Monday, 23 July 2018

૨૧ જૂનનું આધ્યાત્મિક મહત્વ

*🙏To be different 👉 Unstoppable🙏*

યોગ દિવસ ૨૧ જુનના દિવસે જ કેમ?


માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોના પરિણામરૂપે સમગ્ર વિશ્વ ૨૧ જુનને રોજ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે. ત્યારે સહેજે સવાલ થાય કે યોગ દિવસ ૨૧ જુનના રોજ જ શા માટે? તેના માટે ઘણા બધા કારણો છે, જેમકે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા પાછળ અંકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, અને ખગોળ શાસ્ત્રીય કારણો રહેલા છે. જેને લીધે ૨૧ જુનના રોજ જ વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. વર્ષમાં બે વાર સુર્યની સ્થિતિમા પરિવર્તન થાય છે, જેને ઉત્તરાયણ અને દક્ષિણાયન કહે છે. ૨૧ જૂનનો દિવસ સાડા તેર કલાકનો અને રાત્રી માત્ર ૧૧ કલાકની હોય છે. 

૨૧ મી જુન પછી સુર્ય દક્ષિણ દિશા તરફ વળતો હોવાથી તેને દક્ષિણાયન કહેવામાં આવે છે. ૨૧ જુનના રોજ દક્ષિણાયન અને ૨૨ ડિસેમ્બરના રોજ ઉત્તરાયણ આવે છે. 

૨૧ જુનના રોજ પૃથ્વીની સ્થિતિ કેવી હોય?????

કયા ગ્રહોનું મિલન હોય???

૨૧ જૂનનું આધ્યાત્મિક મહત્વ, વગેરે બાબતો જાણવા માટેનો ન્યુજ રીપોર્ટ જોવા માટે અહી ક્લિક કરો



Sunday, 22 July 2018

Google School

*🙏To be different 👉 Unstoppable🙏*

દેશની પ્રથમ 'ગૂગલ શાળા'

ગૂગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાનીધવન ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકોને પૂછે છે કે...‘‘બ્લેક બોર્ડ અને ગૂગલ ક્લાસ, એમ બેમાંથી શેમાં મજાઆવે છે...? ’’ બાળકો હોંશે હોંશે જવાબ આપે છે...‘‘ગૂગલ ક્લાસમાં...’’ કેટલાક પ્રશ્નો અને તેના જવાબ પછીચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકો ગૂગલ ઈન્ડિયાનાદિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવનને પૂછે છે કે‘‘મેડમ હવે ફરી ક્યારે અમારી સાથે વાત કરશો...?’’ બાનીધવન જવાબ આપે છે ટૂંક સમયમાં જ આપણેમળીશું... ચોંકી ગયાને...?

ગૂગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાનીધવન સાથે ચાંદલોડિયા પ્રાથમિક શાળાના બાળકોgoogle Hangout (ગૂગલ હેંગઆઉટ) દ્વારા સીધી વાતકરે છે. કારણ કે... ચાંદલોડિયા પ્રાથમિક શાળામાં ગુગુલફ્યુચર ક્લાસરૂમ (Google Future Classroom) સૌપ્રથમ શરૂ કરવામાં આવ્યો છે. આખા દેશમાં આ પ્રથમઘટના છે.

આ વર્ગમાં ૩૦ લેપટોપ, ૧ ટચસ્ક્રીન પ્રોજેક્ટર, વાઈ-ફાઈ,ઈયરફોન, વેબ કેમેરા ઉપલબ્ધ છે. શાળાનું પોતાનુંcpschool.org ના નામનું ડોમેઈન છે. દરેક વિદ્યાર્થીનાcpschool.org ના નામનું ઈમેલ એકાઉન્ટ ઓપન કરેલુંછે. આ ક્લાસરૂમના ઉપયોગ બાબતની તાલીમ પણશિક્ષકોને આપવામાં આવી છે.

ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપે છે.ઓનલાઈન પ્રોજેક્ટવર્ક કરાવવામાં આવે છે. શિક્ષકગૃહકાર્ય પણ વિદ્યાર્થીઓને મેઈલ કરે છે. Google નીGoogle Classroom ,Gmail, Drive, Docs, Forms, Sheets, Slides, Hangouts જેવીએપ્લિકેશનનો વિધાર્થીઓ ઉપયોગ કરે છે.

ગૂગલ ફ્યુચર ક્લાસરૂપ આવ્યા પછી વિદ્યાર્થીઓ શાળાનોસમય પૂરો થયા બાદ પણ શાળામાં આવે છે.વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવી છે. વિદ્યાર્થીઓની સંખ્યાવધી છે.

ગૂગલ ફ્યુચર ક્લાસરૂપ એ IL&FS Education અને‘ગૂગલ’ નાં સંયુક્ત ઉપક્રમે ચાલે છે.

જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ કહે છે કે, “ગૂગલ ફ્યુચર ક્લાસરૂપ એ શિક્ષકો, વિદ્યાર્થીઓ અનેવાલીઓ માટે ડીજીટલ લર્નિગ ઝોન છે. જેનાથી 21મીસદીના ચાર કૌશલ્યો કોમ્યુનિકેશન, સર્જનાત્મકઅભિવ્યક્તિ વિકસે છે.  આ ટેકનોલોજીનોઉપયોગ શિક્ષકો દ્વારા વધારી કરવાથી વિદ્યાર્થીઓનીશીખવાની ક્ષમતામા વધારો થાય છે અને એક સહયોગીવાતાવરણ પૂરૂ પાડે છે…"ક્લાસ રૂમની વિશેષતાઓવર્ણવતા શાળાના આચાર્ય રાકેશ પટેલ કહે છે કે, ‘‘ ઓછાવજનનું વિદ્યાથીઓ માટે તૈયાર કરેલા લેપટોપ, જે ૧૦સેકન્ડમાં ચાલુ થઈ જાય છે. બેટરી પૂરો દિવસ ચાલે છે.કેયાન એ એક કમ્પુટર, પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ, હાઈક્વોલીટીની ઓડિયો સિસ્ટીમ, ઈન્ટરનેટ વાઈ-ફાઈ અનેડીવીડી પ્લેયર આ તમામ વસ્તુ એક જ ઉપકરણમાં આવીજાય છે. અમારા બાળકો અહીં બેઠા બેઠા વિશ્વ સાથેતાલમેલ મિલાવી શકે છે.’’

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ મહેતા કહે છે કે, ‘ગૂગલ ફ્યુચર કલાસરૂમ” નાં અનેક ફાયદાઓ છે.વિદ્યાર્થીઓ ઝડપથી શીખી શકે છે. એકમ કસોટી ગૂગલફોર્મ નામની એપ્લીકેશનથી આપવી સરળ બની છે.શિક્ષકોનો સમય બચે છે સાથે સાથે વિદ્યાર્થિઓ દુનિયાનાકોઈ પણ ખૂણાની માહિતી મેળવી શકે છે. પ્રોજેક્ટ કાર્ય,પિયર ગ્રુપ લર્નિગ અને વિદ્યાર્થીઓમાં લર્નિગ અનેશિક્ષકોમા ટીચિંગ કૌશલ્યનો વિકાસ થયો છે.” 



OMR Removed From Board

*🙏To be different👉 Unstoppable🙏*


OMR Removed From Board

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં OMRનીકળી જશે!?

હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકશિક્ષણ વિભાગ દ્રારા લેવાતી ઘો.10 અને ધો.12 સાયન્સની બોર્ડ ની પરીક્ષામાં 50 માર્કસ ની પરીક્ષા OMR પધ્ધતિથી લેવામાં આવે છે,જેમાં થતી સામુહિક ચોરીઓઅટકાવવા રાજય સરકાર 50 માર્કસની OMR પરીક્ષાપધ્ધતિ નાબૂદ કરવાનો નિર્ણય લેવા જઇ રહી છે.

મળતી માહીતી મુજબ આ વર્ષે 450 સમૂહ ચોરીના કેસસામે આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓએ OMRમાં 45-50માર્ક્સ મેળવ્યા હોય, પરંતુ બાકીના 50 માર્ક્સના પેપરમાંમાંડ 5 માર્ક્સ પણ ન મેળવ્યા હોય. 2017માં આવી 650અને 2016માં 553 ફરિયાદો મળી હતી.

જેને લઇને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકશિક્ષણ વિભાગ(GSHSEB) દ્વારા રાજ્યના શિક્ષણવિભાગને પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે કે, SSC અનેHSCની પરીક્ષાઓમાં NCERTનો અભ્યાસક્રમ અનેસેન્ટ્રલ બોર્ડની પરીક્ષાની પેટર્ન લાગુ કરવામાં આવે અને50 માર્કસ ની OMR પદ્ધતિ નાબૂદ કરાય.

આ અંગે ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએજણાવ્યું હતુ કે, સરકાર GSHSEBના આ પ્રસ્તાવ પરગંભીરતાથી વિચાર કરી રહી છે. ટુંક જ સમયમાં અંતિમનિર્ણય લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોરણ9 અને 11માં NCERTનો અભ્યાસક્રમ લાગુ કરવામાંઆવ્યો છે અને 2019થી ધોરણ 10 અને 12માં પણ તેજ અભ્યાસક્રમ શરુ કરવામાં આવશે. જાણકાર સૂત્રો નાજણાવ્યા મુજબ જણાવ્યું કે, જો 2019 થી CBSE પેટર્નલાગુ કરાય તો તેમાં OMR પ્રશ્નો હોતા નથી.

બોર્ડના અધિકારી ના જણાવ્યા મુજબ આ નિર્ણયથીવિદ્યાર્થીઓને કોઈ નકારાત્મક અસર નહીંપડે.GSHSEBમાં ઈન્ટરનલ અને એક્સર્ટનલ બન્નેપરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે. CBSE પેટર્નમાં બોર્ડનીપરીક્ષાનું વેટેજ 80 માર્ક્સ અને સ્કૂલમાં લેવામાં આવતીપરીક્ષાનું 20 માર્ક્સ હોય છે. જો વિદ્યાર્થીનો ઈન્ટરનલસ્કોર સારો હશે તો તે પરીક્ષામાં સરળતાથી પાસ થઈજશે.

Science Fair

*🙏To be different👉 Unstoppabl
🙏*

📰વિજ્ઞાન મેળા માટે ઉપયોગી વેબસાઈટ📰

હાલમાં જ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન આવી રહ્યુ છે. તેના પ્રોજેક્ટ અને આઈડીયામાં ઉપયોગી થાય તે માટે ઉપયોગી 24 વેબસાઈટોનું લીસ્ટ નીચે મુકેલ છે.

1. www.scienceproject.com

2. www.sciencebob.com

3. www.sciencebuddies.org

4. www.sciencemaster.com

5. www.mathsisfun.com

6. www.all-science-fair-projects.com

7. www.mathpuzzle.com

8. www.sciencefair-projects.org

9. www.science-fair-guide.com

10. www.howstuffworks.com

11. www.funbrain.com

12. www.neok12.com

13. www.syvum.com

14. www.sciencefairadventure.com

15. www.sciencemadesimple.com

16. www.makeitsolar.com

17. www.tryscience.org

18. www.education.com/science-fair

19. www.mathforum.org/teachers/mathproject.html

20. www.super-science-fair-projects.com

21. www.miniscience.com

22. www.cool-science-projects.com

23. www.hometrainingtools.com/a/science-fair-project-ideas/

24. www.sciencedarshan.in

આ વેબસાઈટ નું લિસ્ટ PDF સ્વરૂપે ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

આ બ્લોગ પર આ જ પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક માહિતીઓ નિયમિત રીતે મુકવામાં આવતી હોય છે. અમારો મોબાઈલ નંબર ૯૪૨૬૫૭૨૫૩૯ આપના મોબાઈલ મા સેવ કરી રાખો અને આ પ્રકારના સમાચારો અને પોસ્ટ આપના ગ્રુપના અન્ય સભ્યો સુધી પણ પહોચે એવી આપની ઈચ્છા હોય તો અમારો નંબર આપના ગ્રુપમાં એડ કરી શકો છો. અમારા બ્લોગ પર મુકવામાં આવતી તમામ માહિતી સંપૂર્ણપણે ઓફિસિયલ જ હોય છે. કોઈ પણ પ્રકારની અફવા, ઓફર કે સ્કીમવાળી માહિતી બ્લોગ પર મુકવામાં આવતી નથી. 

Saturday, 21 July 2018

કેવો Resume ઈચ્છિત નોકરી મેળવવામાં મદદરૂપ

*🙏To be different👉 Unstoppable🙏*

કેવો Resume ઈચ્છિત નોકરી મેળવવામાં મદદરૂપ બનશે


સેકડો અને હજારો રિઝ્યૂમની વણઝારો વચ્ચે યોગ્ય ઉમેદવારને પસંદ કરવા માટે નોકરીપ્રદાતાઓ દરેકના બાયોડેટાને તપાસવા માટે ભાગ્યે એક મિનિટથી વધુનો સમય આપતા હોય છે. ટાઈમ્સ જોબ્સે ૬૯૦ સભ્યોના હાથ ધરેલા અભ્યાસના આધારે રીક્રુટર્સ અને સ્કિલ મેનેજર્સ પાસેથી જે ઇનપુટ્સ મેળવ્યા તે મુજબ મોટાભાગે સ્કિલ અને અનુભવના આધારે જ તેઓ યોગ્ય ઉમેદવારની પસંદગી કરે છે.

નોકરી પ્રદાતાઓ સૌપ્રથમ શું જુએ છે?
૧. કૌશલ્ય
૨. અનુભવ
૩. અભ્યાસ
૪. પોત્સાહનો અને ઉપલબ્ધી
૫. સિદ્ધિઓ

આ ઉપરાંત કયા પ્રકારની સ્કિલ તેઓ તમારામાં જોવા માંગે છે....
૧. કોમ્યુનીકેશન સ્કિલ
૨. લીડરશીપ સ્કિલ
૩. ટીમ વર્ક અને સહકાર
૪. એનાલીટીકલ સ્કિલ
૫. આયોજન અને વ્યૂહાત્મક વિચારો

આ અંગે નો સંપૂર્ણ ન્યૂઝ રીપોર્ટ જોવા માટે અહી ક્લિક કરો.


Friday, 20 July 2018

Computer Trick 20/7/2018

*🙏To be different 👉Unstoppable🙏*

કમ્પ્યુટર નોલેજ : હેંગ થયેલા કમ્પ્યૂટરને રિસ્ટાર્ટ કર્યાવગર ચાલુ કરો

કમ્પ્યૂટર પર કામ કરતી વખતે ઘણી વખત અચાનકકમ્પ્યૂટરની સ્પીડ ઘટી જાય છે અને પછી એકસાથે વધુફાઇલ્સ ખુલ્લી હોય તો કમ્પ્યૂટર હેંગ પણ થઈ જાય છે.કામ કરતી વખતે જો કમ્પ્યૂટર હેંગ થઈ જાય તો બધું જકામ અટકી પડે છે અને ફરીથી કમ્પ્યૂટરને રિસ્ટાર્ટ કરવું પડેછે. આ સ્થિતિ નિવારવા માટે એક ટેક્નિક અજમાવવામાંઆવે તો એક પણ ફાઇલ બંધ કર્યા વગર ફરીથી કમ્પ્યૂટરનેકામ કરતું કરી શકાય છે. આ રીત એકદમ સરળ છે અનેતેની મદદથી કામમાં આવી રહેલો અવરોધ ઘણા અંશેનિવારી શકાય છે.

કંટ્રોલ, શિફ્ટ અને કી બોર્ડની એકદમ ડાબી તરફ આવેલીકી ઈજીઝ્ર એકસાથે પ્રેસ કરીએ એટલે વિન્ડો ટાસ્કમેનેજરનું બોક્સ ખૂલશે.

આ બોક્સમાં છેલ્લે એન્ડ ટાસ્ક નામનો વિકલ્પ હશે જેનાપર ક્લિક કરવાનું રહેશે.

આટલું કરીએ એટલે કમ્પ્યૂટર ફરીથી શરૂ થઈ જશે.

ટાસ્ક મેનેજરનું બોક્સ ખૂલે તેમાં અન્ય પણ ઘણા વિકલ્પોહોય છે. જેમ કે, કમ્પ્યૂટરને શટ ડાઉન કરી દેવું હોય તોપણઆ બોક્સ ઉપયોગી થઈ શકે છે.

Source

Labels: Techno Touch

*ડ્રાઈવિંગ લાઈસન્સની મુદ્દત પૂરી થયા પહેલા જ કરાવી શકશો રિન્યૂ*

*🙏To be different 👉Unstoppable🙏

*ડ્રાઈવિંગ લાઈસન્સની મુદ્દત પૂરી થયા પહેલા જ કરાવી શકશો રિન્યૂ


હવેથી તમે ડ્રાઈવિંગ લાઈન્સ મુદ્દત પૂરી થયાના એક વર્ષ પહેલા રિન્યૂ કરાવી શકશો. રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા શુક્રવારના રોજ કરાયેલા પરિપત્રનો વિવિધ આરટીઓએ અમલ કરવાનો રહેશે. લાઈસન્સ રિન્યૂમાં વધારેલા તોતિંગ ભાવ વધારાનો અરજદારોએ ભારે વિરોધ કર્યો હતો. પરંતુ કેન્દ્રએ કરેલા ભાવ વધારામાં રાજ્ય સરકાર સુધારો કરી શકે નહીં તે માટે એક વર્ષ પહેલા રિન્યૂ કરાવવાની છૂટ આપી અરજદારોને લાભ કરી આપ્યો હોવાનું મનાય છે. અરજદારો પાસેથી આરટીઓ ફી સિવાય કોઇ પણ જાતની વધારાની રકમ વસૂલવામાં આવશે નહીં. આરટીઓમાં રિન્યૂ માટે રોજની 250થી વધુ અરજીઓ આવે છે.

રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગે જારી કરેલા પરિપત્ર મુજબ ડ્રાઇવિંગ લાઈસન્સની મુદ્દત પૂરી થતી હોય તે તારીખથી એક વર્ષ અગાઉ રિન્યૂ કરાવી શકાશે. માટે એનઆઇસી, સારથી-2 અને સારથી-4 સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કરી દેવાયો છે. જેથી હવે માત્ર આરટીઓ કચેરીએ તેનો અમલ કરવાનો રહેશે. આરટીઓમાં અત્યાર સુધી લાઈસન્સની મુદ્દત વિતી જાય તો એક મહિનાની અંદર પેનલ્ટી વગર રિન્યૂ કરાવાનો નિયમ છે. પછી હજાર રૂપિયા પેનલ્ટી ભરવાની રહે છે.

વાહનવ્યવહારના લાઈસન્સના નવા ભાવ વધારાથી સામાન્ય વાહન ચાલકોને આર્થિક બોજ વધ્યો છે. જેમાં લાઈસન્સ રિન્યૂની પેનલ્ટીમાં રૂપિયા એક હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. જેનો વ્યાપક વિરોધ થયો હતો. જો કે લાઈસન્સની ફીમાં સરકાર કોઇ સુધારો કરી શકે તેમ નહતું. જેથી રિન્યૂમાં છૂટછાટના દિવસો આપવાની હિલચાલ ચાલી રહી હતી. જેના ભાગરૂપે નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.

અગાઉ લાઈસન્સ પેનલ્ટીનો ખોઇ ચાર્જ નહતો. પરંતુ હજાર રૂપિયા ઠોકી બેસાડતા આરટીઓના ફીના 400સહિત અંદાજે 1500 સુધીનો ખર્ચ અરજદારને ભોગવવો પડતો હતો. આમાં એજન્ટની ફી અલાયદી આપવી પડતી હતી. જો એજન્ટની ફી ગણીએ તો1700 સુધીનો ખર્ચ થતો હતો. ખર્ચ અરજદારોને પોષાય તેમ હતો. ભાવ ઘટાડવા માટે વિવિધ આરટીઓ સમક્ષ રજૂઆત થઈ હતી.

આ બાબતે ન્યૂઝ પેપરમાં આવેલ ન્યૂઝ જોવા માટેઅહી ક્લિક કરો (ન્યૂઝ નં. ૮)

RTOની વેબસાઈટની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો

સારથી વેબસાઈટની મુલાકાત લેવા માટે અહી ક્લિક કરો

આ ન્યૂઝ રીપોર્ટનો સોર્સ જોવા અહી ક્લિક કરો