્સનને પોતાની માતાની જગ્યાએ બેસાડ્યા. એમના શરીર પરથી આવતી પર્ફ્યુમની સુગંધ ટેડ ઓળખી ગયો. પોતે જે પોણી વપરાયેલી બાટલી મિસિસ થોમ્પ્સનને ભેટ આપી હતી એ જ !! એણે કહ્યું, ‘મેમ, આ સ્પ્રેની પોણી બાટલી મારી માએ વાપરેલી. બાકીની પા મેં તમને આપેલી. એટલે આ સુગંધથી મને લાગે છે જાણે મારી મા જ ત્યાં બિરાજે છે. મને ડૂમો ભરાઇ આવે છે પણ તમે જ એ વ્યક્તિ છો જેણે મને મારી જાત માટે આદર શીખવ્યો છે. મારામાં કંઇક સત્વ પડેલું છે અને હું પણ કંઇક કરી શકું છું એવો આત્મવિશ્વાસ તમે મારામાં જગાવ્યો છે…’ ટેડ આગળ ન બોલી શક્યો.
’ના બેટા, એવું નથી. હકીકતમાં તો તેં જ મને શીખવ્યું છે કે હું પણ કંઇક અદભુત કરી શકું છું. તું મળ્યો એ પહેલાં હું નિશાળની એક પગારદાર શિક્ષિકા માત્ર હતી. કેમ ભણાવવું જોઇએ એ તો મને તું મળ્યો પછી જ સમજાયું. ચોપડીઓમાં રહેલા વિષયોની સાથે બીજું કંઇક પણ ભણવા-ભણાવવાની દૃષ્ટિ તો તેં જ મને આપી. શિક્ષકની સાથે એક સારા માણસ બનવાનું તારું એ ઋણ હું ક્યારે ચુકવી શકીશ ?’ ટેડ એમના ચરણોમાં નમી પડ્યો. મિસિસ થોમ્પ્સને એને આશિર્વાદ આપવા હાથ લંબાવ્યો ત્યારે એમના હાથમાં પેલું તૂટેલા શંખલાનું બ્રેસલેટ હતું…..

કિડની

*To be different Unstoppable*


*કિડની બગડતી અટકાવવાના ઉપયો*

કિડની ના રોગો અત્યંત ગંભીર હોવાથી તે કિડની ની કાર્યક્ષમતા માં પ્રગતિશીલ ઘટાડો કરી શકે છે. આ તબક્કે ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સામાન્ય જીવન જીવવા માટે અગત્ય બની જાય છે. કિડનીના ઘણા રોગો અત્યંત ગંભીર હોય છે અને તેનું નિદાન મોડું થાય તો તે તબક્કે કોઈ સારવાર અસરકારક નીવડતી નથી. ક્રોનિક કિડની ફેલ્યર જેવા ન મટી શકે તેવા રોગના છેલ્લાં તબક્કાની સારવાર (જેમ કે ડાયાલિસિસ તથા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન) અત્યંત ખર્ચાળ છે અને બધી જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી. વિકાસશીલ દેશોમાં ફક્ત ૫-૧૦ % દર્દીઓને જ આ સારવાર પરવડે છે. જયારે બાકીના દર્દીઓનું જીવન ઈશ્વર ઈચ્છાને આધીન હોય છે. વહેલાસર નિદાન દ્વારા સે.કે.ડી.માં કિડની વધુ બગડતી અટકાવી શકાય છે અને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે તે તબક્કાને દુર ઠેલી શકાય છે.
આ કારણસર “Prevention is better than cure” કહેવતને અનુસરવું ખુબ જ જરૂરી છે.
કિડની બગડતી અટકાવવાના સુચનો વિશે દરેક વ્યક્તિને માહિતી હોવી જરૂરી છે, જેની ચર્ચાના મુખ્ય બે ભાગ છે :

સામાન્ય વ્યક્તિ માટે સૂચનોરોગની હાજરીમાં જરૂરી કાળજી

સામાન્ય વ્યક્તિ માટે સૂચનો :


કિડની રોગ અટકાવવા માટે સાત સોનેરી સૂચનો :-

૧. નિયમિત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું. નિયમિત કસરત કરવાથી અને કાર્યરત જીવનશૈલી અપનાવવાથી લોહીનું દબાણ અને લોહીમાં શુગરનું પ્રમાણ સામાન્ય રહે છે. નિયમિત કસરતથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટાડી શકાય છે.

૨ પોષ્ટિક ખોરાક લેવો.
ખોરાક મા નમક (મીઠું), ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લેવો અને શાકભાજી, ફળો અને રેસા વાળા ખોરાક નું પ્રમાણ વધારે રાખવું. મીઠું(નમક) રોજ ૫-૬ ગ્રામથી ઓછું લેવું જોઈએ. ૪૦ વર્ષની ઉમર બાદ ખોરાકમા નમક(મીઠું)ના પ્રમાણ ઘટાડવાથી લોહીનું દબાણ અને પથરી થવાનું જોખમ ઘટાડી શકાય છે.

૩ યોગ્ય વજન જાળવવું.
સમતોલ આહાર અને નિયમિત કસરત દ્વારા વજન જાળવી શકાય છે. યોગ્ય વજન જાળવવાથી ડાયાબિટીસ, લોહીનું દબાણ, હૃદયરોગ અને આ પ્રશ્નોને કારણે થતા કિડનીના પ્રશ્નો અટકાવી શકાય છે.

૪ ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો.
ધુમ્રપાન ને કારણે લોહીની નળીઓ સંકોચાય જાય અને તેથી કિડનીને લોહી ઓછું પહોચે છે. જે કિડનીની કાર્યક્ષમતા પર વિપરીત અસર કરે છે.

૫ દુખાવાની દવાઓ થી ચેતો.
ઘણા લોકો નાના મોટા દુખાવા માટે ડોક્ટરની સલાહ વગર દુખાવા ની દવા લેતા હોય છે. જેના કારણે કેટલીક વખત લાંબા ગાળે કિડની બગડી શકે છે. દુખાવા માટે ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય દવા લેવામાં શાણપણ અને કિડનીની સલામતી છે.
પાણી વધારે પીવું.

૬ તંદુરસ્ત વ્યક્તિએ રોજ ૨-લીટર (૧૦-૧૨ ગ્લાસ) થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બિનજરૂરી કચરો અને ક્ષાર ને દુર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઇ હોય તેવી વ્યક્તિએ રોજ ૩ લીટર થી વધારે પ્રવાહી લેવું જોઈએ.

૭. રૂટીન હેલ્થ ચેકઅપ :-
૪૦ વર્ષ પછી કોઈપણ તકલીફ ન હોવા છતાં દર વર્ષે હેલ્થ નો ચેકઅપ કરાવવાથી લોહીનું ઊંચું દબાણ ડાયાબિટીસ, કિડનીના રોગ વગેરેનું નિદાન કોઈ પણ ચિહનો ન હોય તે તબક્કે વહેલાસર થઇ શકે છે. ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ વારસાગત રોગ હોવાથી જે વ્યક્તિના કુટુંબમાં આ રોગ હોય તેવી દરેક વ્યક્તિએ એક કે બે વર્ષે ચેકઅપ કરાવી લેવું અગત્યનું છે. આ પ્રકારના રોગ ની વહેલાસર યોગ્ય સારવાર થી કિડનીને ભવિષ્યમાં નુકશાન થવાની શક્યતા અટકાવી કે ઘટાડી શકાય છે.

રોગની હાજરીમાં જરૂરી કાળજી : 

૧. કિડનીના રોગ વિશે સજાગતા અને વહેલું નિદાન :
મો-પગ પર સોજા, ખોરાકમાં અરુચિ, ઊલટી-ઊબકા, લોહીમાં ફિક્કાશ, લાંબા સમયથી નબળાઈ, રાત્રે વધુ વખત પેશાબ જવું, પેશાબમાં તકલીફ હોવી વગેરે ચિહનો કિડનીના રોગને કારણે હોઈ શકે છે. આવી તકલીફ ધરાવતી વ્યક્તિઓએ તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવી, કિડનીની તકલીફ તો નથી તે નિદાન કરાવી લેવું જોઈએ. કિડનીના રોગનું વહેલું નિદાન રોગને મટાડવા, અટકાવવા કે કાબુમાં લેવા માટે અત્યંત મહત્વનું છે. કોઈ પણ ચિહનોની ગેરહાજરીમાં પણ પેશાબમાં પ્રોટીન જવું કે લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ વધવું તે કિડનીના રોગની હાજરી સુચવી શકે છે.

૨. ડાયાબિટીસના દર્દીઓમાં જરૂરી કાળજી :
ડાયાલિસિસ માટે આવતા દર ત્રણ દર્દીઓમાંથી એક દર્દીમાં કિડની ફેલ્યર માટે ડાયાબિટીસ કારણભુત હોય છે. આવા ગંભીર પ્રશ્નને અટકાવવા દરેક ડાયાબિટીસના દર્દીમાં, હંમેશા માટે ડાયાબિટીસ યોગ્ય રીતે કાબુમાં હોય તે જરૂરી છે. કિડની ફેલ્યરના અંતિમ તબક્કા ના ૪૫% દર્દીઓમાં દર્દીઓમાં રોગ નું કારણ ડાયાબિટીસ હોય છે.
ડાયાબિટીસના દરેક દર્દીએ કિડની પરની અસરના વહેલા નિદાન માટે દર ૩ મહીને લોહીના દબાણ પેશાબમાં પ્રોટીનની તપાસ કરાવવી અત્યંત જરૂરી છે. લોહીનું દબાણ વધવું, પેશાબમાં પ્રોટીન જવું, સોજા આવવા, વારંવાર લોહીમાં ખાંડ ઘટી જવી કે ડાયાબિટીસ માટે લેવામાં આવતા ઇન્જેક્શન કે દવાની માત્રામાં ઘટાડો થવો વગેરે ડાયાબિટીસની કારણે કિડની બગડવાની નિશાની સૂચવે છે. જે દર્દીને ડાયાબિટીસની કારણે આંખમાં તકલીફ માટે લેસરની સારવાર લેવી પડી હોય તેવા દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા ખુબ જ વધારે હોય છે. તેથી આવા દરેક દર્દીએ કિડની માટે નિયમિતપણે તપાસ કરાવતા રહેવી અત્યંત જરૂરી છે.
કિડની બગડતી અટકી શકે તે તબક્કાના સૌથી વહેલા નિદાન માટે શ્રેષ્ઠ અને એકમાત્ર એવી ખાસ તપાસ, તે પેશાબની “માઈક્રોઆલ્બ્યુંમિનયુરિયા” ની તપાસ છે. કિડનીના રોગોને અટકાવવા માટે દરેક દર્દીઓ એ ડાયાબિટીસ ની નિયમિત તપાસ અને લોહીનું દબાણ ૧૩૦/૮૦ મી.મી.કરતા ઓછું જાળવવું જોઈએ અને ખોરાક મા પ્રોટીન અને ચરબી વાળા ખોરાક ની માત્રા ઓછી લેવી જોઈએ.

૩. લોહીના ઊંચા દબાણના દર્દીઓમાં જરૂરી કાળજી :
લોહીનું ઊંચુ દબાણ ક્રોનિક કિડની ફેલ્યરનું અગત્યનું કારણ છે. લોહીના ઊંચા દબાણના ચિહનો મોટા ભાગના દર્દીઓમાં નહીવત્ હોવાથી કેટલાક દર્દીઓ બી.પી. માટેની દવા અનિયમિત રીતે લે છે કે બંધ પણ કરી દે છે. લાંબા ગાળે આવા દર્દીઓમાં લોહીના ઊંચા દબાણને કારણે કિડની બગડવાનો ભય રહે છે. લોહીનું ઊંચુ દબાણ લાંબા સમય માટે રેહવા થી ક્રોનિક કિડની ફેલ્યર, હૃદય નો હુમલો અને સ્ટ્રોકની તકલીફ કરી શકે તેવો ભય રહે છે. આથી લોહીનું ઊંચુ દબાણ ધરાવતા દર્દીઓએ લોહીના દબાણનો યોગ્ય કાબુ રાખવો અને તેની કિડની પરની અસરના વહેલા નિદાન માટે વર્ષમાં એક વખત પેશાબની અને લોહીમાં ક્રીએટીનીનની તપાસ કરાવવી સલાહભરી છે. કિડનીના રોગોને અટકાવવા માટે બધાજ લોહીના દબાણ વાળા દર્દીઓ એ નિયમિત રીતે બીપી મપાવતા રહેવું, ખોરાક મા મીઠું ઓછું લેવું અને ખોરાક નિયમિત અને સમતોલ લેવો જરૂરી હોય છે. આ ઉપરાંત સારવાર હેતુ લોહીનું દબાણ ૧૩૦/૮૦ મી.મી. કરતા ઓછું જાળવી રાખવું જરૂરી બની જાય છે.

૪. ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં જરૂરી કાળજી :
ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં કિડનીને નુકસાન થતું અટકાવવા માટે સૌથી મહત્વની સારવાર લોહીના દબાણ પર યોગ્ય કાબુ છે. આ માટે ઉતમ પદ્ધતિ રોજ દિવસમાં ૨-૩ વખત ઘરે બી.પી. માપી નોંધ રાખવી અને આ બી.પી. ના ચાર્ટને ધ્યાનમાં લઇ ડોક્ટર દ્વારા બી.પી.ની દવામાં યોગ્ય ફેરફાર કરવો તે છે. લોહીનું દબાણ હંમેશા ૧૪૦/૮૪થી ઓછુ હોવું ફાયદાકારક છે.
ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં મૂત્રમાર્ગમાં અવરોધ, પથરી, પેશાબનો કે અન્ય ચેપ, શરીરમાં પાણી ઘટી જવું (ડિહાઈડ્રેશન) વગેરેની સમયસરની યોગ્ય સારવાર કિડનીની કાર્યક્ષમતા લાંબો સમય જાળવવા માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.

૫. વારસાગત રોગ પી.કે.ડી.નું વહેલું નિદાન અને સારવાર :
પોલિસિસ્ટિક કિડની ડીસીઝ (પી.કે.ડી.) એ વારસાગત રોગ છે જે ડાયાલિસિસ કરાવતા ૬-૮% દર્દીઓમાં જોવા મળે છે. આ કારણસર કુટુંબમાં જો કોઈ એક વ્યક્તિને આ રોગ (પી.કે.ડી.) હોય તો, ડોક્ટરની સલાહ મુજબ કુટુંબની અન્ય વ્યક્તિઓમાં આ રોગની તકલીફ તો નથી ને તે નિદાન કરવી લેવું જરૂરી છે. વહેલા નિદાન બાદ ખોરાકમાં પરેજી, લોહીના દબાણ પર કાબુ અને પેશાબના ચેપની તથા અન્ય સારવારની મદદથી કિડની બગડવાની ઝડપ ધીમી પાડી શકાય છે.

૬. બાળકોમાં મૂત્રમાર્ગના ચેપની યોગ્ય સારવાર :
બાળકને વારંવાર તાવ આવતો હોય અને વજન વધતું ન હોય તો તે માટે મૂત્રમાર્ગનો ચેપ જવાબદાર હોઈ શકે છે. બાળકોમાં મૂત્રમાર્ગના ચેપનું વહેલું નિદાન અને યોગ્ય સારવાર મહત્વના હોવાનું કારણ અલગ તથા ચિંતાજનક છે. જો મૂત્રમાર્ગના ચેપનું નિદાન અને સારવાર મોડા થાય તો બાળકની વિકાસ પામી રહેલી કિડનીને સુધરી ન શકે તેવું નુકસાન થઇ શકે છે.
આ પ્રકારના નુકસાનને કારણે વર્ષો બાદ ધીમે-ધીમે કિડની બગડી જાય તેવો ભય રહે છે (પુખ્તવયે મૂત્રમાર્ગમાં ચેપને કારણે કિડનીને સુધરી ન શકે તેવું નુકસાન સમાન્ય રીતે થતું નથી.) આ ઉપરાંત પેશાબનો ચેપ થતો હોય તેવા નાની ઉમરના બાળકોમાંથી અર્ધા જેટલા બાળકોમાં ચેપ થવાં માટે જ્ન્મજાત ખોડ કે અડચણ જવાબદાર હોય છે. આ પ્રશ્નોમાં સમયસરની યોગ્ય સારવારના અભાવે કિડની બગડવાનો ભય રહે છે. સામાન્ય રીતે ૫૦% બાળકોમાં ચેપ લાગવાનું કારણ વસાઈકો-યુરેટ્રલ રિફલ્સ હોઈ શકે છે.
ટૂંકમાં, બાળકોમાં કિડની બગડતી અટકાવવા માટે મૂત્રમાર્ગના ચેપનું વહેલું નિદાન તથા સારવાર અને ચેપ થવા માટેના કારણનું નિદાન અને સારવાર ખુબ જ જરૂરી છે.

૭. પુખ્તવયે વારંવાર પેશાબના ચેપની યોગ્ય સારવાર :
કોઈ પણ ઉમરે પેશાબનો ચેપ વારંવાર થતો હોય કે દવાથી કાબુમા આવતો ન હોય તો તે માટેનું કારણ શોધવું જરૂરી છે. આ કારણો(જેમ કે મૂત્રમાર્ગમાં અવરોધ, પથરી વગેરે) ની સમયસરની યોગ્ય સારવાર કિડનીને સંભવિત નુકસાન થતું અટકાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

૮. પથરી અને બી.પી.એચ.ની યોગ્ય સારવાર :
ઘણી વખત કિડની કે મૂત્રમાર્ગમાં પથરીનું નિદાન થયા બાદ પણ તેને કારણે ખાસ તકલીફ થતી ન હોવાથી દર્દી તેની સારવાર પ્રત્યે બેદરકારી સેવે છે. આ જ રીતે મોટી ઉમરે થતા પ્રોસ્ટેટની તકલીફ બી.પી.એચ. ને કારણે જોવા મળતા ચિહનો પ્રત્યે દર્દી કાળજી દાખવતા નથી. આવા દર્દીઓમાં લાંબે ગાળે કિડનીને નુકસાન થવાનો ભય રહેતો હોવાથી ડોક્ટરની વહેલાસર સલાહ લેવી અને તે મુજબ સારવાર લેવી જરૂરી છે.

૯. નાની ઉમરે લોહીના ઊંચા દબાણ માટે તપાસ :
સામાન્ય રીતે ૩૦ વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિમાં લોહીનું ઊંચુ દબાણ જોવા મળતું નથી. નાની ઉમરે લોહીના વધારે ઊંચા દબાણનું સૌથી મહત્વનું કારણ કિડનીના રોગ છે, તેથી આવી દરેક વ્યક્તિઓએ કિડનીની તપાસ કરાવવી ખુબ જ જરૂરી છે.

૧૦. એક્યુટ કિડની ફેલ્યરના કારણોની વહેલાસરની સરવાર :
એકાએક કિડની બગડી જવાના મુખ્ય કારણોમાં ઝાડા, ઊલટી, ઝેરી મેલેરિયા, બહુ રક્તસ્ત્રાવ, લોહીમાં ગંભીર ચેપ, મૂત્રમાર્ગમાં અડચણ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા પ્રશ્નોની વહેલી, યોગ્ય અને પુરતી સારવાર કિડનીને બગડતી અટકાવી શકે છે.

૧૧. ડોક્ટરની સલાહ મુજબ જ દવાનો ઉપયોગ :
સામાન્ય રીતે લેવામાં આવતી દવાઓમાંની કેટલીક દવાઓ (જેમ કે દુઃખાવાની દવાઓ) લાંબો સમય લેવાથી કિડનીને નુકસાન થવાનો ભય રહે છે. તેથી બિનજરૂરી દવા લેવાનું ટાળવું જોઈએ અને જરૂરી દવાં ડોક્ટરની સલાહ મુજબના ડોઝ અને સમય માટે જ લેવી હિતાવહ છે. માથા અને શરીર મા દુખાવા માટે પોતાની મેળે દવાઓ લેવાની ટાળવી. બધી આર્યુવેદિક દવાઓ સલામત છે તે ખોટી માન્યતા છે. કેટલીક ભારે ધાતુઓ ધરાવતી ભસ્મો કિડનીને ગંભીર નુકસાન કરી શકે છે.

૧૨. એક જ કિડની ધરાવતી વ્યક્તિઓમાં કાળજી :
એક જ કિડની ધરાવતા વ્યક્તિઓ પણ સામાન્ય જીવન જીવી શકે છે.પરંતુ તેઓને અમુક કાળજી રાખવી હિતાવહ છે. આવી વ્યક્તિઓએ પાણી વધારે લેવું, પેશાબ કે અન્ય ચેપની વહેલી યોગ્ય સારવાર કરાવવી અને નિયમિત રીતે ડોક્ટરને બતાવવું અત્યંત જરૂરી છે.

Friday 27 July 2018

*નાભિ*

*🙏To be different 👉 Unstoppable🙏*

*નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે.*

એક ૬૨ વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવા નુ શરુ થયું ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખ ની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપૉર્ટ આવ્યા,  હવે તેઓ તે આંખ થી જીવનભર જોઈ નહિ શકે. આવુ કહેવામાં આવ્યું....મિત્રો એવું શક્ય નથી..

તો મિત્રો આપણુ શરીર એ પરમાત્મા ની એક અદભુત દેન છે...ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડથી પોષણ મળે છે અને એટલે જ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે.

ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે કે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વે નસો નું જોડાણ  નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે...

નાભિ ની પાછળ ના ભાગ માં "પેચોટી" હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની આવેલી હોય છે.આપણા શરીરની કૂલ રક્તવાહિનિઓની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી લંબાઇ હોય છે.

નાભિમાં ગાયનું શુદ્ધ ઘી અને તેલ લગાડવાથી ઘણાબધા  શારીરિક દુર્બલતા ના ઉપાય થાય છે.

1.આંખોનો સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટે ના ઉપાયો ..

સુતા પહેલા ત્રણ થી સાત ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને  નાભિની આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ મા પસરાવી નાખવુ .

2. ઘૂંટણના દર્દમાં*

સુતા પહેલા ત્રણ થી સાત  ટીપા એરંડિયા નું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ.

3. શરીર મા ધ્રુજારી તથા સાંધા નું દુખવું તથા સુકી ત્વચા ના ઉપાય માટે*

રાત્રે સુતા પહેલા ત્રણ થી સાત ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ.

  
4. મોઢા ઉપર તથા વાંસામાં થતા ખીલ માટે*     
 લીંબડા નુ તેલ ત્રણ થી સાત ટીપા નાભિમાં ઉપર મુજબ નાખવું.

                  
*નાભિમા તેલ નાખવાનુ કારણ*

નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિ ની સુકાઈ રહી છે, એટલે એમાં એ તેલ ને પસાર કરીને નાખે છે.

જયારે બાળક નાનું હોય છે અને એના પેટ માં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરત જ બાળકનું પેટ દુ:ખવુ મટી જતુ , બસ તેલનું પણ એવુ જ કામ છે.

*ઘી અને તેલ ને નાભી માં નાખવા માટે ડ્રોપર નો ઉપયોગ કરવો જેથી  ઘી અને તેલ નાખવુ સરળ રહે .*

આપણા સ્નેહીજન , મિત્રો , પરિજનો , તથા સર્વ પરિચિતો સાથે નાભિ માં ઘી, તેલ ના ઉપયોગ અને એના ફાયદા શેર કરો..   




ગુરૂ પૂર્ણિમા ર્િશેષ

*🙏To be different 👉 Unstoppable🙏*
ગુરૂ પૂર્ણિમા વિર્શેષ






અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજાનુ ખાસ મહત્વ છે. આપણા દેશમા આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાઁ આવે છે. 




ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ ૧૫ ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે શિષ્ય તેના ગુરુ પ્રત્યે તેનો અહોભાવ, તેનો સમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. ગુરુ ભક્તિનું આ અનેરુ પર્વ છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યેનું ૠણ અદા કરવાનો પવિત્ર અવસર છે.ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર કરી આપણે ગુરુ પ્રત્યેનો આપણો અહોભાવ વ્યક્ત કરીએ છીએ.ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાં. ગુરુ પૂર્ણિમાનાં દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.આપણાં શાસ્ત્રો, ગ્રંથોમાં ગુરુ અને ગુરુ પદનો મહિમા અને ગુણગાણનું અદ્‌ભૂત વર્ણન છે. 

ગુરુ પુર્ણિમા એટલે ભારત વર્ષની ગુરુ પરંપરાનો દિવસ, ભારતીય સંસ્કૃતિની ગરિમાનો દિવસ, અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાનો દિવસ, ગુરુ કૃપાનો પ્રાપ્તિ દિવસ, જીવનમાંથી અજ્ઞાનરુપી અંધકારને દૂર કરવાનો દિવસ, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો દિવસ, આદ્યાત્મિક જગતના મહાન પર્વનો દિવસ, ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ, ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યકત કરવાનો દિવસ, ગુરુએ બતાવેલ આદર્શોના માર્ગે ચાલવાનો સંકલ્પ કરવાનો દિવસ, ગુરુ શિષ્યના પવિત્ર મિલનનો દિવસ.









ગુરુ પૂર્ણિમા વિશે મસ્ત ગીત.....

આજ  અવસર આવ્યો રુડો આન્ગણે રે લોલ, 
આજ કરવા ગુણગાન  મારા ગુરુજીના રે......
                           -આજ અવસર............

મને  જન્મ આપનાર મારી  જનેતા રે લોલ, 
મને સંસ્કાર આપનાર મારા  ગુરુજી  રે.......
                           આજ અવસર. ...............

મને વ્હાલ  મળ્યું  એના ખોળામાં રે લોલ, 
મારા  બાળપણની કેડી જેણે કંડારી  રે.......
                            આજ અવસર. .........

મારા  જીવનની ડોરી જેના હાથમાં રે લોલ, 
ભવ સાગર તરાવો એના હાથમાં રે. .......
                             આજ અવસર. ........

મારા  જીવનના બાગને ઉછેરતા  રે લોલ, 
એના બાગમાં ખીલેલા  અમે ફૂલડા રે.....
                              આજ અવસર. ..... 

એના ગ્યાનથી અમે આજ ઉજળા રે લોલ, 
એના ગ્યાન થકી પહોચ્યા  અમે મંજિલે રે....
                               આજ અવસર. ......

ગુરુ  સાક્ષાત ઇશનો અવતાર  છે રે લોલ, 
એના પ્રેમ તણા તાન્તણે  બંધાણા  રે....
                               આજ અવસર. ...
                 

ગુરુ પૂર્ણિમા પર મોરારીબાપુનો વિડીઓ જોવા અહિ ક્લિક કરો




























ગુરુ પૂર્ણિમા પર મોરારીબાપુનો વિડીઓ જોવા અહિ ક્લિક કરો














Wednesday 25 July 2018

*એવોર્ડ*

*🙏To be different 👉 Unstoppable🙏*

🙏🏅🎖એવોર્ડ🎖🏅🙏



💠 *ભારતના મહત્વપૂર્ણ એવોર્ડ* 💠

 *ભારતના વીરતા માટેના એવોર્ડ*

💠 *પરમવીર ચક્ર
🛡સેનાની ત્રણેય પાંખો ભુમીદળ હવાઈ દળ કે જળ ક્ષેત્ર દુશ્મન સામે કરેલી અભૂતપૂર્વ બહાદુરી માટે આ સર્વોચ્ચ એવોર્ડ અપાય છે બલિદાન માટે પણ આ એવોર્ડ અપાય છે
💠 *મહાવીર ચક્ર💠
🛡સેના ની ત્રણે પાંખો માટે વિશિષ્ટ વીરતા બતાવવા બદલ આપવામાં આવતો આ દ્વિતીય કક્ષાનો એવોર્ડ છે
💠 *વીર ચક્ર💠
🛡વિશિષ્ટ વીરતા બદલ આપવામાં આવતો આ તૃતિય કક્ષાનો એવોર્ડ છે
💠 *અશોક ચક્ર💠
🛡કોઈપણ બહાદુરીના કાર્ય બદલ આ એવોર્ડ આપવામાં આવે છે બલિદાન માટે પણ આ એવોર્ડ આપવામાં આવે છે
💠 *શૌર્ય ચક્ર💠
🛡કોઈપણ વીરતા વાળા કાર્ય માટે આ એવોર્ડ આપવામાં આવે છે
www.educationupdate.online
💠 *અર્જુન એવોર્ડ*💠
🛡આ ભારતીયખેલાડીને વર્ષ દરમ્યાન રમતગમતના ક્ષેત્રે સિદ્ધિ મેળવવા બદલ આ એવોર્ડ આપવામાં આવે છે
💠 *સુવર્ણ કમળ , રજત અને કાંસ્ય કમળ*💠
🛡ફિલ્મી ક્ષેત્ર સાથે સંકળાયેલા કલાકારો કસબીઓને આ એવોર્ડ આપવામાં આવે છે
💠 *શ્રમરત્ન , શ્રમભૂષણ, શ્રમવીર , શ્રમશ્રી અને શ્રમદેવી💠
🛡આ એવોર્ડ ભારત સરકારના શ્રમ ખાતા તરફથી સન 1984 થી શરૂ કરવામાં આવેલ છે આ એવોર્ડ ઉદ્યોગ ક્ષેત્ર માટે આપવામાં આવે છે ઉદ્યોગોમાં વિશિષ્ટ યોગદાન આપવા બદલ કામદારોને પણ આ એવોર્ડ આપવામાં આવે છે
💠 *પરમ, અતિ અને વિશિષ્ટ સેવા મેડલ💠
🛡સરકારી કર્મચારીઓમાં જે કોઈ એ વિશિષ્ટ પ્રકારની કામગીરી બજાવી હોય એવા કર્મચારીઓને આ મેડલ આપવામાં આવે છે આ મેડલ ના ત્રણ પ્રકારો છે પરમ વિશિષ્ટ સેવા મેડલ પી.વી.એસ.એમ અતિવિશિષ્ટ સેવા મેડલ એ.વી.એસ.એમ અને વિશિષ્ટ સેવા મેડલ વી.એસ.એમ.
💠 *જીવનરક્ષા મેડલ💠
🛡ભારત સરકાર તરફથી ડૂબતા માનવીને કે આગ અકસ્માતમાંથી બચાવવાની વિશિષ્ટ કામગીરી બદલથી કે પુરુષને આ મેડલ આપવામાં આવે છે

💠 *નેશનલ પ્રોફેસર💠
🛡સંશોધન કાર્ય માં જે તે માનવી સંપૂર્ણપણે જોડાઈ શકે તેવા ઉદ્દેશથી જીવનપર્યં

🥇 *HAPPY TO HELP*🥇